Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફરાંતફરી:મ.સ.યુનિ.ની હેડ ઑફિસમાં પ્રવેશેલા સાપે સ્ટાફને 30 મિનિટ દોડતો રાખ્યો

    12 hours ago

    મ.સ.યુનિવર્સિટીની હેડ ઑફિસમાંથી સવારે ધામણ સાપ ઘૂસી જતાં રેસક્યુ કરાયો હતો. 10 વાગ્યે સાપ ઘૂસતાં ઓફિસમાં અફરાતફરી થઇ હતી, સ્ટાફ 30 મિનીટ દોડતો રહ્યો હતો અને વિદ્યાર્થી-વાલીઓ 1 કલાક બહાર ઉભા રહ્યા હતાં. જો કે સાપ બિનઝેરી ધામણ નીકળતાં અને રેસ્ક્યુ કરાતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો. સિક્યુરિટી ગાર્ડે ઓફિસમાં સાપ જતો જોતા રેસક્યુઅર હાર્દિક પવારને જાણ કરી હતી. ત્યાં સુધીમાં હેડ ઓફીસ ખાલી થઈ ગઈ હતી. સ્ટાફ અને વિદ્યાર્થીઓ-વાલીઓએ 1 કલાક ઓફિસની બહાર ઊભા રહેવું પડ્યું હતું. ઓફિસનો સામાન હટાવતાં તિજોરી પાછળ જોવા મળ્યો હતો. તેને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપાયો હતો. સાપ ધામણ પ્રજાતિનો બિનઝેરી સાપ હોવાની જાણ થતાં સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. હેડ ઓફિસની આસપાસ 200થી વધારે ધામણનો વસવાટ, પાટલા ઘો પણ વધુ વાઈલ્ડ રેસક્યુ ટ્રસ્ટના સંચાલક હાર્દિક પવાર અનુસાર, યુનિ. પરિસર અને હેડ ઑફિસ આસપાસ ઝાડી-ઝાંખરા વધુ છે, વિશ્વામિત્રી પણ નજીક છે. ઝાડી-ઝાંખરાવાળુ વાતાવરણ ઘામણને અનુકુળ આવે છે. અહીં આસાપાસ અંદાજે 200થી વધારે ઘામણ સાપનો વસવાટ છે. આ ઉપરાંત પાટલા ઘો પણ જોવા છે. યુનિવર્સિટી આસપાસ વિસ્તારમાંથી પાટલા ઘોનું અનેકવાર રેસક્યુ કરવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    શીતળાકુંડ મંદિરે શીતળા સાતમે ભક્તોનું મહેરામણ ઉમટ્યું:1200 વર્ષ જૂના ઐતિહાસિક શીતળાકુંડ મંદિરે શીતળા સાતમે ઉમટી હજારો શ્રદ્ધાળુઓની ભીડ: મહિલાઓએ પૂજન-અર્ચન કરી પરિવારની સુખાકારી અને રોગમુક્તિ માટે પ્રાર્થના કરી
    Next Article
    Neem Karoli Baba पर बनी Film Hanuman Ansh को लेकर Kangana Ranaut ने की तारीफ | Box Office Collection

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment