Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં સસ્તા સોનાની લાલચે રૂ. 32 લાખની ઠગાઈ:LCBએ ગણતરીના કલાકોમાં 4 આરોપીઓને ઝડપી રોકડ રકમ રિકવર કરી

    19 hours ago

    ભુજ શહેરમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી રૂ. 32 લાખની ઠગાઈના બનાવનો ભુજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી પાડી ઠગાઈથી મેળવેલી રૂ. 32 લાખની રોકડ રકમ અને પાંચ મોબાઈલ ફોન કબજે કર્યા છે. આ મામલે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં 28 ઓગસ્ટ, 2026ના રોજ ગુનો નોંધાયો હતો. ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. મકવાણા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. જેઠીએ ટીમને ઝડપી કાર્યવાહી કરવા દિશાનિર્દેશ આપ્યા હતા. LCBની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ શખ્સોની હિલચાલ પર નજર રાખી કાર્યવાહી હાથ ધરી હતી. તપાસના આધારે મહમદહનીફ ઉર્ફે મીઠીયો નુરમામદ સોઢા, અલીમામદ નુરમામદ સોઢા, અમીન મહમદહનીફ ઉર્ફે મીઠીયો સોઢા અને અબ્દુલ્લા ઉર્ફે અબ્દલ મીસરી ઉર્ફે જાની સુમરા નામના ચાર આરોપીઓને ઝડપી લેવાયા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 32 લાખ રોકડા અને રૂ. 25 હજારની કિંમતના પાંચ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ઠગાઈમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    લૂંટ અને ઘરફોડના ગુનાનો ભેદ ઉકેલાયો:મોટા ખુંટવડામાં વહેલી પરોઢે ઘરમાં ઘૂસી દંપતી પર હુમલો કરી લૂંટ ચલાવનાર ચાર શખ્સો ઝડપાયા
    Next Article
    હું સુસાઈડ કરું છું:પિતરાઈ ભાઈને તલાટીએ વીડિયો કોલ કરી ગળાફાંસો ખાધો, કાલોલના ભદ્રોલીમાં 10 વર્ષથી નોકરી કરતો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment