Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 6 મહિનામાં બીજુ હાફ એન્કાઉન્ટર:પરવેઝ અંસારી કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ હુલાવી ભાગ્યો, સ્વબચાવમાં PIએ ગોળી મારી; રડતો નજરે પડ્યો

    1 day ago

    સુરત શહેરની લિંબાયત પોલીસે 6 મહિનામાં બીજીવાર મધરાતે હાફ એન્કાઉન્ટર કર્યું છે. શહેરના વરાછા, કતારગામ અને મહિધરપુરા જેવા વિસ્તારોમાં તરખાટ મચાવી લૂંટ ચલાવનાર ઝારખંડના રીઢા લૂંટારુ પરવેઝ મુશરફ અન્સારીએ પોલીસ પર ચપ્પુથી જીવલેણ હુમલો કરતાં લિંબાયત પોલીસ સ્ટેશનના PI ડી. ડી. ચૌહાણે સ્વબચાવમાં તેના ડાબા પગમાં ગોળી મારી દબોચી લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત 11 મેના રોજ પણ પોલીસે એક હત્યાના આરોપી પર ફાયરિંગ કરીને તેને ઝડપી પાડ્યો હતો. લિંબાયત પોલીસ સ્ટેશનના PI ડી. ડી. ચૌહાણે જણાવ્યું કે, ગત રાત્રે પોલીસ ટીમ પેટ્રોલિંગ કરતી-કરતી નીલગીરી ગ્રાઉન્ડ પાસે પહોંચી ત્યારે પોલીસને જોઈને એક શખસ ભાગવા લાગ્યો હતો, જેથી શંકા જતાં પોલીસ કર્મચારી અનિલકુમાર અમરસિંહ તેને પકડવા પાછળ દોડ્યા હતા. તે દરમિયાન આ શખસે પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢી અનિલકુમારને કમરના ભાગે મારી દીધું હતું. ત્યારબાદ અન્ય પોલીસ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને ચપ્પુ ફેંકી તાબે થઈ જવા ચેતવણી આપી હતી, પરંતુ તે ન માનતા પહેલા એક રાઉન્ડ હવામાં અને તેમ છતાં તે તાબે ન થતાં બીજો રાઉન્ડ તેના પગ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ઈજાગ્રસ્ત થયેલા આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ અને ઘાયલ પોલીસ કર્મચારી અનિલકુમારને લિંબાયતની ગેલેક્સી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. વધુ પૂછપરછમાં ઝડપાયેલા આરોપીએ પોતાનું નામ પરવેઝ મુશરફ અંસારી (રહે. મમતા સિનેમા પાસે, લિંબાયત; મૂળ રહે. ઝારખંડ) હોવાનું તથા ગઈકાલે વરાછા, મહિધરપુરા અને કતારગામમાં બનેલા લૂંટના બનાવો પોતાના મિત્ર ગુડ્ડુ ઉર્ફે લક્ષ્મણ સાથે મળીને આચર્યા હોવાની કબૂલાત કરી છે, જેની પાસેથી લૂંટના અન્ય મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે અને હાલ વધુ તપાસ ચાલી રહી છે. નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હિલચાલ અને પીછો મળતી વિગતો અનુસાર, સુરત શહેરમાં ગુનાખોરી ડામવા માટે લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ પીઆઈ ડી.ડી. ચૌહાણની આગેવાનીમાં રાત્રિના આશરે ત્રણ વાગ્યાના અરસામાં સરકારી વાનમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી. પોલીસની ટીમ જ્યારે લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે અંધારામાં ઉભેલો એક શંકાસ્પદ શખ્સ પોલીસની ગાડી જોઈને અચાનક ગભરાઈ ગયો હતો અને ગ્રાઉન્ડ તરફ દોટ મૂકી હતી. આ શખ્સની શંકાસ્પદ હિલચાલ જોઈને પીઆઈ ડી.ડી. ચૌહાણ અને સ્ટાફના જવાનોએ તાત્કાલિક સરકારી વાનમાંથી નીચે ઉતરીને અંધારામાં આ શખ્સનો પીછો શરૂ કર્યો હતો અને તેને ચારેબાજુથી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોન્સ્ટેબલના પેટમાં ચપ્પુ હુલાવ્યું, સ્વબચાવમાં PIએ ગોળી ચલાવી પોલીસ ટીમ જ્યારે દોડીને આરોપીની એકદમ નજીક પહોંચી ગઈ ત્યારે સાથે રહેલા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ (અ.પો.કો.) અનિલકુમાર અમરસિંહે હિંમત દાખવી આરોપીને દબોચી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની પકડમાંથી છટકવા માટે આરોપીએ પોતાની કમરમાં છુપાવેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢીને કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહના પેટના ભાગે હુલાવી દીધું હતું, જેના કારણે કોન્સ્ટેબલ લોહીલુહાણ થઈ ગયા હતા. પરિસ્થિતિ અત્યંત ગંભીર બનતા પીઆઈ ડી.ડી. ચૌહાણે આરોપીને હુમલો બંધ કરી ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપી હતી અને તેને ડરાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. તેમ છતાં આરોપી સરેન્ડર થવાને બદલે ઉશ્કેરાઈને ખુલ્લા ચપ્પુ સાથે પીઆઈ ડી.ડી. ચૌહાણ પર પણ જીવલેણ હુમલો કરવા ધસી આવ્યો હતો. આખરે, પોતાનો અને સ્ટાફનો જીવ બચાવવા માટે પીઆઈ ચૌહાણે સ્વબચાવમાં આરોપીના પગના ભાગે ફાયરિંગ કર્યું હતું. ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ અને આરોપીને અલગ-અલગ હોસ્પિટલમાં ખસેડાયા પીઆઈ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં આરોપીના ડાબા પગમાં ગોળી વાગતા તે સ્થળ પર જ ફસડાઈ પડ્યો હતો, જે બાદ પોલીસે તેને કાબૂમાં લઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. ચપ્પુના હુમલામાં ઘાયલ થયેલા કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહને તાત્કાલિક સારવાર અર્થે લિંબાયતની ગેલેક્સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, ડાબા પગમાં ગોળી વાગવાથી ઘાયલ થયેલા આરોપીને કડક પોલીસ જાપ્તા હેઠળ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે, જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે. ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારની લૂંટનો ભેદ ઉકેલાયો, સાગરિતની શોધખોળ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા આરોપીની ઓળખ પરવેઝ મુશરફ અન્સારી (હાલ રહે. મમતા ટોકીઝ પાસે, લિંબાયત; મૂળ રહે. ઝારખંડ) તરીકે થઈ છે. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેણે ગઈકાલે વહેલી સવારે પોતાના સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ સાથે મળીને શહેરના વરાછા, કતારગામ અને મહિધરપુરા વિસ્તારમાં રાહદારીઓને નિશાન બનાવી લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસેથી લૂંટમાં ગયેલા કેટલાક મોબાઈલ ફોન પણ રિકવર કર્યા છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થયેલા તેના સાગરિત લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. 6 મહિના પહેલાં 11 મેના રોજ પણ લિંબાયત પોલીસે કર્યું હતું ફાયરિંગ નોંધનીય છે કે, લિંબાયત પોલીસ દ્વારા ગુનેગારો પર ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેવી 6 મહિનામાં આ બીજી ઘટના છે. આ અગાઉ 11 મેના રોજ લિંબાયતના રામજી મંદિર પાસે બાઈક અથડાવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં 17 વર્ષીય અનુરાગ પવાર નામના યુવકની જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના ગુનામાં ફરાર આરોપી રાહુલ જોગીને લિંબાયત પોલીસ બાતમીના આધારે મીઠી ખાડી પાસેથી પકડવા ગઈ ત્યારે તેણે પણ પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુથી હુમલો કરી શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તે સમયે પણ પોલીસે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી આરોપી રાહુલ જોગીના પગમાં ગોળી મારી તેને ઝડપી પાડ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ----------------------- આ પણ વાંચો ભાગ્યો એ મર્યો, ગુજરાતમાં નવું કલ્ચર, શું લોકોને ખુશ કરવા પોલીસ એન્કાઉન્ટર કરવા લાગી
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત, બેનાં મોત:લક્ઝરી બસ અને ટેન્કરની જોરદાર ટક્કર, 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત
    Next Article
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈ-વે પર અકસ્માત, બેના મોત:ધોરાજીથી સુરત લગ્નમાં જતી લક્ઝરી બસ અને ટેન્કરની જોરદાર ટક્કર; બાળકો સહિત 30થી વધુ ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment