Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતી સાથે ફરતા શખસને સમજાવવા ગયેલા બે યુવકો પર હુમલો:ત્રણ સાગરીતે મળી પાઇપ, ધોકા અને છરીથી હુમલો કર્યો, બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

    8 hours ago

    ભાવનગર શહેરના રૂવાગામ મફતનગર વિસ્તારમાં યુવતી સાથે ફરવાની બાબતે એક શખસને ઠપકો આપી સમજાવવા ગયેલા બે પિતરાઈ ભાઈઓ પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. ચાર શખસોએ એકસંપ થઈ લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને છરી વડે હુમલો કરી બંને યુવકોને લોહીલુહાણ કરી નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઘોઘારોડ પોલીસે આ મામલે ચાર હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સંબંધી યુવતી સાથે ફરતા હોવાથી ઠપકો આપવા ગયા હતા પોલીસ ફરિયાદ અનુસાર, રૂવાગામ મફતનગરમાં રહેતા 23 વર્ષીય મેહુલભાઈ જયેશભાઈ ધતુરાતરના પરિવાર/સંબંધીની યુવતી તે જ વિસ્તારમાં રૂવાપરી મંદિર પાસે રહેતા જીત રાવલ નામના શખસ સાથે ફરતી હતી. આ બાબત ધ્યાને આવતાં મેહુલભાઈ તેમજ તેમના માસીનો દીકરો ગતરોજ બપોરે આશરે 12.30 વાગ્યાની આસપાસ જીત રાવલના ઘર નજીક પહોંચ્યા હતા અને તેને યુવતી સાથે સંબંધ ન રાખવા તેમજ સુધરી જવા માટે શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરાઈને ઘાતક હથિયારોથી હુમલો કર્યો સમજાવટ દરમિયાન આરોપીઓ એકાએક ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ ચારેય શખસોએ ઘાતક હથિયારો સાથે બંને યુવકો પર તૂટી પડ્યા હતા: ઘોઘારોડ પોલીસ મથકે BNS અને GP એક્ટ હેઠળ ફરિયાદ હુમલા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મેહુલભાઈ અને તેમના પિતરાઈ ભાઈને ૧૦૮ મારફતે ભાવનગરની સર તખ્તસિંહજી (સર ટી.) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. મેહુલભાઈની ફરિયાદના આધારે ઘોઘારોડ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ (GP Act) હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુરમાં 'હર ઘર સ્વદેશી' રાખી મેળાનો પ્રારંભ:મહિલા સ્વસહાય જૂથોના ઉત્પાદનોને બજાર મળશે
    Next Article
    સુરતના સતીશ મરાઠા મર્ડર કેસમાં જેલમાંથી રચાયેલી સાજીશનો પર્દાફાશ:'GPSની બેટરી ઉતરે તે પહેલાં જ પતાવી દો', 20 કલાકમાં 3 પ્રયાસ બાદ ખેલ ખતમ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment