Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સપ્ટેમ્બરમાં 35% દુકાનો પર ખાંડ નહીં મળે?:25 ઓગસ્ટ સુધી ચલણ ભરનારને જ ખાંડ મળશે, ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનનો દાવો

    18 hours ago

    ગુજરાત રાજ્યના લાખો રેશનકાર્ડ ધારકો માટે સપ્ટેમ્બર માસમાં વિતરણ થનારી સરકારી ખાંડના જથ્થાને લઈને ભારે વિવાદ અને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ દામોદરદાસ મોદીએ વિગતો આપતાં જણાવ્યું છે કે, જે રેશનકાર્ડ પર ખાંડ મળવાપાત્ર છે તે પૈકી 25 ઓગસ્ટ સુધી જે સસ્તા અનાજના દુકાનદારોએ ચલણ ભર્યું હશે, માત્ર તેમના ચલણમાં જ ખાંડનો જથ્થો જનરેટ કરવામાં આવ્યો છે. 25 ઓગસ્ટ બાદ લંબાવાયેલી મુદતમાં જનરેટ થનારા ચલણમાં ખાંડ ફાળવવામાં આવી નથી. તેમણે રેશનકાર્ડ ધારકોને દુકાનદારો સાથે ખાંડ બાબતે વિવાદ ન કરવા અપીલ કરતાં સ્પષ્ટતા કરી છે કે સરકારે ખાંડ આપવાનું બંધ કર્યું હોવાથી તેની સંપૂર્ણ જવાબદારી પુરવઠા વિભાગની બને છે. 65% દુકાનોને જ ખાંડ મળશે, બાકીની 35% દુકાનોમાં ખાંડ વગર વિતરણની ભીતિ ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના મહામંત્રી હિતુભા જાડેજાના જણાવ્યા મુજબ, પુરવઠા વિભાગ દ્વારા 25 ઓગસ્ટ સુધી ભરાયેલા ચલણમાં ખાંડ મંજૂર કરાઈ છે, જ્યારે 26થી 31 ઓગસ્ટ સુધીની મુદતમાં ભરાયેલા ચલણમાં ખાંડ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં હાલ આશરે 65% ચલણ જનરેટ થઈ ચૂક્યા હોવાથી આ દુકાનોને ખાંડ મળશે, જ્યારે બાકીની 35% જેટલી વાજબી ભાવની દુકાનોમાં ખાંડ વગર જ અનાજ વિતરણ થવાની સ્થિતિ પેદા થઈ છે. એક જ ગામ કે શહેરમાં એક દુકાને ખાંડ મળે અને બીજી દુકાને ન મળે તો કાર્ડધારકોમાં ભારે રોષ અને ઘર્ષણ સર્જાવાની આશંકા વ્યક્ત કરીને એસોસિએશને તમામ દુકાનો માટે ફરી ખાંડ ફાળવવા પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે. રાજ્ય સરકારનો દાવો: ગુજરાતમાં 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો મોજૂદ બીજી તરફ, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં ખાંડની અછતની વાતને નકારી કાઢી જણાવ્યું છે કે ગુજરાતમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતમાં હાલ 17 સહકારી ખાંડ મિલો કાર્યરત છે, જેની પ્રતિદિન પીલાણ ક્ષમતા 73,800 ટન છે અને રાજ્યના 2 લાખથી વધુ ખેડૂતો વાર્ષિક આશરે 9 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન કરે છે. હાલમાં સીઝન પૂર્ણ થતાં મિલો બંધ હોવા છતાં ગુજરાતની ખાંડ મિલો પાસે અંદાજે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો સ્ટોક મોજૂદ છે અને 15 ઓક્ટોબર પછી નવી સીઝનમાં પીલાણ શરૂ થતાં જથ્થામાં વધુ મોટો વધારો નોંધાશે. શેરડીમાંથી સીધો ઇથેનોલ નહીં અને ખાંડના બજારભાવ પણ ઘટ્યા મંત્રી જીતુ વાઘાણીએ મહત્વની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈપણ ખાંડ મંડળી શેરડીના રસમાંથી સીધો ઇથેનોલ બનાવતી નથી, પરંતુ ખાંડ બનાવ્યા બાદ વધેલા મોલાસિસમાંથી જ ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉપરાંત અગાઉ ફેક્ટરીની બહાર ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ ₹6,500થી વધુ પહોંચી ગયા હતા, જે સરકારના અસરકારક નિયંત્રણ પગલાંને કારણે હાલ ઘટીને પ્રતિ ક્વિન્ટલ ₹6,000થી નીચે આવી ગયા છે. આગામી તહેવારોને ધ્યાને રાખીને બજારમાં ખાંડના ભાવો નિયંત્રણમાં રાખવા સાથે તમામ પાત્ર કાર્ડધારકોને ખાંડ વિતરણ અંગે સરકાર યોગ્ય પગલાં ભરશે.
    Click here to Read More
    Previous Article
    સુનીલ છેત્રીએ કહ્યું- બ્રાઝિલ-ઉરુગ્વે સામે રમવા પર થોડી ઈર્ષ્યા થઈ:20 વર્ષમાં મને આવી તક મળી નથી; 3 ઓક્ટોબરે ભારતનો મુકાબલો
    Next Article
    રિસાયેલી પત્નીને મનાવવા આવેલા પતિ છરી લઈ તૂટી પડ્યો:લોહીલુહાણ હાલતમાં મૂકીને નાસી છૂટ્યો, અફસોસ થતા ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી; અમદાવાદનો કાળજું કંપાવતો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment