Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં 'હર ઘર સ્વદેશી' રાખી મેળાનો પ્રારંભ:મહિલા સ્વસહાય જૂથોના ઉત્પાદનોને બજાર મળશે

    9 hours ago

    બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુરના બ્રહ્મર્ષિ હોલ ખાતે રાખી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મેળો ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ અભિયાન અંતર્ગત આયોજિત કરાયો છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ‘સ્નેહ ની રાખી સ્વાવલંબનની દોરી’ થીમ સાથે આ મેળાનું આયોજન થયું છે. જહાનારા બાગ પાસે આવેલા બ્રહ્મર્ષિ હોલ ખાતે યોજાયેલો આ રાખી મેળો 14 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી દરરોજ સવારે 11:00 કલાકથી રાત્રે 10:00 કલાક સુધી ખુલ્લો રહેશે. મેળામાં વિવિધ મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલી આકર્ષક રાખડીઓ ઉપરાંત અનેક સ્વદેશી ચીજવસ્તુઓના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. સ્થાનિક મહિલાઓ દ્વારા ઉત્પાદિત હસ્તકલાની ચીજવસ્તુઓ, ઘરગથ્થુ ઉત્પાદનો સહિત વિવિધ સ્વદેશી વસ્તુઓ મેળામાં ઉપલબ્ધ છે. આ મેળો મહિલા સ્વસહાય જૂથોને તેમના ઉત્પાદનો માટે બજાર અને ગ્રાહકો સુધી પહોંચવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડે છે. આ પ્રસંગે મંત્રી કમલેશ પટેલે મેળામાં વિવિધ મહિલા સ્વસહાય જૂથોના સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે મહિલાઓ સાથે સંવાદ કરીને તેમના ઉત્પાદનોની સરાહના કરી હતી. મંત્રીએ જણાવ્યું કે, મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે આવા મેળાઓ મહત્વપૂર્ણ માધ્યમ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, જો મહિલાઓને તેમના કૌશલ્ય અને ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળે, તો તેમની આવકમાં વધારો થઈ શકે છે અને તેઓ વધુ આત્મનિર્ભર બની શકે છે. મહિલાઓની આર્થિક ઉન્નતિથી પરિવાર, સમાજ અને દેશના વિકાસને નવી ગતિ મળશે. આ રાખી મેળા દ્વારા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ના સંદેશને જનજન સુધી પહોંચાડવાની સાથે સ્થાનિક સ્તરે ઉત્પાદિત સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન મળશે. આ ઉપરાંત, મહિલા સ્વસહાય જૂથોને આત્મનિર્ભર બનવાની નવી તકો પણ પ્રાપ્ત થશે.
    Click here to Read More
    Previous Article
    10 વર્ષના બાળકની હત્યા:અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
    Next Article
    યુવતી સાથે ફરતા શખસને સમજાવવા ગયેલા બે યુવકો પર હુમલો:ત્રણ સાગરીતે મળી પાઇપ, ધોકા અને છરીથી હુમલો કર્યો, બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment