Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પાક-સોજા થવાથી લગભગ' 30% શ્વાનના મોત:મહેસાણામાં શ્વાન ખસીકરણ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, વિપક્ષી નેતાની આંદોલનની ચીમકી

    7 hours ago

    મહેસાણા કોર્પોરેશન દ્વારા શહેરમાં હાથ ધરવામાં આવેલા શ્વાન ખસીકરણ પ્રોજેક્ટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસ પક્ષના નેતા ભૌતિક વી. ભટ્ટે મ્યુનિસિપલ કમિશનર અને મેયરને પત્ર લખીને આ સમગ્ર કામગીરીમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો સણસણતો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે ખસીકરણ માટેના ડોક્ટરની નિયુક્તિમાં કોઈ સત્તાવાર ઠરાવ, કમિટી, ઇન્ટરવ્યુ કે જાહેરાત વિના માત્ર સગાવાદ ચલાવવામાં આવ્યો છે. પાક-સોજા થવાથી લગભગ 30% શ્વાનના મોત આ ઉપરાંત ઓપરેશન કોઈ નિષ્ણાતને બદલે બિનઅનુભવી વ્યક્તિ (લે-મેન) દ્વારા કરવામાં આવતા હોવાનો અને તેના કારણે ઓપરેશન બાદ શ્વાનોમાં પાક-સોજા થવાથી લગભગ 30% મૃત્યુ પામ્યા હોવાનો ગંભીર દાવો કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ડોક્ટરોની સહી સાથેના કોઈ લેખિત પુરાવા કે આંકડા ઉપલબ્ધ નથી અને શહેરમાં ડોગનું સંવર્ધન યથાવત જોવા મળતા કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. વિપક્ષી નેતાની આંદોલનની ચીમકી આ કથિત ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી 16 સપ્ટેમ્બર 2026થી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ આંદોલન સંગ્રામના ભાગરૂપે કોર્પોરેશનના મુખ્ય દ્વારે ભ્રષ્ટાચારના શ્વાન ખસીકરણનું પ્રથમ તોરણ બાંધીને વિરોધ નોંધાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શેરબજારમાં રૂ. 1.46 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના 2 સાગરીતો ઝડપાયા:વલસાડના શખસને વધુ નફાની લાલચ આપી ઠગાઈ કરી, પોલીસે ડીસાથી ઝડપ્યા
    Next Article
    Rajkot Bomb Threat | રાજકોટની સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી | Rajkot Court | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment