Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ પહેલાં ગુજરાતી ફિલ્મ 'સરલાબેન નોટ આઉટ'નો ગરબો રિલીઝ:ઐશ્વર્યા મજમુદારે 'ઢોલીડાના ઢોલ વાગે...' ગાઈને મચાવી ધમાલ, ટૂંક સમયમાં મૂવી થિયેટરમાં રિલીઝ થશે

    1 day ago

    નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ગુજરાતી ફિલ્મ 'સરલાબેન નોટ આઉટ'નું ગીત 'ઢોલીડાના ઢોલ વાગે...' રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત પોપ્યુલર સિંગર ઐશ્વર્યા મજમુદારે ગાયું છે. આ ગીતનું સંગીત વીરલ-લાવને આપ્યું છે, જ્યારે ગીતકાર મિશલ ભાટિયા ને લાવન છે. ફિલ્મને નિકુંજ મોદીએ ડિરેક્ટ કરી છે અને અમરદીપ પ્રોડક્શન બેનર હેઠળ ફિલ્મ બનાવવામાં આવી છે. ફિલ્મના રાઇટર ગૌરવ નાયક છે. જ્યારે ગીતની કોરિયોગ્રાફી પ્રિન્સ ગુપ્તાએ કરી છે. ફિલ્મના કલાકારોની વાત કરીએ તો, નીલમ પંચાલ, અંજલિ બારોટ, કલ્પના ગાગડેકર, ભાવિની જાની શેખર શુક્લા, ફિરોઝ ઇરાની ચેતન દહિયા, હેતલ પુનીવાલા, મીત શાહ, દીપાલી ભૂતા, પ્રાપ્તિ અજવાળિયા, વૈશાખી શાહ, ધૈર્યા ઠક્કર, નિરાલી ઓઝા, જયદીપ ગાંગાણી, ધ્વનિ ઉપાધ્યાય, નિલેશ પરમા, તોરલ પટેલ, દિયા ભટ્ટ, પંક્તિ પટેલ તથા નીરવ દરજી છે. હજી સુધી આ ફિલ્મનું ટીઝર કે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું નથી. નવરાત્રિ ફેસ્ટિવલને ધ્યાનમાં લઈને સીધું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટોરી અંગે હજી સુધી કોઈ વાત કરવામાં આવી નથી ને ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે તેવી ચર્ચા છે.
    Click here to Read More
    Previous Article
    Hisense Announces Festive TV Offers Ahead of Amazon Great Indian Festival, Flipkart Big Billion Days Sales
    Next Article
    એક્ટિવા છે કે દારૂનું ગોડાઉન?, એકપણ જગ્યા બાકી નહીં, VIDEO:વડોદરામાં બે મોપેડના ખૂણે-ખૂણામાંથી નીકળી 455 બોટલ, પોલીસ પણ ચકરાવે ચડી; બેની ધરપકડ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment