Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા હવામાં ઊડી ખાડામાં પડી, VIDEO:દીવમાં પુરપાટ ઝડપે આવેલી કારે જોરદાર ટક્કર મારી, ચમત્કારિક રીતે બચેલી મહિલા ઊભી થઈને ચાલવા લાગી

    16 hours ago

    દીવના ડાંગરવાડી ગામે બે દિવસ પહેલાં સર્જાયેલા એક ભયાનક અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક બેકાબૂ કારે રસ્તાની સાઈડમાં ચાલતી મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલા હવામાં ફંગોળાઈને સીધી બાજુના ખાડામાં પડી ગઈ હતી. જોકે, આ ઘટનામાં મહિલાનો ચમત્કારિક બચાવ થયો છે, જેને પગલે પરિવારે કુદરતનો આભાર માન્યો છે. રસ્તાની સાઈડમાં ચાલતી મહિલાને મારી ટક્કર મળતી માહિતી મુજબ, દીવના ડાંગરવાડી ગામે બપોરના આશરે 4 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી. 'ભારત બાર'ની સામે મુખ્ય માર્ગ પર લીલાવતીબેન અનિલકુમાર બામણીયા નામના મહિલા સાઈડ પર ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન એક કારના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને લીલાવતીબેનને અડફેટે લીધા હતા. ટક્કર માર્યા બાદ કાર ચાલક ઈજાગ્રસ્ત મહિલાની મદદ કરવાના બદલે માનવતા ભૂલીને ઘટનાસ્થળેથી ગાડી ભગાડી ફરાર થઈ ગયો હતો. સદનસીબે મહિલા બાજુના ખાડામાં ખાબકતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ તેઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. 2 દિવસની મહેનત અને 40 CCTV કેમેરા ફેંદ્યા બાદ પોલીસને મળી સફળતા અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કાર ચાલકને પકડવા માટે દીવ કોસ્ટલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આખા દીવમાં લગાવેલા કેમેરા, ઝોલાવાડી ગ્રામ પંચાયત, ભારત બાર તેમજ ગુજરાતની તડ ચેક પોસ્ટ સહિતના વિસ્તારોના અંદાજે 40 જેટલા CCTV કેમેરા ચેક કર્યા હતા. સતત બે દિવસની ભારે જહેમત બાદ આખરે એ ગુનેગાર કાર પોલીસના કેમેરામાં કેદ થયેલી મળી આવી હતી. ગીર સોમનાથના કાર ચાલકની થઈ ઓળખ પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જનાર કાર ગીર સોમનાથ જિલ્લાના સુતરાપાડાના ભવાનીવાવ ગામની છે. કારનો નંબર GJ-32-AA-1029 છે અને કાર માલિકનું નામ અભિષેક કાનજીભાઈ કાચેલા છે. કાર ચાલક જે રીતે બેફામ ગાડી ચલાવી રહ્યો હતો, તે જોતાં તે કોઈ કેફી પીણું પીધેલી હાલતમાં હોય તેવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે. હાલ દીવ કોસ્ટલ પોલીસ સ્ટેશનમાં આ કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને ઝડપી પાડવા માટે દીવ પોલીસે ગુજરાત પોલીસની મદદ લઈને શોધખોળ હાથ ધરી છે. દીવમાં વધતા અકસ્માતો ચિંતાનો વિષય દીવમાં હાલના દિવસોમાં પ્રવાસીઓનો ધસારો વધતાં 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ' અને 'હિટ એન્ડ રન'ના ગંભીર ગુનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દીવ પ્રશાસન અને ટ્રાફિક પોલીસ દ્વારા જો આ બાબતે કોઈ કડક એક્શન પ્લાન બનાવવામાં નહીં આવે, તો દીવના રસ્તાઓ વધુ ગોઝારા બને તેવી ભીતિ સેવાઈ રહી છે. પ્રવાસીઓની સુરક્ષા સાથે સ્થાનિક લોકોની સલામતી માટે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવું હવે અનિવાર્ય બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં કૃષ્ણસાગર તળાવમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો:નગરપાલિકાની ટીમે બહાર કાઢી, ઓળખ પ્રક્રિયા ચાલુ
    Next Article
    મેટ્રિમોનિયલ સાઈટ પર 'જિજ્ઞાસા કપૂર'ની નકલી પ્રોફાઈલ બનાવી સાયબર ફ્રોડ:ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી 2.30 કરોડ પડાવ્યા, ડોકટર સહિત 5 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment