Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના ઘુમાની એક સોસાયટીમાં દીપડો ઘૂસ્યો, CCTV:વન વિભાગ અને કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની ટીમે શોધખોળ શરૂ કરી, લોકોમાં ભયનો માહોલ

    1 day ago

    સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અલગ અલગ ગામડાઓમાં દીપડા દેખાતા હોય છે, પરંતુ હવે શહેરમાં દીપડા ઘૂસી ગયા હોવાની ઘટના બની છે. અમદાવાદના ઘુમા ગામ નજીક આવેલી સરળદીપ સોસાયટીમાં દીપડો ઘૂસ્યો હોવાની જાણકારી સામે આવી છે. ગઇકાલે મોડી રાત્રે દીપડો સોસાયટીમાં ઘૂસી જતા લોકોમાં ભય ફેલાયો છે. મેયર હિતેશ બારોટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘુમા ગામ નજીક દીપડો દેખાયો છે. રાત્રિના સમયે દીપડો આવી ગયો હતો જે મામલે સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ તેમજ કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના અધિકારીઓને જાણ કરી છે. ઘુમા અને આસપાસના વિસ્તારોમાં વન વિભાગ અને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની ટીમ દ્વારા અત્યારે દીપડાને પકડવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    FIFA ફાઈનલ બાદ મેદાનમાં માથાકૂટ!:આર્જેન્ટિના હાર બાદ રઘવાયું થયું, સ્પેનના પ્લેયરનું ગળું દબાવ્યું, હજારો લોકો વચ્ચે ટ્રમ્પની ફજેતી; મેસ્સી રડ્યો, PHOTO-VIDEO
    Next Article
    લાકડા ચોરીનો પીછો કરતા RFO સહિત બેના મોત:સોનગઢ RTO ચેકપોસ્ટ નજીક ગંભીર અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment