Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 વર્ષ જુના કેસમાં ચુકાદો આવ્યો:સેશન્સ કોર્ટે પત્નીની હત્યા અને સાસુની હત્યાના પ્રયાસના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી

    1 day ago

    રાજકોટમાં દારૂ પી અવારનવાર પતિ પોતાની પત્નીને મારકૂટ કરી ઝઘડા કરી ત્રાસ આપતો હોવાથી કંટાળી પત્ની પોતાના માવતર ચાલી ગઈ હતી. જોકે, આ પછી પતિ પ્રકાશ પરમાર પત્ની નમ્રતાને લેવા માટે ગયો હતો પરંતુ, પત્નીએ સાથે આવવાની ના પાડતા રોષે ભરાયેલા પતિ પ્રકાશે છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા નિપજાવી હતી જયારે દીકરીને બચાવવા વચ્ચે પડેલા સાસુને પણ છરી વડે હુમલો કરી તેની પણ હત્યાનો પ્રયાસ કર્યો હતો. આજે 8 વર્ષ બાદ કેસ ચાલી જતા કોર્ટે આરોપી પ્રકાશ પરમારને તકસીરવાન ઠેરવી પત્નીની હત્યા કેસમાં આજીવન કેદની સજા અને રૂ.10,000નો દંડ જયારે સાસુની હત્યાની કોશિશના ગુનામાં 5 વર્ષની કેદની સજા અને રૂપિયા 5000નો દંડ સેશન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો છે. દારૂ પી અવારનવાર પત્ની સાથે ઝઘડા કરતો પ્રકાશ પરમાર નામનો શખસ દારૂ પી અવારનવાર પત્ની સાથે ઝઘડા કરતો અને મારકૂટ કરતો હોવાથી તેની પત્ની નમ્રતા કંટાળી પોતાના માવતર ચાલી ગઈ હતી. આ દરમિયાન ગત તા.23.06.2018ના રોજ આરોપી પ્રકાશ પરમારના પત્ની નમ્રતાને પરત પોતાની સાથે લઇ જવા પ્રયાસ કર્યો હતો પરંતુ, પત્ની નમ્રતા પતિની વાત માની ન હતી, જેથી ઉશ્કેરાઈને આરોપી પતિ પ્રકાશે પોતાના નેફામાંથી છરી કાઢી પત્નીને ઉપરાછાપરી ઘા મારી હત્યા નિપજાવી હતી. આ દરમિયાન તેના સાસુ મીનાબેન પોતાની દિકરીને બચાવવા માટે વચ્ચે પડતા આરોપી પ્રકાશે સાસુ મીનાબેનને પણ છરીના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્ની નમ્રતાનું મોત નીપજ્યું હતુ અને સાસુ મીનાબેનનો લાંબી સારવારથી જીવ બચી ગયો હતો. આરોપી દ્વારા નિર્દોષ છોડી મુકવા કરાઈ રજુઆત પોલીસ તપાસ બાદ પ્રકાશ પરમાર સામે ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ આરોપી જેલવાસ ભોગવી રહ્યો હતો. સરકાર તરફે તમામ પુરાવાઓ રજુ થયા બાદ આરોપી દ્વારા બચાવ લેવામાં આવ્યો હતો કે, બનાવ નજરે જોનાર આરોપીના મોટા સાસુ અને સાળીએ જે નિવેદનો આપ્યા તેનાથી તેઓની જુબાનીમાં વિસંગતતા છે. આ ઉપરાંત આરોપી પ્રકાશ પરમારના કપડા ઉપર બંનેમાંથી કોઈપણ ઈજાગ્રસ્તના લોહીના ડાઘ મળી આવ્યા નથી. આ તમામ પરિસ્થિતીનો લાભ આરોપીને આપી તેને નિર્દોષ છોડી મુકવો જોઈએ. આરોપીએ પોતાના કપડા પરના લોહીના ડાઘ ધોઈ નાખ્યા હોવાનુ અનુમાન જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ દલીલ કરી જણાવ્યુ હતુ કે, આરોપીનો બચાવ કરવા માટે જે-જે વકીલ રોકાયેલા હતા તેમાના કોઈપણે બનાવ સમયે આરોપી બનાવ સ્થળે આવેલ નહી હોવાનુ સાબિત કરી શક્યા નથી. પોલીસ તપાસ દરમિયાન બંને ઈજાગ્રસ્તોને ઈજાઓ પહોંચાડવા માટે કોઈ અન્ય વ્યકિતએ કોઈ અન્ય કારણોસર ઈજા કરી હોય તેમ પણ જણાવ્યું નથી. આ બનાવ સ્થળેથી આરોપી ભાગી જતા બનાવના બીજા દિવસે પકડાયો હતો. 24 કલાકના સમયગાળામાં આરોપીએ પોતાના કપડા ઉપરના લોહીના ડાઘ ધોઈ નાખ્યા હોવાનુ અનુમાન છે. કોર્ટે આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા ફટકારી આ બનાવના બે દિવસ બાદ પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીએ ગુનામાં ઉપયોગ કરેલ છરી કાઢી આપી હતી. વૈજ્ઞાનિક પરીક્ષણ દરમિયાન આ છરી પર મૃતકના લોહીના ડાઘ મળી આવ્યા હતા. આરોપીએ જ આપેલ આ છરી ઉપર મૃતકનું લોહી મળી આવ્યું હોય તે વૈજ્ઞાનિક પુરાવો આરોપી વિરૂધ્ધ સૌથી મજબુત પુરાવો છે. સરકાર તરફેની આ દલીલના અંતે અધિક સેશન્સ જજ એ. કે. શાહ સાહેબે આરોપીને પોતાની પત્ની નમ્રતાની હત્યાના ગુન્હામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને 10,000નો દંડ ફરમાવ્યો છે તથા સાસુ મીનાબેનની હત્યાના પ્રયાસના ગુન્હામાં આરોપીને તકસીરવાન ઠરાવી 5 વર્ષની સખ્ત કેદની સજા અને 5,000નો દંડ ફટકાર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ઠગાઈ કેસનો એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:સાબરકાંઠા LCB એ હિંમતનગર પાસેથી આરોપીને ઝડપી લીધો, કાયદેસરની કાર્યવાહી શરૂ
    Next Article
    વડોદરામાં સોમવારથી 30 ઈ-બસ દોડતી થશે:હવે ટ્રાયલ રન કરાઈ, મહિનાઓથી આવેલી ધૂળ ખાતી બસ દોડતી જોવા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment