Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, 12 માળ ઊંચો નદી પરનો બ્રિજ:સાબરમતી નદી પર બ્રિજનું બાંધકામ પૂર્ણ, પુલનું બાંધકામ બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડથી કરાયું

    7 hours ago

    દેશનો સૌથી મહત્વનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એટલે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે અમદાવાદમાં સાબરમતી નદી પર 480 મીટર લાંબા બ્રિજનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આશરે 36 મીટર(આશરે 118 ફૂટ) ઊંચો આ બ્રિજ 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો છે. આ બ્રિજ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી મુખ્ય રેલવે લાઇનની નજીક આવેલો છે, જે જમીનથી આશરે 14.8 મીટરની ઊંચાઈ પર છે. આ બ્રિજ સાબરમતી સ્ટેશનથી 1 કિલોમીટર અને અમદાવાદ સ્ટેશનથી 4 કિલોમીટરના અંતરે આવેલો છે. પુલનું બાંધકામ બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડથી કરાયું છે. 3 તસવીરમાં બુલેટ ટ્રેનનો સાબરમતી નદી પર 480 મીટર લાંબો બ્રિજ વર્ટિકલ ક્લિયરન્સ જાળવવા બ્રિજના પિલરની ઊંચાઈ વધુ રખાઈ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરની કામગીરી મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ચાલી રહી છે. બુલેટ ગતિથી ચાલતી બુલેટ ટ્રેન કોરિડોરની કામગીરીમાં ફ્લાયઓવર, પુલ, રેલવે લાઇન અને મેટ્રો કોરિડોર આવે છે. હાલની માળખાકીય સુવિધાઓથી જરૂરી વર્ટિકલ ક્લિયરન્સ જાળવવા માટે સાબરમતી નદી બ્રિજના પિલરની ઊંચાઈ વધુ રાખવામાં આવી છે. 4 પિલર નદીના પટમાં અને 2 પિલરની બંને કિનારા પર આ પુલમાં 8 સર્ક્યુલર પિલર છે, જેનો વ્યાસ 6થી 6.5 મીટરની વચ્ચે છે. તેમાંથી 4 પિલર નદીના પટમાં અને 2 પિલરની નદીના બંને કિનારા પર—દરેક તરફ 1, જ્યારે 2 પિયર્સ નદીના કિનારાની બહાર આવેલા છે. પિલરની વ્યૂહાત્મક ગોઠવણીથી નદીના જળપ્રવાહમાં ઓછામાં ઓછો અવરોધ રહે તેને લઈ રાખવામાં આવ્યા છે. આ પુલમાં 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનનો સમાવેશ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના મોટા ભાગના નદી પુલોમાં આશરે 40 મીટરના નાના સ્પાન છે, જ્યારે સાબરમતી નદી પુલમાં 50થી 76 મીટર સુધીના લાંબા સ્પાન બનાવવામાં આવ્યા છે. આથી નદીના પટમાં જરૂરી પિયર્સની સંખ્યા ઘટાડવામાં મદદ મળી છે. આ પુલમાં 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનનો સમાવેશ થાય છે. દરેક સ્પાનમાં 23 સેગમેન્ટ છે, જેનું કાસ્ટિંગ બાંધકામ સ્થળ પર જ ઇન-સિટુ કરવામાં આવ્યું છે. આ સેગમેન્ટના બાંધકામ માટે ઉચ્ચ સ્તરની પ્રિસિઝન એન્જિનિયરિંગ, કુશળ માનવબળ તેમજ દરેક તબક્કે ગુણવત્તાની ચકાસણી જરૂરી રહી છે. પુલના ડેકની નીચે પરંપરાગત સ્કેફોલ્ડિંગ ઉભું કર્યા વિના સુપર-સ્ટ્રક્ચરનું બાંધકામ પુલનું બાંધકામ બેલેન્સ્ડ કેન્ટિલીવર મેથડ (Balanced Cantilever Method) દ્વારા કરવામાં આવ્યું છે. આ એક વિશિષ્ટ બાંધકામ પદ્ધતિ છે, જે નદીઓ અને ઊંડા જળમાર્ગો પર લાંબા સ્પાનવાળા પુલોના બાંધકામ માટે યોગ્ય છે. આ પદ્ધતિમાં પુલના ડેકની નીચે પરંપરાગત સ્કેફોલ્ડિંગ ઉભું કર્યા વિના સુપર-સ્ટ્રક્ચરનું બાંધકામ કરી શકાય છે. પિયર્સ પરથી સેગમેન્ટને ક્રમશઃ સ્થાપિત કરવામાં આવે છે અને પોસ્ટ-ટેન્શનિંગ દ્વારા તેમને જોડવામાં આવે છે. દરેક પિયરની બંને બાજુ સંતુલિત રીતે બાંધકામ કરીને એક સ્થિર અને સતત બ્રિજ ડેક તૈયાર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં કુલ 25 નદી પુલ છે, જેમાંથી 21 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં નિર્ધારિત 21 નદી પુલોમાંથી 18નું બાંધકામ હવે પૂર્ણ થઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    સિવિલના ડોક્ટરો હાજરી પુરાવી પોતાની પ્રાઈવેટ હોસ્પિટલે જતા હોવાનો આક્ષેપ:જૂનાગઢમાં ડો. કેતન પરમારે કહ્યું-જ્ઞાતિ આધારિત ભેદભાવ રાખે છે; ડીને કહ્યું-અમને રજૂઆત મળશે તો કાર્યવાહી કરાશે
    Next Article
    The Game That Got Banned and Earned Billions | GTA 6

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment