Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રિક્ષામાં પશુ માસની તસ્કરી, VIDEO:ડ્રાઇવર સીટની નીચે અને પાછળના ભાગે માસના ટુકડા, ખંજર પણ મળ્યું; ગૌરક્ષકોએ ચાલકને ઢોર માર મારતા લોહીલુહાણ

    3 days ago

    અમદાવાદ શહેરના કુબેરનગર વિસ્તારમાંથી સ્થાનિક ગૌરક્ષકો દ્વારા રિક્ષામાં લઈ જવાતા પશુ માંસને ઝડપી પાડવામાં આવ્યું છે. રિક્ષામાં ડ્રાઇવર સીટની નીચે અને પાછળના ભાગે સીટમાં ઢાંકીને પશુ માંસની તસ્કરી કરવામાં આવતી હતી. ગૌરક્ષકો દ્વારા રિક્ષાને ઝડપી પાડવામાં આવી અને ડ્રાઇવરને ઢોર મારવામાં આવ્યો હતો. પોલીસને જાણ કરવામાં આવતા સરદારનગર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ઇજાગ્રસ્ત રિક્ષાચાલકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સરદારનગર પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે. પશુ માંસને પરીક્ષણ માટે એફએસએલ ખાતે તપાસમાં મોકલવાની અને ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. રિક્ષામાં ડ્રાઇવર સીટની નીચે પશુ માંસના ટુકડા મળતી માહિતી મુજબ ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કુબેરનગર વિસ્તારમાંથી એક રિક્ષા પસાર થવાની છે જેમાં મોટા પ્રમાણમાં પશુ માંસ ભરેલું છે. જે બાતમીના આધારે એક રિક્ષા આવી હતી જેથી ગૌરક્ષકો દ્વારા તેને રોકવામાં આવી હતી. રિક્ષા રોકી ડ્રાઇવર સીટની નીચે જોતા કાપેલી હાલતમાં પશુ માંસના ટુકડાઓ મળી આવ્યા હતા. રિક્ષામાં પશુ માસની તસ્કરી આ ઉપરાંત સીટની પાછળના ભાગે પણ ઢાંકેલી હાલતમાં પશુ માંસ મળી આવ્યું હતું. રિક્ષામાં કાપેલી હાલતમાં પશુ માસની તસ્કરી કરવામાં આવતી હોવાને લઈને લોકોએ ડ્રાઇવરને માર માર્યો હતો. સમગ્ર મામલે સરદારનગર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. માર મારતા રિક્ષાચાલક ઈજાગ્રસ્ત ગૌરક્ષકો અને સ્થાનિકોએ માર મારતા રિક્ષાચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સરદારનગર પોલીસે જે પશુ માંસ ઝડપાયું છે તેને કબજે કર્યું હતું અને એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યું છે તેમજ તસ્કરી કરનાર રિક્ષા ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ડમ્પર, ડેથ ને રેસના ફિલ્મી દ્રશ્યો, VIDEO:રાહદારીને મોત આપી બેફામ ડમ્પર ભગાડ્યું, ટુ-વ્હીલર ચાલકોએ જીવના જોખમે પીછો કર્યો પણ ભાગી ગયો; અમદાવાદમાં હિટ એન્ડ રન
    Next Article
    અમદાવાદમાં અકસ્માતના બે બનાવ:જમાલપુરમાં પૂરઝડપે સ્કોર્પિયો ફૂટપાથ પર ચઢી ગઈ, ચાલક સગીર હોવાની ચર્ચા; નવરંગપુરામાં બુલેટે એક્ટિવાને ઉડાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment