Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક્ટિવા છે કે દારૂનું ગોડાઉન?, એકપણ જગ્યા બાકી નહીં, VIDEO:વડોદરામાં બે મોપેડના ખૂણે-ખૂણામાંથી નીકળી 455 બોટલ, પોલીસ પણ ચકરાવે ચડી; બેની ધરપકડ

    1 day ago

    વડોદરાના બાપોદ વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો છે. બુટેલગરોએ એક્ટિવાના દરેક ખૂણે-ખૂણામાં દારૂ છુપાવવા માટે એવા અનોખા ચોરખાના બનાવ્યા હતા કે વાહન જોઈને ‘આ ટુ-વ્હીલર છે કે દારૂનું ગોડાઉન?’ તેવો સવાલ ઊભો થયો હતો. ચોરખાનાઓમાંથી એક પછી એક દારૂની બોટલો નીકળતાં પોલીસ પણ ચકરાવે ચડી ગઈ હતી. પોલીસે રૂ. 91 હજારની કિંમતની 455 દારૂની બોટલ, બે મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ રૂ. 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી છે. એક્ટિવામાં પાર્ટ કરતા દારૂ વધારે, જુઓ તસવીરો ગુપ્ત બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી દારૂ ઝડપ્યો બાપોદ પોલીસની ટીમને પેટ્રોલિંગમાં બાતમી મળી કે બે એક્ટિવા મોપેડ (GJ-06-PM-5003 અને GJ-23-DB-7712) પર વિદેશી દારૂનો જથ્થો લઈ બે શખ્સો પસાર થવાના છે. પોલીસે તુરંત વોચ ગોઠવી બંને મોપેડને અટકાવ્યા હતા. તપાસમાં મોપેડમાંથી એટલી દારૂની બોટલો નીકળી કે પોલીસ પણ જોતી જ રહી ગઈ હતી. ચોરખાનાઓમાં છુપાવેલા દારૂને શોધતા પોલીસને પણ પરસેવો વળી ગયો હતો. તપાસ દરમિયાન બંને એક્ટિવામાંથી 91 હજાર રૂપિયાની કિંમતની 455 દારૂની બોટલ મળી આવી હતી. છોટાઉદેપુરના બે આરોપીની અટકાયત પોલીસે સ્થળ પરથી દારૂની હેરાફેરી કરતા અલ્કેશ અરવિંદભાઈ રાઠવા (રહે. ખોરવાણીયા, તા.જી. છોટાઉદેપુર) અને સુનિલ પ્રતાપભાઈ રાઠવા (રહે. લગામી, તા.જી. છોટાઉદેપુર)ની ધરપકડ કરી છે. તેમની પાસેથી રૂ.1,41,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. બાપોદ પોલીસ સ્ટેશનના PI ડી. ડી. લાડુમોરે જણાવ્યું કે, આ કેસમાં દારૂનો જથ્થો આપનાર છોટાઉદેપુરના લગામી ગામના રિતેશ રાઠવાનું નામ સામે આવ્યું છે. વડોદરાના ડોડકા ગામના લક્ષ્મીબેન અર્જુનભાઈ માળીએ દારૂ મંગાવ્યો હતો. આ બંને આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ ચાલી રહી છે. પકડેલા બંને આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો-નડિયાદમાં ગોડાઉનમાંથી 1.40 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો, રાજસ્થાનથી ટ્રક મારફતે દારૂ લવાયો
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિ પહેલાં ગુજરાતી ફિલ્મ 'સરલાબેન નોટ આઉટ'નો ગરબો રિલીઝ:ઐશ્વર્યા મજમુદારે 'ઢોલીડાના ઢોલ વાગે...' ગાઈને મચાવી ધમાલ, ટૂંક સમયમાં મૂવી થિયેટરમાં રિલીઝ થશે
    Next Article
    વડોદરામાં ગુજરાત ભાડા વિધેયકનો વિરોધ:બિલની હોળી કરીને કહ્યું-7 ઓક્ટોબરે આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment