Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં IVF સેન્ટર શરૂ કરાયું:ડોક્ટર સ્વામીએ પૂજાપાઠ કરીને ઉદ્ઘાટન કર્યું, સ્પેશિયાલિસ્ટએ કહ્યું: અમારો ઉદ્દેશ્ય માત્ર ટ્રીટમેન્ટનો જ નહીં, પણ આધ્યાત્મ સાથે જોડીને દર્દીનો તણાવ ઓછો કરવાનો છે

    12 hours ago

    વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાના સમન્વયરૂપ IVF કેન્દ્રનું BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત ડોક્ટર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. છેલ્લા 25 વર્ષથી લોકોના આરોગ્યની સુખાકારી માટે કાર્યરત ડોક્ટર સ્વામીએ આજથી 70 વર્ષ પહેલા તત્કાલિન બૉમ્બે યુનિવર્સિટીમાંથી MBBSની ઉચ્ચ પદવી પ્રાપ્ત કર્યા બાદ ત્યાગશ્રમ સ્વીકાર્યો હતો, તેઓના હસ્તે વંધત્વ્યના અભિશાપથી પીડિત યુગલો માટે આશીર્વાદરૂપ એવા IVF સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં આધુનિકતા સાથે આધ્યાત્મિકતાના સમન્વયરૂપ સુવિધા પ્રદાન કરવામાં આવશે. ઉદ્ઘાટન બાદ ડોક્ટર સ્વામીએ સારવાર કરાવનાર તમામ યુગલોને ત્યાં સંસ્કારી સંતાન જન્મ ધારણ કરે તેવી પણ અભિલાષા વ્યક્ત કરી હતી. સિનિયર ગાયનેકોલજિસ્ટ અને IVF સ્પેશિયલિસ્ટ ડૉ. નવીન પંચાલે જણાવ્યું હતું કે, આજે BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે નવા IVF સેન્ટરની વિધિવત રીતે પૂજા-વિધિ કરવામાં આવી છે. આ સેન્ટર દ્વારા અમે વડોદરાના દર્દીઓને વર્લ્ડ ક્લાસ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડની ટ્રીટમેન્ટ પૂરી પાડીશું. અહીં તમામ આધુનિક સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ રહેશે. અહીં ટેસ્ટ ટ્યુબ બેબી (IVF)ની સુવિધા મળશે અને IVFમાં થતી તમામ એડવાન્સ પ્રોસિજર અને ટેકનિક્સની ઉપયોગ કરવામાં આવશે. નિઃસંતાન દંપતીઓ માટે પ્રેગ્નન્સી રહે તે માટેની તમામ આધુનિક ટ્રીટમેન્ટ આપવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ IVF સેન્ટર અન્ય સેન્ટરો કરતા સાવ અલગ છે. સામાન્ય ભાષામાં કહીએ તો, અન્ય સેન્ટરોનો અભિગમ અલગ છે અને અમારો અભિગમ અલગ છે. અમે અહીં આધ્યાત્મિકતા સાથે IVF ટ્રીટમેન્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમે જોયું છે કે જે દંપતી ઇનફર્ટિલિટીની સારવાર હેઠળ હોય છે, તેઓ ખૂબ જ માનસિક અને આર્થિક તણાવમાંથી પસાર થતા હોય છે. અમારો ઉદ્દેશ્ય માત્ર મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનો જ નથી, પરંતુ તેને આધ્યાત્મ સાથે જોડીને દર્દીનો તણાવ ઓછો કરવાનો છે. જો તણાવ ઓછો હશે, તો ગર્ભાવસ્થા દરમિયાનની તેમની આખી સફર સરળ બનશે. અમારું લક્ષ્ય માત્ર ગર્ભધારણ કરાવવા પૂરતું મર્યાદિત નથી, પણ બાળક હાથમાં આવે ત્યાં સુધીની આખી પ્રેગ્નન્સીની જર્ની તણાવમુક્ત અને સુખદ બનાવવાનો છે. BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના CEO ડો. સમીર બ્રહ્મભટ્ટ એ જણાવ્યું હતું કે, આજે અમારા માટે ખૂબ જ આનંદની વાત છે કે BAPS શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના રજત જયંતી પર્વે સંસ્થાના વડીલ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીના હસ્તે આ IVF સેન્ટરનું ઉદ્ઘાટન થયું છે. અમારો અભિગમ હંમેશા આધ્યાત્મિકતા સાથે આધુનિક સારવાર આપવાનો રહ્યો છે. અહીં તમામ સુવિધાઓ અત્યંત આધુનિક છે, જેમાં લેટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ, ફેસિલિટી અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. અમને વિશ્વાસ છે કે ભગવાનના આશીર્વાદ અને આ આધુનિક ટેકનોલોજીના સંગમથી અમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પૂજ્ય ડોક્ટર સ્વામી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને ખૂબ જ રાજી થયા છે. તેમણે આશીર્વાદ આપતા જણાવ્યું કે, દંપતીઓ અહીં આવીને ભગવાનને પ્રાર્થના કરે અને તેમના સંતાનને સંસ્કારી બનાવે તે જ સાચું સુખ છે. IVFની જરૂરિયાત વધવા પાછળ કોઈ એક ચોક્કસ કારણ જવાબદાર નથી, પરંતુ મુખ્યત્વે ત્રણ-ચાર પરિબળો જોવા મળે છે. બદલાતી જતી ખાણીપીણીની શૈલી, આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં માનસિક તણાવ, હવે લગ્નની ઉંમર ધીરે ધીરે વધી રહી છે. આ ઉપરાંત ઘણા દંપતીઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવા માટે ફેમિલી પ્લાનિંગમાં મોડું કરે છે. આ કારણોસર અત્યારે નિઃસંતાન દંપતીઓમાં IVF સેન્ટરની જરૂરિયાત વધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રિક્ષામાં સીટ નીચેથી પશુ માંસ મળ્યું, VIDEO:ગૌરક્ષકોએ રિક્ષા ચાલકને ઢોર માર મારતાં લોહીલુહાણ; અમદાવાદમાં રિક્ષામાં પશુ માંસની તસ્કરી, ખંજર પણ મળ્યું
    Next Article
    235-Minute Dhurandhar 2 Makes Canada Theatres Break For 15-Minute Interval

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment