Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદની અછત વચ્ચે પશુપાલકો માટે રાહત:રૂ. 2 પ્રતિ કિલોના દરે ઘાસ અપાશે, પોરબંદરમાં ઘાસ ડેપો શરૂ

    15 hours ago

    ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની અછતને કારણે ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે રાજ્ય સરકારે પશુપાલકો માટે રાહતના પગલાં શરૂ કર્યા છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લામાં ઓછા વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પશુપાલકોને રૂ. 2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસ આપવામાં આવશે. મંત્રીના જણાવ્યા મુજબ પોરબંદરમાં ઘાસ ડેપો શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યાં પશુપાલકોને ઘાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. એક પશુપાલક પરિવારને વધુમાં વધુ 5 પશુઓ માટે ઘાસ આપવામાં આવશે. આગામી દિવસોમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જિલ્લામાં વધુ ઘાસ ડેપો શરૂ કરવામાં આવશે, જેથી પશુપાલકોને ઘાસચારાની અછતનો સામનો ન કરવો પડે. ખેતમજૂર પરિવારોને પણ રોજગારી અપાશે અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું કે, ‘જી રામ જી’ યોજના હેઠળ ખેતમજૂર પરિવારોને રોજગારી આપવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વરસાદની અછતથી ખેતી અને પશુપાલન આધારિત પરિવારોની આવકને અસર ન થાય તે માટે સરકાર દ્વારા વિવિધ રાહત પગલાં લેવામાં આવી રહ્યા છે. પીવાના પાણી માટે આગોતરું આયોજન પોરબંદર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ઊભી ન થાય તે માટે પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જરૂરિયાત ઊભી થાય તો નવા કૂવા તૈયાર કરવા તેમજ નર્મદા પાઇપલાઇન મારફતે પાણી પુરવઠો કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. ચોમાસા બાદ પાક નુકસાનીનો સર્વે પાક નુકસાની અંગે મંત્રીએ જણાવ્યું કે, ચોમાસા બાદ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. સર્વે બાદ પાકને થયેલા નુકસાનના આધારે નિયમો મુજબ વળતર અંગે નિર્ણય લેવામાં આવશે. સરકારની નજર હાલ ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ પર છે અને જરૂરિયાત મુજબ વધુ રાહત પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પતિ સાથે ફિલ્મ જોવા ગયેલી સિંગર કિંજલ રબારીનું અપહરણ:પોલીસને જાણ થતા CCTVના આધારે તપાસ શરૂ, અમદાવાદના ચાંદખેડાનો બનાવ
    Next Article
    चीनी हुई 70 की, कहाँ तक जाएँगे दाम? क्या एथनॉल का है हाथ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment