Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ગુજરાત ભાડા વિધેયકનો વિરોધ:બિલની હોળી કરીને કહ્યું-7 ઓક્ટોબરે આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું

    1 day ago

    ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં વડોદરા વકીલ મંડળ દ્વારા શરૂ કરવામાં આવેલી અચોક્કસ મુદતની હડતાળ છઠ્ઠા દિવસે પણ યથાવત રહી હતી. કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં વકીલો એકત્ર થઈ બિલનો વિરોધ કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. હડતાળના ભાગરૂપે વકીલોએ કોર્ટ પરિસરની બહાર ગુજરાત ભાડા વિધેયકની હોળી કરી હતી. વકીલોએ સૂત્રોચ્ચાર સાથે બિલનો વિરોધ નોંધાવી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કોર્ટ પરિસરમાં હડતાળને લઈને વકીલો અને અરજદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. જેના પગલે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું. વકીલોએ વિધેયક પરત ખેંચવાની માંગ સાથે વિરોધ ચાલુ રાખવાની મક્કમતા વ્યક્ત કરી હતી. આ કાળો કાયદો કોઈ પણ સંજોગોમાં પસાર ન થવો જોઈએ: રિતેશ ઠક્કર વડોદરા વકીલ મંડળના સેક્રેટરી રિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે જે કાળો કાયદો લાવવા જઈ રહી છે અને જે બિલ ખરડામાં પસાર થયું છે, તે બિલનો આજે વડોદરા વકીલ મંડળના તમામ વકીલોઓએ વિરોધ કર્યો છે. આજના કાર્યક્રમમાં વકીલોએ આ બિલની હોળી કરીને પોતાનો સખત વિરોધ વ્યક્ત કર્યો છે. અમારી સખત માગણી છે કે આ કાળો કાયદો કોઈ પણ સંજોગોમાં પસાર ન થવો જોઈએ, રાજ્યપાલની એના પર સહી ન થવી જોઈએ અને આ કાયદો પરત ખેંચાવો જોઈએ. આ કાયદો પરત લેવાથી વકીલો, ગુજરાતના તમામ નાગરિકો અને પક્ષકારોનું હિત જળવાઈ રહેશે. જો અમારી આ માંગણી સંતોષવામાં નહીં આવે, તો આજે બિલની હોળી કરી છે અને આવતીકાલે આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી અમારી ચીમકી છે.
    Click here to Read More
    Previous Article
    એક્ટિવા છે કે દારૂનું ગોડાઉન?, એકપણ જગ્યા બાકી નહીં, VIDEO:વડોદરામાં બે મોપેડના ખૂણે-ખૂણામાંથી નીકળી 455 બોટલ, પોલીસ પણ ચકરાવે ચડી; બેની ધરપકડ
    Next Article
    રાજકોટના સેકન્ડ રિંગરોડ પર સર્જાયો'તો અકસ્માત, CCTV:ફિલ્મની ટિકિટ લેવા જતા દંપતીને સ્કોર્પિયોએ ઠોકર મારતા વેપારીના પત્નીને ગંભીર ઈજા, 10 દિવસ બાદ યુનિવર્સિટી પોલીસે ચાલકની કરી ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment