Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લૂંટ અને ઘરફોડના ગુનાનો ભેદ ઉકેલાયો:મોટા ખુંટવડામાં વહેલી પરોઢે ઘરમાં ઘૂસી દંપતી પર હુમલો કરી લૂંટ ચલાવનાર ચાર શખ્સો ઝડપાયા

    19 hours ago

    મોટા ખુંટવડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહેલી પરોઢે ઘરમાં ઘૂસી દંપતી પર જીવલેણ હુમલો કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિતની મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટેલા ચાર કુખ્યાત શખ્સોને પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ઝડપી પાડી લૂંટના ગંભીર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો, આ બનાવ અંગે મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનએ મળતી માહિતી મુજબ ફરીયાદી અને તેમની પત્ની રાત્રે ઘરે સૂતા હતા ત્યારે વહેલી પરોઢે અશરે ત્રણ વાગ્યાના અરસામાં બે અજાણ્યા ઇસમો ઘરમાં ઘૂસી આવ્યા હતા, આરોપીઓએ ફરીયાદીની પત્ની દવલબેનનું મોઢું અને ગળું દબાવી, ડાબા કાનની બુટ્ટ તોડી ઈજા પહોંચાડી હતી અને ડાબા કાનમાંથી સોનાની એક ટોટી આશરે 4 ગ્રામ તથા જમણા કાનમાંથી પીતળની ત્રણ કડી આશરે 5 ગ્રામ મળી કુલ 40,000 રૂપિયાની કિંમતના મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જેના અનુસંધાનમાં મોટા ખુંટવડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ટીમ દ્વારા ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસ ચાર શખ્સો ને ઝડપી લીધા હતા જેમાં ગીલુ ઉર્ફે જીલુ ડાયાભાઈ ચારોલીયા ઉ.વ.42, રહે.ગાધકડા ગામ, સાવરકુંડલા, જી. અમરેલી, મનસુખ વેલાભાઈ ચારોલીયા ઉ.વ.36, રહે. ગાધકડા ગામ, તા. સાવરકુંડલા, જી. અમરેલી, દેવાત ઉર્ફે દેવાયત સંગ્રામભાઈ ચારોલીયા ઉ.વ.55, રહે. વડલી ગામ, તા. મહુવા, જી. ભાવનગર તથા નાથા ઉર્ફે નાથો ભીમાભાઈ પરમાર ઉ.વ.65, રહે. કરમદિયા ગામ, તા. મહુવા, જી. ભાવનગર વાળા ને ઝડપી લીધા હતા, ઝડપાયેલા શખ્સો પાસેથી સોનાની પોખાની (ટોટી) નંગ-1, ધાતુની કડી નંગ-3, સોનાનો ઢાળીયો, ચાંદીનો સિક્કો-1, પીળી ધાતુની રીંગ સાથેના બલોયા નંગ-2, 500 રૂપિયાની જૂના ચલણની નોટ નંગ-2, રોકડા રૂ. 33,000 તથા ઇકો ફોર વ્હીલ ગાડી નંબર GJ-04-DN-4521 કિંમત રૂપિયા 1,50,000 સહીત નો મુદ્દામાલ કબજે કર્યો હતો, આમ, ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
    Click here to Read More
    Previous Article
    રિસાયેલી પત્નીને મનાવવા આવેલા પતિ છરી લઈ તૂટી પડ્યો:લોહીલુહાણ હાલતમાં મૂકીને નાસી છૂટ્યો, અફસોસ થતા ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી; અમદાવાદનો કાળજું કંપાવતો બનાવ
    Next Article
    ભુજમાં સસ્તા સોનાની લાલચે રૂ. 32 લાખની ઠગાઈ:LCBએ ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી રોકડ રકમ રિકવર કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment