Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર LCBએ પવનચક્કી કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો:કાલાવડ-લાલપુરમાંથી ચાર આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાયા

    18 hours ago

    જામનગર LCB પોલીસે કાલાવડ અને લાલપુર વિસ્તારમાં પવનચક્કીના કોપર કેબલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે રૂ. 1,06,510ના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. આ ચોરીઓ પવનચક્કીના ટાવરમાંથી અર્થિંગ માટેના કોપર કેબલ વાયરની હતી. LCBએ ગણતરીના કલાકોમાં આ ગુનાઓનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીના માર્ગદર્શન હેઠળ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના નેતૃત્વમાં વિશેષ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસીમાં આવેલા 'અર્જુન મેટલ' કારખાનામાં દરોડો પાડી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં હાજીભાઈ આદમભાઈ ખફી, અસગરભાઈ યુસુબભાઈ ખફી અને ગુલામહુશેન ઉર્ફે ભંભો ગફારભાઈ ખફી (ત્રણે રહે. મસીતીયા, જામનગર)નો સમાવેશ થાય છે. ચોરીનો મુદ્દામાલ ખરીદનાર બળવંતભાઈ દિલીપભાઈ ગોહીલ (રહે. મોરકંડા, જામનગર) પણ ઝડપાયો છે. ખીમલીયા ગામનો કાનાભાઈ નામનો આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આરોપીઓ પાસેથી આશરે 120 મીટર કોપર કેબલના ટુકડા (રૂ. 71,400), એક મોટરસાયકલ (રૂ. 25,000), બે મોબાઇલ ફોન (રૂ. 10,000) તેમજ કટર મશીન અને વાયર કાપવાના સાધનો સહિત કુલ રૂ. 1,06,510નો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસ દરમિયાન કાલાવડ રૂરલ અને લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે કેબલ ચોરીના ગુનાઓ ઉકેલાયા છે. આરોપીઓએ લગભગ એક મહિના અગાઉ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના વડાળી ગામની સીમમાં આવેલી ચાર પવનચક્કીઓમાંથી પણ કોપર વાયર ચોરીની કબૂલાત આપી છે. મુખ્ય આરોપી હાજીભાઈ ખફી સામે અગાઉ પણ કાલાવડ રૂરલ, લાલપુર અને ભાયાવદર પોલીસ સ્ટેશનોમાં ચોરી અને અન્ય ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સમગ્ર કાર્યવાહી LCBના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા તથા એલસીબી સ્ટાફની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    Apple lets US customers lease an iPhone for $17.99 a month: What is Apple Upgrade?
    Next Article
    તરણેતરના મેળાની તૈયારીઓ શરૂ:કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી; વિભાગોને નિર્દેશ આપ્યા;14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન મેળો યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment