Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટના સેકન્ડ રિંગરોડ પર સર્જાયો'તો અકસ્માત, CCTV:ફિલ્મની ટિકિટ લેવા જતા દંપતીને સ્કોર્પિયોએ ઠોકર મારતા વેપારીના પત્નીને ગંભીર ઈજા, 10 દિવસ બાદ યુનિવર્સિટી પોલીસે ચાલકની કરી ધરપકડ

    1 day ago

    રાજકોટના સેકન્ડ રિંગરોડ પર ગત 25 સપ્ટેમ્બરના રોજ સ્કોર્પિયો કારના ચાલકે ટુ વ્હિલર પર જતા દંપતીને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જતા યુનિવર્સીટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી 5 ઓક્ટોબરના રોજ સ્કોર્પિયો કારના ચાલક પરેશ તાલપરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે માત્ર આંખના પલકારામાં જ પુરપાટ ઝડપે આવેલા સ્કોર્પિયો ચાલકે પાછળથી દંપતીને ઠોકર મારી અકસ્માત સર્જી પોતે નાસી છૂટ્યો હતો જેમાં વેપારીના પત્નીને ગંભીર ઇજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે દંપતી પોતાના ટુ વ્હિલર પર સામાન્ય 20થી 30ની સ્પીડથી વાહન ચલાવી ફિલ્મની ટિકિટ લેવા માટે જતા હતા દરમિયાન પાછળથી ઠોકર મારી કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. રાજકોટના દાણાપીઠમાં પેઢી ધરાવતા વેપારી હિરેન માણેક પોતાના પત્ની સાથે ગત 25 સપ્ટેમ્બરના રોજ રાત્રીના સમયે સેકન્ડ રિંગરોડ પર કટારીયા ચોકથી ઘંટેશ્વર તરફ પોતાના બાઈક પર ફિલ્મની ટિકિટ લેવા માટે જઇ રહ્યા હતા. દરમિયાન કાળા કલરની સ્કોર્પિયોના ચાલકે પુરપાટ ઝડપે આવી પાછળથી દંપતીને ઠોકર મારી અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો જેમાં પતિ હિરેનભાઈને સામાન્ય ઇજા પહોંચી હતી જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચતા બન્નેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે યપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન કાળા કલરની સ્કોર્પિયો લઈને અકસ્માત સર્જી નાસી જનાર પરેશ જમનભાઈ તાલપરા હોવાનું સામે આવતા પોલીસે 10 દિવસ બાદ 5 ઓક્ટોબરના રોજ અકસ્માત સર્જનાર કાર ચાલકને કાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ગુજરાત ભાડા વિધેયકનો વિરોધ:બિલની હોળી કરીને કહ્યું-7 ઓક્ટોબરે આનાથી પણ વધુ ઉગ્ર આંદોલન કરીશું
    Next Article
    કિશોર લંગડાના પુત્ર-પૌત્રનો ફરી આતંક:સાબરમતીના વેપારીને સોનાના બિસ્કીટ આપવાનું કહી લાખો રૂપિયા પડાવ્યાં, વાતચીત કરવા બોલાવી માર માર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment