Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓનલાઈન પ્રોડક્ટ ખરીદતા પહેલાં સાવધાન!:એમેઝોનના 5 ડિલિવરી બોય્ઝે ઓરિજિનલ પાર્સલ સાથે છેડછાડ કરી કસ્ટમરને નકલી માલ પધરાવ્યો, iPhone સહિત ₹3.15 લાખનો મુદ્દામાલ જપ્ત

    14 hours ago

    સુરત શહેરમાં ઓનલાઇન ખરીદીના વધતા ક્રેઝ વચ્ચે ગ્રાહકોના વિશ્વાસ સાથે ખુલ્લેઆમ છેતરપિંડી આચરતા કૌભાંડનો પાલ પોલીસે પર્દાફાશ કર્યો છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી મોંઘા ગેજેટ્સ ઓર્ડર કરનારા ગ્રાહકો સુધી સાચો માલ પહોંચે તે પૂર્વે જ પાર્સલ સાથે ચેડાં કરી અસલી માલ સેરવી લેતી ડિલિવરી બોય્ઝની આખી ટોળકી ઝડપાઈ ગઈ છે. એમેઝોન માટે ડિલિવરીનું કામ સંભાળતા પાંચ કર્મચારીઓ અસલી પ્રોડક્ટ પોતાની પાસે રાખી તેની જગ્યાએ સરખા વજન અને દેખાવવાળી ડમી વસ્તુઓ પેક કરી ગ્રાહકોને પધરાવી દેતા હતા. કંપનીની આંતરિક તપાસ બાદ પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગણતરીના કલાકોમાં પાંચેય આરોપીઓને ઝડપી પાડી આશરે ₹3.15 લાખથી વધુની કિંમતના અસલી ગેજેટ્સ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ગ્રાહકોને ડમી પ્રોડક્ટ મળતાં કંપનીએ આંતરિક તપાસ હાથ ધરી સમગ્ર કૌભાંડની વિગતો મુજબ એમેઝોનની ડિલિવરી પાર્ટનર તરીકે કાર્યરત ઇન્ટેશ ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રા.લિ. કંપની મારફતે શહેરના વિવિધ વિસ્તારોમાં પાર્સલની ડિલિવરી કરવામાં આવતી હતી. છેલ્લા કેટલાક સમયથી મોંઘી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ મંગાવનારા ગ્રાહકોને ઓરિજિનલ માલના બદલે નકલી કે ડમી વસ્તુઓ મળી રહી હોવાની ગંભીર ફરિયાદો કંપનીના કસ્ટમર કેર સુધી પહોંચી હતી. આ મામલે કંપનીએ પોતાના વેરહાઉસ અને ડિલિવરી ચેઇનનું ઊંડાણપૂર્વક ઓડિટ કરતાં ડિલિવરી સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓની ગતિવિધિ શંકાસ્પદ જણાઈ હતી. કંપનીના ઓરિજિનલ પેકિંગ સાથે છેડછાડ કરી કિંમતી સામાન ચોરી લેવામાં આવતો હોવાની સંપૂર્ણ પુષ્ટિ થયા બાદ, કંપનીના ડિજિટલ એસોસિએટ મેનેજરે પાલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. કેમિકલથી સીલિંગ ખોલી ડમી માલ ગોઠવી દેવાની અનોખી તરકીબ પાલ પોલીસ ઇન્સ્પેક્ટર બી. એ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને ગુપ્ત બાતમીના આધારે તપાસ શરૂ કરી ત્યારે આરોપીઓની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ ગ્રાહકના સરનામે પાર્સલ પહોંચાડતા પહેલાં એકાંત સ્થળે જઈને ખાસ પ્રકારના કેમિકલ કે લિક્વિડની મદદથી બોક્સનું અસલી કંપની સીલિંગ સહેજ પણ તૂટે નહીં તે રીતે ચાલાકીપૂર્વક ખોલી નાખતા હતા. ત્યારબાદ અંદર રહેલી અસલી મોંઘી પ્રોડક્ટ બહાર કાઢી લઈ તેના વજન અને કદ જેવી જ નકામી કે ડમી વસ્તુઓ અંદર ગોઠવીને પેકિંગને ફરીથી મૂળ સ્થિતિમાં ચોંટાડી દેતા હતા, જેથી ગ્રાહક કે કંપનીને પ્રથમ નજરે કોઈ શંકા ન જાય. પાંચ કર્મચારીઓની ધરપકડ, ₹3.15 લાખનો મુદ્દામાલ જપ્ત સર્વેલન્સ ટીમે સફળતાપૂર્વક છાપો મારીને આ કૌભાંડમાં સામેલ જય બાબુભાઈ વીરાસ, નિખિલ પ્રવીણ મોરડીયા, વિવેક ઉર્ફે રોહિત ખટીક, વિકાસ માંગીલાલ ખટીક તેમજ નીરજ રામહિત કુશવાહ નામના પાંચેય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓના કબજામાંથી ₹1,51,042ની કિંમતનો એક Apple iPhone 17 Pro (1 TB) તેમજ ₹1,64,430 ની કિંમત ધરાવતી SanDisk Extreme Portable External SSD (3 TB / 1050 MB/s) મળી કુલ ₹3,15,472 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ આ અસલી માલ બજારમાં ઊંચા ભાવે વેચીને ઝડપી પૈસા કમાવવાની ફિરાકમાં હતા. હાલ પાલ પોલીસે તમામ પાંચેય આરોપીઓની ધરપકડ કરી તેઓએ અગાઉ કેટલા ગ્રાહકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરી છે અને ચોરાયેલો સામાન ખરીદનારા અન્ય કોઈ વચેટિયા સામેલ છે કે કેમ તે દિશામાં કડક પૂછપરછ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના તિથલ બીચ પર 700 લોકોનું મેગા સફાઈ અભિયાન:3 કલાકમાં 4 કિમી વિસ્તાર સ્વચ્છ કરાયો, કલેકટરની આગેવાનીમાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ
    Next Article
    પતિ સાથે ફિલ્મ જોવા ગયેલી સિંગર કિંજલ રબારીનું અપહરણ:પોલીસને જાણ થતા CCTVના આધારે તપાસ શરૂ, અમદાવાદના ચાંદખેડાનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment