Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિશોર લંગડાના પુત્ર-પૌત્રનો ફરી આતંક:સાબરમતીના વેપારીને સોનાના બિસ્કીટ આપવાનું કહી લાખો રૂપિયા પડાવ્યાં, વાતચીત કરવા બોલાવી માર માર્યો

    1 day ago

    અમદાવાદના શાહીબાગ અસારવા વિસ્તારમાં કુખ્યાત એવા કિશોર લંગડાના પૌત્ર અને પુત્રની વેપારી સાથેની દાદાગીરી સામે આવી છે. અસારવા દ્વારકાધીશ હોટલ બહાર વેપારીને મળવા બોલાવી મારા વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી કેમ કરી કહી ગાળો બોલીને લોખંડની પાઇપ વડે માર માર્યો હતો અને કારનો કાચ પણ તોડી નાખ્યો હતો. હવે આવીશ તો જાનથી મારી નાખીશું એવી પિતા-પુત્રએ ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત વેપારીએ સારવાર લીધા બાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આદિત્યએ વોટ્સએપથી એક સોનાનું બિસ્કીટ મોકલ્યું હતું સાબરમતી વિસ્તારમાં સીમંધર એલીગન્સમાં સૌરભ ગુપ્તા તેમના પરિવાર સાથે રહે છે અને ઘાટલોડિયામાં મોબાઇલની દુકાન ધરાવી વેપાર કરે છે. માર્ચમાં અસારવામાં રહેતા આદિત્ય દિલીપભાઈ રાઠોડ સાથે તેમની ઓળખાણ થઈ હતી. આદિત્યએ વોટ્સએપથી એક સોનાનું બિસ્કીટ મોકલ્યું હતું અને સોનાના બિસ્કીટ ઉપર 10,000 ઓછો ભાવ આપવાનું કહ્યું હતું. 5 ગ્રામ વાળા 15 અને 10 ગ્રામના એક બિસ્કીટ હોવાનું કહ્યું હતું. જેથી ઓછા પૈસામાં સોનું મળતું હોવાથી આદિત્ય પાસેથી લેવા માટે તેને કુલ 61.21 લાખ રૂપિયા આપ્યા હતા. દ્વારકાધીશ હોટેલ બોલાવી હુમલો કર્યો પૈસા આપ્યા બાદ આદિત્યએ સોનાના બિસ્કીટ આપ્યા નહોતા અને અવારનવાર માંગવા છતાં પણ બિસ્કીટ કે રૂપિયા આપતો ન હોવાથી આ બાબતે સૌરભે બોપલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. ગઈકાલે 5 ઓક્ટોબરના રોજ આદિત્યએ આ બાબતે વાતચીત કરવા રાત્રે 11 વાગ્યે અસારવા દ્વારકાધીશ હોટેલ ખાતે બોલાવ્યો હતો. જેથી સૌરભ તેના ડ્રાઇવર સાથે ગાડી લઈને હોટેલ પાસે ગયો હતો. આદિત્યના પિતા દિલીપ પટેલ પણ ત્યાં હાજર હતા અને તેમને પૈસા પરત આપવા માટે કહ્યું હતું. જેથી દિલીપભાઈએ તે અમારા વિરુદ્ધમાં બોપલ પોલીસ સ્ટેશનમાં કેમ અરજી કરી એમ કહીને ગાળો બોલી હતી. કારમાં તોડફોડ કરી, મારી નાખવાની ધમકી આપી સૌરભે ગાળો બોલવાની ના પાડતા દિલીપભાઈએ લોખંડની પાઇપ લઈને માથાના પાછળના ભાગે મારી દીધી હતી અને બાદમાં એક અજાણ્યા ઇસમે પણ આવીને સૌરભની કારનો કાચ તોડી નાખ્યો હતો. આદિત્ય અને તેના પિતાએ હવે અહીંયા આવીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. બાદમાં 112 નંબરમાં ફોન કરતા પોલીસની ગાડી આવી હતી,જેથી આદિત્ય અને તેના પિતા ત્યાંથી જતા રહ્યા હતા. શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આદિત્ય રાઠોડ દિલીપ રાઠોડ અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મારામારી અંગેની ફરિયાદ નોંધાવતા શાહીબાગ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આદિત્ય રાઠોડના અન્ય કારનામા ઉલ્લેખનીય છે કે, અસારવા વિસ્તારમાં રહેતા કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રાઠોડ હંમેશા વિવાદમાં રહ્યો છે. આદિત્ય રાઠોડે નવરંગપુરા જીએલએસ કોલેજમાં પણ વિદ્યાર્થી સાથે મારામારી કરી હતી, જે તે સમયે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ તાજેતરમાં જ ગત મહિને સીજી રોડ ઉપર એક કરોડની મસ્ટંગ કાર લઈને યુવક સાથે બોલાચાલી કરી હોવા અંગેની પણ ઘટના બની હતી. સાબરમતીના વેપારીને સોનાના બિસ્કીટો આપવાની લાલચ આપી છેતરપિંડી કરવા મામલે પણ હવે પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે બંને પિતા પુત્ર વિરુદ્ધ પોલીસ ઊંડી તપાસ કરે તો અનેક બાબતો સામે આવી શકે છે. આદિત્ય રાઠોડ અને તેનો પરિવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં હંમેશા વિવાદમાં રહે છે. લોકો સાથે મારામારી અને હવે છેતરપિંડીની ફરિયાદ આવી છે ત્યારે આવા બેફામ બનેલા લોકો સામે કડક કાર્યવાહી માટે ત્યારે જો અમદાવાદ શહેર પોલીસ અને ગાંધીનગરથી ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપી કડક માં તડક કાર્યવાહી થાય તો આવા ગુનાઓમાં પણ ઘટાડો થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના સેકન્ડ રિંગરોડ પર સર્જાયો'તો અકસ્માત, CCTV:ફિલ્મની ટિકિટ લેવા જતા દંપતીને સ્કોર્પિયોએ ઠોકર મારતા વેપારીના પત્નીને ગંભીર ઈજા, 10 દિવસ બાદ યુનિવર્સિટી પોલીસે ચાલકની કરી ધરપકડ
    Next Article
    જામનગરમાં ડમ્પર નીચે યુવકનું મોત:CCTV ફૂટેજમાં ડમ્પર આવતા યુવક તેની તરફ દોડતો દેખાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment