Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના તિથલ બીચ પર 700 લોકોનું મેગા સફાઈ અભિયાન:3 કલાકમાં 4 કિમી વિસ્તાર સ્વચ્છ કરાયો, કલેકટરની આગેવાનીમાં 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ

    14 hours ago

    વલસાડના તિથલ બીચ પર 'સ્વચ્છતા હી સેવા' અભિયાન હેઠળ એક મોટું સફાઈ કાર્યક્રમ યોજાયો. 'ક્લિન તિથલ-ક્લિન વલસાડ'ના સંકલ્પ સાથે આ અભિયાન કલેકટર નીતિન સાંગવાનની આગેવાનીમાં થયું. સવારે 8 થી 11 વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં બીચ અને તેની આસપાસના 4 કિલોમીટર વિસ્તારને સ્વચ્છ કરવામાં આવ્યો. આ સફાઈ અભિયાનમાં પોલીસ, હોમગાર્ડ, આરોગ્ય વિભાગ, NCC, NSS સહિત અલગ અલગ સંસ્થાના લગભગ 700 સ્વયંસેવકો જોડાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને ધારાસભ્ય ભરતભાઈ પટેલે લોકોને સ્વચ્છતાને પોતાના જીવનનો કાયમી ભાગ બનાવવા અપીલ કરી. કલેકટરે ગંદકી ફેલાવનારાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી. અભિયાન દરમિયાન કલેકટર નીતિન સાંગવાને અલગ અલગ કોલેજોમાંથી આવેલા NSS અને NCCના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. તેમણે વિદ્યાર્થીઓને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા અને માઇક્રો પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક તેમજ થર્મોકોલથી પર્યાવરણને થતા નુકસાન વિશે સમજાવ્યું. પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓના સવાલોના જવાબ આપી સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી. કલેકટરે રમતગમતમાં રસ ધરાવતા યુવાનોને ફિટનેસ વિશે જરૂરી ટીપ્સ આપીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં 5 માળની હોસ્ટેલ ધરાશાયી, 1 વિદ્યાર્થીનું મોત:બેઝમેન્ટમાં ખોદકામ ચાલુ હોવાનો દાવો; કાટમાળ નીચે દટાયેલા યુવકે મિત્રને ફોન કરીને કહ્યું- બચાવી લો
    Next Article
    ઓનલાઈન પ્રોડક્ટ ખરીદતા પહેલાં સાવધાન!:એમેઝોનના 5 ડિલિવરી બોય્ઝે ઓરિજિનલ પાર્સલ સાથે છેડછાડ કરી કસ્ટમરને નકલી માલ પધરાવ્યો, iPhone સહિત ₹3.15 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment