Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષામાં સીટ નીચેથી પશુ માંસ મળ્યું, VIDEO:ગૌરક્ષકોએ રિક્ષા ચાલકને ઢોર માર મારતાં લોહીલુહાણ; અમદાવાદમાં રિક્ષામાં પશુ માંસની તસ્કરી, ખંજર પણ મળ્યું

    15 hours ago

    અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાંથી સ્થાનિક ગૌરક્ષકો દ્વારા રિક્ષામાં લઈ જવાતા પશુ માંસને ઝડપી પાડવામાં આવ્યું છે. રિક્ષામાં ડ્રાઇવર સીટની નીચે અને પાછળના ભાગે સીટમાં ઢાંકીને પશુ માંસની તસ્કરી કરવામાં આવતી હતી. ગૌરક્ષકો દ્વારા રિક્ષાને ઝડપી પાડવામાં આવી અને ડ્રાઇવરને ઢોર મારવામાં આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા સરદારનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સરદારનગર પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે. પશુ માંસને પરીક્ષણ માટે એફએસએલ ખાતે તપાસમાં મોકલવાની અને ગુન્હો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. રિક્ષામાં ડ્રાઇવર સીટની નીચે પશુ માંસના ટુકડા મળતી માહિતી મુજબ ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કુબેરનગર વિસ્તારમાંથી એક રિક્ષા પસાર થવાની છે જેમાં મોટા પ્રમાણમાં પશુ માંસ ભરેલું છે. જે બાતમીના આધારે એક રિક્ષા આવી હતી જેથી ગૌરક્ષકો દ્વારા તેને રોકવામાં આવી હતી. રિક્ષા રોકી ડ્રાઇવર સીટની નીચે જોતા કાપેલી હાલતમાં પશુ માંસના ટુકડાઓ મળી આવ્યા હતા. રિક્ષામાં પશુ માંસની તસ્કરી આ ઉપરાંત સીટની પાછળના ભાગે પણ ઢાંકેલી હાલતમાં પશુ માંસ મળી આવ્યું હતું. રિક્ષામાં કાપેલી હાલતમાં પશુ માસની તસ્કરી કરવામાં આવતી હોવાને લઈને લોકોએ ડ્રાઇવરને માર માર્યો હતો. સમગ્ર મામલે સરદારનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. માર મારતા રિક્ષાચાલક ઈજાગ્રસ્ત ગૌરક્ષકો અને સ્થાનિકોએ માર મારતા રિક્ષાચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સરદારનગર પોલીસે જે પશુ માંસ ઝડપાયું છે તેને કબજે કર્યું હતું અને એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યું છે તેમજ તસ્કરી કરનાર રિક્ષા ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પશુ માંસ FSLમાં મોકલ્યુ: PI આ મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના PI એસ.એ.ગોહિલે જણાવ્યું હતું કે પોલીસે પશુ માંસ એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપ્યું છે. જાણવાજોગ નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં લક્ઝુરિયસ કારમાં વાછરડાની ચોરી 24 ફેબ્રુઆરી, 2026એ ગાંધીનગરમાં અડાલજ પાસેના શનિદેવ મંદિર સામે લક્ઝુરિયસ કારમાં આવેલી ગેંગ વાછરડાની ચોરી કરી ફરાર થઈ જતા સીસીટીવીમાં કેદ થઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    સરકારે કહ્યું, 35 દિવસ પછી ગેસ બુકિંગની વાત ખોટી:ડિલિવરીના 25 દિવસ બાદ બીજું સિલિન્ડર બુક થશે, નિયમોમાં કોઈ બદલાવ નહીં
    Next Article
    BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં IVF સેન્ટર શરૂ કરાયું:ડોક્ટર સ્વામીએ પૂજાપાઠ કરીને ઉદ્ઘાટન કર્યું, સ્પેશિયાલિસ્ટએ કહ્યું: અમારો ઉદ્દેશ્ય માત્ર ટ્રીટમેન્ટનો જ નહીં, પણ આધ્યાત્મ સાથે જોડીને દર્દીનો તણાવ ઓછો કરવાનો છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment