Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની સુમન શાળાઓમાં શિક્ષણનો નવો પ્રારંભ:IIT ગાંધીનગરના સહયોગથી 'STEM Connect' પ્રોગ્રામ હેઠળ 65,000 વિદ્યાર્થીઓ મેળવશે ઓનલાઈન સર્જનાત્મક શિક્ષણ

    8 hours ago

    સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતા નવી પેઢીના વિદ્યાર્થીઓ માટે ઓરેન્જ ઇકોનોમી અંતર્ગત કૌશલ્ય આધારિત શિક્ષણ પૂરું પાડવા "STEM Connect" ઓનલાઈન ક્રિએટિવ લર્નિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનના વિઝનરી માર્ગદર્શન અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રકુમાર કાપડિયાના સક્રિય સહયોગથી આયોજિત આ પ્રકલ્પનો લાભ ધોરણ 6, 7 અને 8 ના આશરે 65,000 જેટલા વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકોને મળશે. દેશની પ્રતિષ્ઠિત સંસ્થા આઈ.આઈ.ટી. ગાંધીનગરના 'સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ' ના તજજ્ઞ પ્રોફેસરો દ્વારા આ કોર્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોને પ્રવૃત્તિ આધારિત, સરળ અને આનંદદાયક બનાવી બાળકોને ગોખણપટ્ટીથી દૂર રાખવાનો છે. ઓરેન્જ ઇકોનોમી અને સર્જનાત્મકતાનો સમન્વય આ સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ સર્જનાત્મક અર્થવ્યવસ્થા (ઓરેન્જ ઇકોનોમી) ના વૈશ્વિક અભિગમને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. ક્લાસરૂમ શિક્ષણને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતું મર્યાદિત ન રાખતા, વિદ્યાર્થીઓમાં આંતરિક સર્જનાત્મક ક્ષમતાઓનો વિકાસ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. પર્યાવરણીય જવાબદારી: ઓરેન્જ ઈકોનોમીના સિદ્ધાંતો મુજબ બાળકોમાં ક્લીન પ્લેનેટ અને ગ્રીન પ્લેનેટ પ્રત્યેની જવાબદારી વિકસે તેવા ઇનોવેટીવ આઈડિયા પૂરા પાડવામાં આવે છે. કૌશલ્ય વિકાસ: વિદ્યાર્થીઓને પોતાની ટેલેન્ટ, કલા તેમજ આધુનિક ટેકનોલોજી અને સોફ્ટવેર ક્ષેત્રે આગળ વધવાની સોનેરી તક મળશે. નિયમિત સમયપત્રક: આ લાંબાગાળાના પ્રોજેક્ટના ભાગરૂપે હવેથી દર અઠવાડિયે બુધવારે અને શનિવારે આ વિશેષ વર્કશોપનું ઓનલાઈન લાઈવ પ્રસારણ કરવામાં આવશે. રસોડા અને પ્રકૃતિ સાથે રસાયણ વિજ્ઞાનનું કનેક્શન આ શૈક્ષણિક શ્રેણીના પ્રથમ વર્કશોપમાં રસાયણ વિજ્ઞાનનું જોડાણ રસોડા અને પ્રકૃતિ સાથે કેવી રીતે રહેલું છે તે રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું હતું. આ સેશનમાં 'એસિડ-બેઇઝ 1.0' પ્રયોગ અંતર્ગત ઘરઆંગણે ઉપલબ્ધ જાસુદના ફૂલમાંથી 'જાસુદપત્ર' બનાવવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા પ્રદર્શિત કરવામાં આવી હતી. 362 શાળાઓના બાળકોનો જીવંત પ્રયોગ લર્નિંગ પ્રોગ્રામના પ્રથમ પ્રયોગમાં સુરત શહેરની કુલ 362 શાળાઓના તમામ 6 માધ્યમના 65,000થી વધુ વિદ્યાર્થીઓએ એકસાથે ભાગ લીધો હતો. બાળકોએ માત્ર લાઈવ સ્ક્રીન પર નિદર્શન જોયું એટલું જ નહીં, પરંતુ પોતાના વર્ગખંડમાં વર્ગશિક્ષકની પ્રત્યક્ષ હાજરીમાં આ પ્રવૃત્તિ જાતે કરી હતી. અત્યંત જિજ્ઞાસાપૂર્વક આ લાઈવ પ્રયોગમાં ભાગ લઈને બાળકોએ એસિડ અને બેઇઝ વચ્ચેનો મૂળભૂત તફાવત પ્રાયોગિક ધોરણે ખૂબ જ સરળતાથી સમજી લીધો હતો. આ પ્રકારનું પ્રાયોગિક અને લાઈવ લર્નિંગ ભવિષ્યમાં સુરતની સરકારી શાળાના બાળકોને વૈશ્વિક સ્તરની સ્પર્ધાત્મક દુનિયા માટે સક્ષમ રીતે તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    'બચાવો.. બચાવો..' નો અવાજ સંભળાયો:રાજકોટનાં મોરબી રોડ પરનાં અંધારા કૂવામાં ઉતરીને ફાયરનાં જવાનોએ યુવકનો જીવ બચાવ્યો, 2 દિવસથી મોત સામે ઝઝૂમી રહ્યો હતો ! લાઈવ દ્રશ્યો
    Next Article
    बिजनौर में लिथियम बैटरी मोबाइल से बंद करने के मामले में सरकार का बड़ा कदम, 7 ऐप बंद करने के ऑर्डर

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment