Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માત્ર 500માં ગણેશજીની 1 ફૂટની મૂર્તિ મળશે:મનપા અને સ્વનિર્ભર સ્કૂલ સંચાલક મંડળની ઇકો-ફ્રેન્ડલી ગણેશોત્સવ માટે અનોખી પહેલ, QR કોડ દ્વારા રજિસ્ટ્રેશન કરાવનાર 10,000ને મળશે લાભ

    2 days ago

    તા. 14 સપ્ટેમ્બરથી શરૂ થતા ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરમાં પર્યાવરણ સંરક્ષણ અને જનજાગૃતિ માટે એક અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. પર્યાવરણની જાળવણીના હેતુથી શહેરના નાગરિકો માટે ખાસ 10,000 ઇકો-ફ્રેન્ડલી માટીના ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. QR કોડ દ્વારા સરળ રજિસ્ટ્રેશન કરાવનારા નાગરિકોને 1 ફૂટની શુદ્ધ માટીની મૂર્તિ માત્ર ₹500 જેવા રાહત દરે પૂરી પાડવામાં આવશે. QR કોડ સ્કેન કરીને સરળતાથી કરાવી શકાશે બુકિંગ મેયર ડો. નેહલ શુક્લએ આ આયોજન અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ પહેલનો સૌથી મોટો ફાયદો રાજકોટના નાગરિકોને આર્થિક રાહત અને સરળતા સ્વરૂપે મળશે. સામાન્ય રીતે બજારમાં ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ ઊંચા ભાવે વેચાતી હોય છે, પરંતુ આ યોજના હેઠળ 1 ફૂટની ઊંચાઈ ધરાવતી માટીની મૂર્તિ માત્ર ₹500માં અપાશે. મહાપાલિકા આ માટે કોઈ આર્થિક ખર્ચ નહીં કરે, પરંતુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને વ્યવસ્થાપકીય સહયોગ આપશે. નાગરિકોએ મૂર્તિ બુક કરાવવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી; માત્ર QR કોડ સ્કેન કરી પોતાની વિગતો ભરીને મૂર્તિનું ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. સેલ્ફ ફાયનાન્સ શાળાઓ બનશે વિતરણ કેન્દ્ર નાગરિકોની સુવિધા માટે શહેરની સેલ્ફ ફાયનાન્સ શાળાઓને જ વિતરણ કેન્દ્ર તરીકે નક્કી કરવામાં આવી છે, જેથી લોકો પોતાના નજીકના વિસ્તારમાંથી જ સહેલાઈથી મૂર્તિ મેળવી શકે. મેયરે વધુમાં ઉમેર્યું હતું કે, ચાલુ વર્ષે ટૂંકા સમયગાળાને કારણે 10,000 મૂર્તિઓનું મર્યાદિત આયોજન શક્ય બન્યું છે, પરંતુ ભવિષ્યમાં આ પહેલને વધુ વ્યાપક બનાવાશે. આવતા વર્ષથી મહાનગરપાલિકા દ્વારા స్వતંત્ર ટેન્ડર બહાર પાડીને વિશાળ સંખ્યામાં માટીની મૂર્તિઓનું નિર્માણ કરાવાશે. આ ઉપરાંત, ભક્તોને વિસર્જન માટે દૂર ન જવું પડે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ કૃત્રિમ વિસર્જન કુંડ પણ બનાવવામાં આવશે. POP અને કેમિકલયુક્ત રંગોથી જળચરોને ગંભીર નુકસાન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતાએ જણાવ્યું હતું કે, પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને રાસાયણિક રંગોથી બનેલી મૂર્તિઓના વિસર્જનથી જાહેર જળ સ્ત્રોતો અને જળચર જીવસૃષ્ટિને ભારે નુકસાન થાય છે. POP પાણીમાં લાંબા સમય સુધી ઓગળતું નથી અને ઝેરી રાસાયણિક રંગો માછલીઓ સહિતના જળચરો માટે પ્રાણઘાતક સાબિત થાય છે. કુદરતી માટીમાંથી બનેલી મૂર્તિઓનો ઉપયોગ કરવાથી જળાશયોનું પ્રદૂષણ અટકાવી શકાશે. 900 સ્કૂલોના 1.50 લાખ વિદ્યાર્થીઓ અને 15,000 શિક્ષકો જોડાશે આ પર્યાવરણીય અભિયાનમાં શહેરની 900 જેટલી સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોના 1.50 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને 15,000 કરતાં વધુ શિક્ષકોનો સહયોગ લેવામાં આવ્યો છે. શાળાઓ દ્વારા બાળકો અને વાલીઓને ઘરમાં માટીના ગણેશજીની જ સ્થાપના કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેથી નવી પેઢીમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી કેળવાય. સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળોને માટીની મૂર્તિઓ સ્થાપવા અપીલ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને ઘરમાં માત્ર માટીના ગણેશજીની સ્થાપના કરવા અનુરોધ કરાયો છે. આ સાથે જ સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળો અને પંડાલોના સંચાલકોને પણ વિશાળ POPની મૂર્તિઓને બદલે માટીમાંથી બનેલી મૂર્તિઓ જ સ્થાપિત કરવા ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી રાજકોટ સમગ્ર રાજ્યમાં પર્યાવરણ રક્ષણ ક્ષેત્રે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી શકે.
    Click here to Read More
    Previous Article
    કંથારીયામાં મસ્જિદ બહારથી બાઈક ચોરી:CCTV ફૂટેજના આધારે ગ્રામજનોએ આરોપીને પકડીને પોલીસને સોંપ્યો
    Next Article
    વડોદરા બાર એસોસિએશનની હડતાળ:ગુજરાત હાઈકોર્ટના નવા પરિપત્રના વિરોધમાં અચોક્કસ મુદતની હડતાળ, કોર્ટના ગેટ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું, A-4 સાઇઝના પેપર અરજીઓ દાખલ કરવાનો વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment