Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિસાયેલી પત્નીને મનાવવા આવેલા પતિ છરી લઈ તૂટી પડ્યો:લોહીલુહાણ હાલતમાં મૂકીને નાસી છૂટ્યો, અફસોસ થતા ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી; અમદાવાદનો કાળજું કંપાવતો બનાવ

    19 hours ago

    અમરેલીના દંપતી વચ્ચે ચાલતા ઘરકંકાસનો કરુણ અંજામ આવ્યો. પતિથી નારાજ થઈ 10 દિવસ પહેલા પરિણીતા અમદાવાદના નિકોલમાં રહેતી તેમની બહેનના ઘરે આવી રહેતી હોય પતિ સમજાવવા આવ્યો હતો. સાળીના ઘરની અગાશી પર દંપતી વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે જ ઝઘડો ઉગ્ર બનતા પતિએ પત્નીને ધડાધડ છરીના ચારથી પાંચ ઘા મારી દીધા અને નાસી છૂટ્યો. ટ્રેનમાં અમરેલી જતી સમયે અફસોસ થતા ઢસા નજીક ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. જ્યારે પત્નીની હાલત ગંભીર ગણાવાઈ રહી છે. અમરેલી પરિણીતા પર અમદાવાદમાં જીવલેણ હુમલો અમરેલી જિલ્લામાં સાસરીમાં રહેતી રેખાને તેના પતિ ભાવેશ બારૈયા સાથે અણબનાવ બનતા 10 દિવસ પહેલા અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતી તેની નાની બહેનના ઘરે આવીને રહેતી હતી. જેને સમજાવવા માટે શનિવારે બપોરના સમયે ભાવેશ અમદાવાદ આવ્યો'તો. રેખાને પોતાની સાથે આવવા માટે ભાવેશ સમજાવી રહ્યો હતો આ સમયે જ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા ભાવેશે પોતાની પાસે રહેલી છરીથી રેખા પર હુમલો કરી દીધો. ચારથી પાંચ ઘા મારતા રેખાએ બૂમાબૂમ કરતા ભાવેશ ડરના માર્યો નાસી છૂટ્યો હતો. ટ્રેનમાં બેસી અમરેલી જવાના રવાના થયો પણ ઢસા પાસે આત્મહત્યા કરી રેખાને લોહીલુહાણ હાલતમાં મૂકી ભાવેશ અમદાવાદથી ટ્રેનમાં વતન જવા માટે રવાના થયો. પરંતુ, અફસોસ થતા અને પોલીસના ડરના કારણે બોટાદના ઢસા પાસે ટ્રેન હેઠલ પડતું મૂકી જીવ દઈ દીધો. રેખાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાઈ ભાવેશે છરીના ચારથી પાંચ ઘા મારતા રેખાને લોહીલુહાણ હાલતમાં જ સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યાં તેમની હાલત પણ ગંભીર ગણાવવામાં આવી રહી છે. રેખા અને ભાવેશને ત્રણ સંતાનો હોવાનું જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સપ્ટેમ્બરમાં 35% દુકાનો પર ખાંડ નહીં મળે?:25 ઓગસ્ટ સુધી ચલણ ભરનારને જ ખાંડ મળશે, ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનનો દાવો
    Next Article
    લૂંટ અને ઘરફોડના ગુનાનો ભેદ ઉકેલાયો:મોટા ખુંટવડામાં વહેલી પરોઢે ઘરમાં ઘૂસી દંપતી પર હુમલો કરી લૂંટ ચલાવનાર ચાર શખ્સો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment