Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રત્યુષા બેનર્જી આત્મહત્યા કેસ:કોર્ટે 10 વર્ષ બાદ એક્સ બોયફ્રેન્ડ રાહુલ રાજ સિંહને કર્યો ડિસ્ચાર્જ, આત્મહત્યા માટે ઉશ્કેરવાનો ટ્રાયલ સમાપ્ત

    6 hours ago

    બોમ્બે હાઈકોર્ટે બુધવારે ટીવી અભિનેત્રી પ્રત્યુષા બેનર્જીના આત્મહત્યા કેસમાં અભિનેતા રાહુલ રાજ સિંહને ડિસ્ચાર્જ એટલે કે આરોપમુક્ત કરી દીધા. પ્રત્યુષા બેનર્જીને ટીવી શો ‘બાલિકા વધૂ’માં આનંદીનું પાત્ર ભજવવાથી ઓળખ મળી હતી. 1 એપ્રિલ 2016ના રોજ તેઓ મુંબઈના ગોરેગાંવ સ્થિત ભાડાના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. કોર્ટે 1 એપ્રિલ 2016ના રોજ પ્રત્યુષાના મૃત્યુના થોડા સમય પહેલાં થયેલી છેલ્લી ફોન પરની વાતચીતને મહત્વપૂર્ણ ગણાવી. જસ્ટિસ એસજી ડિગેની બેન્ચે કહ્યું કે વાતચીતના ટ્રાન્સક્રિપ્ટમાં અભિનેત્રીના પૂર્વ બોયફ્રેન્ડ રાહુલ તેમને આવું પગલું ભરવાથી રોકતા દેખાઈ રહ્યા છે. NDTVના અહેવાલ મુજબ, રાહુલે વાતચીતમાં કહ્યું હતું કે તેમણે પોતાની કાર પાછી વાળી લીધી છે અને પ્રત્યુષાને મળવા જઈ રહ્યા છે. વાતચીત પરથી એ પણ જાણવા મળ્યું કે પ્રત્યુષા પરેશાન હતી અને પોતાના માતા-પિતા સહિત અનેક લોકોને પોતાની સ્થિતિ વિશે જણાવી રહી હતી. માતા-પિતાએ ગંભીર આરોપો લગાવ્યા હતા પ્રત્યુષાના માતા-પિતાએ રાહુલ પર આત્મહત્યા માટે ઉશ્કેરવા, મારપીટ અને માનસિક-શારીરિક ત્રાસ આપવાના આરોપો લગાવ્યા હતા. રાહુલ તે સમયે પ્રત્યુષાનો બોયફ્રેન્ડ હતો અને બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. રાહુલ વિરુદ્ધ પ્રત્યુષાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ નોંધવામાં આવ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે જુલાઈ 2016માં તેમને આગોતરા જામીન આપ્યા હતા. ચાર્જશીટ બાદથી કાનૂની લડાઈ ચાલી રહી હતી પોલીસે 2018માં ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યાર બાદ રાહુલે કેસમાંથી ડિસ્ચાર્જ કરવા માટે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સેશન કોર્ટે તેમની અરજી ફગાવી દીધી. ત્યારબાદ રાહુલે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો. રાહુલના વકીલોએ શું દલીલ કરી રાહુલ તરફથી સિનિયર એડવોકેટ આબાદ પોંડા અને એડવોકેટ શ્રેયાંશ મીઠારેએ દલીલો કરી. તેમણે કહ્યું કે છેલ્લી વાતચીતથી સ્પષ્ટ થાય છે કે રાહુલે પ્રત્યુષાને કોઈ મોટું પગલું ભરવાથી રોકવાનો પ્રયાસ કર્યો હતો. વકીલોએ કહ્યું કે રાહુલ તે સમયે પ્રત્યુષાના ફ્લેટ તરફ જઈ રહ્યા હતા. તેથી તેમની સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ બનતો નથી. રાહુલના વકીલો મુજબ, છેલ્લી વાતચીતમાં પ્રત્યુષા પોતાની સ્થિતિ માટે અનેક લોકોને જવાબદાર ગણાવી રહી હતી. તેમાં તેમના માતા-પિતા પણ સામેલ હતા. વકીલોએ એ પણ સવાલ ઉઠાવ્યો કે આત્મહત્યા અંગેની કોઈ નોંધ ન મળવા છતાં રાહુલ વિરુદ્ધ ઉતાવળમાં FIR દાખલ કરવામાં આવી. તેમણે કહ્યું કે ટ્રાયલ ચાલુ રાખવું ‘કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ’ હશે. બોમ્બે હાઈકોર્ટે રાહુલની અરજી મંજૂર કરી અને તેમને કેસમાંથી ડિસ્ચાર્જ કરી દીધા. તેનો અર્થ એ છે કે પ્રત્યુષાના મૃત્યુ સાથે જોડાયેલા આ મામલામાં રાહુલ વિરુદ્ધ ટ્રાયલ નહીં ચાલે. રાહુલે પ્રત્યુષા સાથેની છેલ્લી વાતચીત વિશે જણાવ્યું હતું સિદ્ધાર્થ કન્નન સાથેની વાતચીતમાં રાહુલે પ્રત્યુષા સાથે થયેલી પોતાની છેલ્લી વાતચીત વિશે જણાવ્યું હતું. રાહુલના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે બપોરે લગભગ 3થી 4 વાગ્યે તેઓ લોખંડવાલા બેક રોડ પર હતા. તેમને મીત બ્રધર્સને મળવા જવાનું હતું. એ દરમિયાન પ્રત્યુષાનો ફોન આવ્યો. રાહુલે જણાવ્યું કે ફોન પર પ્રત્યુષાએ સૌથી પહેલાં તેમને કહ્યું, “બેબી, આઈ લવ યુ.” રાહુલે પણ જવાબમાં કહ્યું, “આઈ લવ યુ ટૂ.” રાહુલે જણાવ્યું હતું કે તેમણે પ્રત્યુષાને પૂછ્યું કે શું થયું છે. તેના પર પ્રત્યુષાએ કહ્યું કે તેઓ તેમની મુશ્કેલી સમજી શકતા નથી, કારણ કે ત્યાં કામ કરતી વખતે કથિત રીતે તેમને પરેશાન કરવામાં આવી રહી હતી. રાહુલના જણાવ્યા મુજબ, વાતચીત દરમિયાન પ્રત્યુષાએ પોતાના પિતા વિશે પણ વાત કરી. તેમણે જણાવ્યું કે પ્રત્યુષા પોતાના પિતાને લઈને ખૂબ પરેશાન હતી. રાહુલે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તેઓ આવી વાતો ન કરે. રાહુલે જણાવ્યું હતું કે ત્યાર બાદ તેમણે પ્રત્યુષાને કહ્યું કે તેઓ તરત પાછા આવી રહ્યા છે. તેમણે ફોન પર તેને શાંત રહેવા માટે કહ્યું અને પ્રેમથી વાત કરી. રાહુલના જણાવ્યા મુજબ, પ્રત્યુષાએ તેમને ફોન મૂકી દેવા કહ્યું. ત્યાર બાદ રાહુલે પોતાની કાર ફેરવી અને તેની પાસે જવા માટે પાછા નીકળી પડ્યા. પ્રત્યુષા બેનર્જીની કારકિર્દી પ્રત્યુષા બેનર્જીએ વર્ષ 2010માં ટીવી શો ‘રક્ત સંબંધ’થી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં વાણીના પાત્રમાં જોવા મળી હતી. પ્રત્યુષાને મોટી ઓળખ ‘બાલિકા વધૂ’થી મળી. વર્ષ 2010માં તેમણે શોમાં આનંદીનું પાત્ર ભજવ્યું. આ ભૂમિકાએ તેમને ઘર-ઘરમાં ઓળખ અપાવી. ત્યાર બાદ લોકો તેમને આનંદીના નામથી પણ ઓળખવા લાગ્યા. ‘બાલિકા વધૂ’ની સફળતા બાદ પ્રત્યુષાએ ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ની પાંચમી સીઝનમાં ભાગ લીધો. જોકે, ડાન્સના રિહર્સલમાં સહજ અનુભવ ન થવાને કારણે તેમણે શો છોડી દીધો. વર્ષ 2013માં તેઓ ‘બિગ બોસ 7’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યાં. ત્યાર બાદ તેમણે ‘હમ હૈં ના’, ‘સસુરાલ સિમર કા’ અને ‘ગુલમોહર ગ્રાન્ડ’ જેવા ટીવી શોમાં કામ કર્યું. તેમણે પોતાના પાર્ટનર રાહુલ રાજ સિંહ સાથે રિયાલિટી શો ‘પાવર કપલ’માં પણ ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    મુશ્તાક ખાનની પ્રેયર મીટમાં પહોંચ્યા સેલિબ્રિટીઝ:અભિનેતાને યાદ કરીને અંજન શ્રીવાસ્તવ ભાવુક થયા; પ્રેયર મીટમાંથી રાજપાલ યાદવને ભગાડવાનો દાવો ખોટો
    Next Article
    ઇઝરાયલી મુસાફર TV શો જોઈને પ્લેન ઉડાવતા શીખ્યો:હુમલાખોર પાઇલટને બાંધીને વિમાનને ક્રેશ થતા બચાવ્યું; PM મોદીએ કેપ્ટન સ્મિતના પરિવાર સાથે વાત કરી, બહાદુરીની પ્રશંસા કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment