Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેટ્રિમોનિયલ સાઈટ પર 'જિજ્ઞાસા કપૂર'ની નકલી પ્રોફાઈલ બનાવી સાયબર ફ્રોડ:ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી 2.30 કરોડ પડાવ્યા, ડોકટર સહિત 5 ઝડપાયા

    13 hours ago

    મેટ્રિમોનિયલ સાઈટ પર જિજ્ઞાસા કપૂર નામની નકલી પ્રોફાઈલ બનાવી સુરતના એક યુવક સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. નકલી પ્રોફાઈલના માધ્યમથી યુવક સાથે મિત્રતા કેળવી ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવી ફ્રોડ કરવામાં આવ્યો હતો. જેની તપાસ કરતા ફ્રોડના તાર ગુજરાતથી નેપાળ સુધી ખૂલ્યા છે. પોલીસે રૂ. 2.30 કરોડના સાયબર ફ્રોડ મામલે પોલીસે એક ડોકટર સહિત પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે બેંક ખાતામાં કૌભાંડના નાણાં ટ્રાન્સફર થયા છે તે બેંક ખાતાનો 31 સાયબર ફ્રોડના ગુનામાં ઉપયોગ થયાનું ખૂલ્યું છે. જેમાં કૂલ 15 કરોડની હેરાફેરી થઈ હોવાનું પણ સામે આવ્યું છે. મેટ્રિમોનિયલ સાઈટ, ફોરેક્સ ટ્રેડિંગ અને સાયબર ફ્રોડ સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આરોપીઓએ મેટ્રિમોનિયલ સાઇટ પર 'જિગ્યાસા કપૂર' નામની નકલી પ્રોફાઇલ બનાવી હતી. ત્યારબાદ 'Dilsafar' એપ મારફતે ભોગ બનનારનો સંપર્ક કરી ફોરેક્સ ટ્રેડિંગમાં શરૂઆતમાં રૂ.50 હજારનું રોકાણ કરાવ્યું હતું. તેમાં નફો બતાવી ભોગ બનનારનો વિશ્વાસ જીત્યા બાદ RoboForex પ્લેટફોર્મમાં વધુ રોકાણ કરવા પ્રેરિત કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, આરોપીઓએ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ.2.30 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં એકાઉન્ટ લોક થઈ ગયું હોવાનું કહી વધુ નાણાં જમા કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. ત્યારે ભોગ બનનારને છેતરપિંડીની શંકા જતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. RP કેમિકલ નામની ખોટી પેઢીના બેંક ખાતામાં કૌભાંડના નાણાં ટ્રાન્સફર કરાયા ડૉ. ઝાલાએ જણાવ્યું કે, આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે અન્ય લોકોના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા અને R.P. Chemicals નામની ખોટી પેઢી બનાવી તેના ખાતાઓ મારફતે છેતરપિંડીની રકમ સ્વીકારી અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. 31 સાયબર ફ્રોડના ગુનામાં બેંક ખાતાનો ઉપયોગ થયો તપાસ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા બેંક ખાતાઓની વિગતો NCRP પોર્ટલ પર ચકાસતા દેશભરમાં નોંધાયેલા 31 સાયબર ફ્રોડ કેસો સાથે કડી મળી છે. આ તમામ કેસોમાં અંદાજે રૂ.3.15 કરોડથી વધુના સાયબર ફ્રોડ સામે આવ્યા છે.ડૉ. ઝાલાના જણાવ્યા મુજબ, પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 7 મોબાઇલ ફોન, એક આધાર કાર્ડ અને એક પાસબુક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે હાથ ધરી હતી. ગુજરાતથી બેંક ખાતાની કીટ નેપાળ મોકલવામાં આવી હતી આ ગુના કામે પકડાયેલ આરોપીઓ દ્વારા પોતાના આર્થિક ફાયદા સારુ આરોપી રાજ અતુલભાઇ પડસાલાનાએ પોતાની પેઢી R.P. Chemicalsના નામે ખાતું ખોલાવી તેની કીટ સહ આરોપી યાજ્ઞિક અશોકભાઈ રામાણીને કમિશનથી આપેલ અને તેઓએ સહ આરોપી જયદીપકુમાર બટુકલાલ આરદેસણા ઉર્ફે ડોક્ટર જે ઉપલેટા ખાતે પોતાનુ ક્લીનીક ચલાવે છે તેઓ મારફતે આરોપી લક્ષ્મણ વાઘેલાનો સંપર્ક કરી પંકજ પાસવાન મારફતે દિલ્હી ખાતે રાહુલનો સંપર્ક કરી સરફરાઝ મારફતે નેપાળ ખાતે સદર ખાતાની કીટ છેતરપીંડીના રૂપિયા સગેવગે કરવા સારુ પુરી પાડી હતી. ઝડપાયેલા આરોપીઓના નામ
    Click here to Read More
    Previous Article
    મહિલા હવામાં ઊડી ખાડામાં પડી, VIDEO:દીવમાં પુરપાટ ઝડપે આવેલી કારે જોરદાર ટક્કર મારી, ચમત્કારિક રીતે બચેલી મહિલા ઊભી થઈને ચાલવા લાગી
    Next Article
    ધાર્મિક આયોજન:ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું 30મું વાર્ષિક સંમેલન અમદાવાદમાં યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment