Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના સતીશ મરાઠા મર્ડર કેસમાં જેલમાંથી રચાયેલી સાજીશનો પર્દાફાશ:'GPSની બેટરી ઉતરે તે પહેલાં જ પતાવી દો', 20 કલાકમાં 3 પ્રયાસ બાદ ખેલ ખતમ કર્યો

    7 hours ago

    સુરતના ચકચારી સતીશ મરાઠા હત્યાકાંડમાં કોઈ ક્રાઈમ થ્રિલર ફિલ્મને પણ ટક્કર મારે તેવી ચોંકાવનારી વિગતો સામે આવી છે. રિમાન્ડ દરમિયાન હત્યાના મુખ્ય સૂત્રધાર રાહુલ મંડલે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે સતીશની હત્યાનું સમગ્ર કાવતરું જેલના સળિયા પાછળ બેસીને જ ઘડવામાં આવ્યું હતું. મંડલે શૂટર્સને સ્પષ્ટ ફરમાન આપ્યું હતું કે સતીશના વાહનમાં લગાવેલા GPS ટ્રેકરની બેટરી પૂરી થાય તે પહેલાં જ તેને પતાવી દેવાનો છે. આ આદેશ મળતાં જ હત્યારાઓએ ૨૦ કલાકની અંદર સળંગ ૩ વખત હુમલાના પ્રયાસ કર્યા હતા અને આખરે ત્રીજા પ્રયાસે તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 2 મહિના પહેલાં હથિયારો પહોંચાડ્યા પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે સતીશને ખતમ કરવા માટે મહિનાઓ અગાઉથી બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી. રાહુલ મંડલના ઈશારે સૂર્યભાન પ્રસાદ નામના શખ્સે બે મહિના પહેલાં જ સુરતમાં પિસ્તોલ પહોંચાડી દીધી હતી, જે રાહુલ ભટકા મારફતે કડોદરા જઈ સનીને સોંપાઈ હતી. સતીશની દરેક હિલચાલ પર ચોવીસે કલાક બાજ નજર રાખવા માટે નવસારીથી ખાસ જીપીએસ (GPS) ટ્રેકર મંગાવીને ગુપચુપ રીતે સતીશના વાહનમાં ફિટ કરી દેવાયું હતું. ગોડાદરા અને ખટોદરામાં શિકાર બે વખત હાથમાંથી સરકી ગયો હત્યારાઓ સતીશને ઘેરવા સતત તેની પાછળ લાગેલા હતા. હત્યાના આગલા દિવસે રાત્રે તમામ શૂટર્સ ગોડાદરા વિસ્તારમાં ભેગા થયા હતા અને આસ્તી નગર તરફ સતીશને ઘેરવાનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ મેળ ન બેસતાં યોજના નિષ્ફળ રહી હતી. બીજા દિવસે સવારે ખટોદરા બાજુ પણ 4 શખ્સો સતીશની ઘેરાબંધી કરવા પહોંચ્યા હતા, પરંતુ સતીશ ત્યાંથી પણ બચીને નીકળી ગયો હતો. મહાવીર કોલેજ પાસે લાઈવ ટ્રેકિંગ કરી ભેસ્તાનમાં ઢાળી દીધો બે નિષ્ફળ પ્રયાસો બાદ જીપીએસ સ્ક્રીન પર સતીશનું લાઈવ લોકેશન મહાવીર કોલેજ તરફ જતું દેખાયું હતું. સતીશ સાથે એક યુવતી પણ હોવાથી તે સંપૂર્ણપણે અસાવધ હતો. હત્યારાઓએ તુરંત કોલેજ બહાર પોઝિશન ગોઠવી દીધી હતી અને તમામ હુમલાખોરો કોલ પર સતત લાઈવ કનેક્ટેડ હતા. સતીશ જેવો કોલેજ બહાર નીકળીને ભેસ્તાન પહોંચ્યો કે તરત જ હત્યારાઓ તેના પર તૂટી પડ્યા હતા અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. સતીશના તમામ જૂના દુશ્મનોની ફોજ બનાવી આ મર્ડર પાછળ ઊંડી અદાવત અને બદલાની આગ કારણભૂત હતી. સતીશ મરાઠાએ ભૂતકાળમાં આ ગેંગના સભ્યો પૈકી કોઈના બનેવીને તો કોઈના સગાને ઘરમાં ઘૂસીને માર માર્યો હતો. રાહુલ મંડલે સતીશ સામે અંટસ ધરાવતા આવા તમામ જૂના દુશ્મનોને શોધી-શોધીને એક જ પ્લેટફોર્મ પર લાવી આખી ટીમ તૈયાર કરી હતી. માત્ર પાંડેસરાના 'આર.કે.' નામના શખ્સને સતીશ સાથે કોઈ સીધી દુશ્મની નહોતી, જેને મંડલે છેલ્લી ઘડીએ સાથે જોડ્યો હતો. હાલ સુરત ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ દરમિયાન આ સમગ્ર ગુનાહિત ષડયંત્રના વધુ ટેક્નિકલ અને ફોરેન્સિક પુરાવા એકત્ર કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    યુવતી સાથે ફરતા શખસને સમજાવવા ગયેલા બે યુવકો પર હુમલો:ત્રણ સાગરીતે મળી પાઇપ, ધોકા અને છરીથી હુમલો કર્યો, બંને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    सुमित सरकार, एक बेहतरीन इतिहासकार, शानदार शिक्षक को हमारा अलविदा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment