Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ડમ્પર નીચે યુવકનું મોત:CCTV ફૂટેજમાં ડમ્પર આવતા યુવક તેની તરફ દોડતો દેખાયો

    1 day ago

    જામનગરમાં જકાતનાકા નજીક ડમ્પર નીચે આવી જતાં 36 વર્ષીય વિજય કાનજીભાઈ ગોહીલનું મોત થયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના અકસ્માત નહીં, પરંતુ આત્મહત્યા હોવાની આશંકા છે. સીટી-સી ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના ગઈકાલે બપોરે સાડા ચાર વાગ્યાની આસપાસ બની હતી. વિજય ગોહીલ જામનગરના જકાતનાકા નજીક પ્રજાપતિ શેરી નંબર-9માં રહેતા હતા. પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. તેમાં જોવા મળ્યું કે યુવક એક તરફ બેઠેલો હતો અને ડમ્પર આવતા અચાનક તેની તરફ દોડી ગયો. સવારના સમયે પણ યુવક આ જ સ્થળે આવ્યો હોવાના દૃશ્યો પોલીસને મળ્યા છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે યુવકનો કોઈ સાથે ઝઘડો થયો હતો કે કેમ. આ બનાવ અકસ્માત છે કે આત્મહત્યા, તે પોલીસ તપાસ પૂરી થયા બાદ જ સ્પષ્ટ થશે.
    Click here to Read More
    Previous Article
    કિશોર લંગડાના પુત્ર-પૌત્રનો ફરી આતંક:સાબરમતીના વેપારીને સોનાના બિસ્કીટ આપવાનું કહી લાખો રૂપિયા પડાવ્યાં, વાતચીત કરવા બોલાવી માર માર્યો
    Next Article
    સુરેન્દ્રનગરમાં Metatreder5 એપથી ડબ્બા ટ્રેડિંગ જુગાર રમતા 3 પકડાયા:શેરબજારના ભાવની વધઘટ પર સટ્ટો, 9.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment