Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં અકસ્માતના બે બનાવ:જમાલપુરમાં પૂરઝડપે સ્કોર્પિયો ફૂટપાથ પર ચઢી ગઈ, ચાલક સગીર હોવાની ચર્ચા; નવરંગપુરામાં બુલેટે એક્ટિવાને ઉડાવ્યું

    5 days ago

    અમદાવાદ શહેરમાં રફ્તારના કહેર વચ્ચે અકસ્માતની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં જમાલપુર વિસ્તારમાં વહેલી સવારે એક પૂરઝડપે આવતી સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી સીધી ફૂટપાથ પર ચઢી ગઈ હતી, જેમાં ચાલક સગીર હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ તેજ કરી છે. બીજી તરફ, નવરંગપુરા સ્ટેડિયમ રોડ પર બેફામ દોડતા બુલેટ સવારે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન થઈ જતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો છે. ટ્રાફિક પોલીસે બંને મામલે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી ફૂટપાથ પર ચડાવી દીધી જમાલપુરમાં વહેલી સવારે એક સ્કોર્પિયો ગાડી પૂરઝડપે નાના રસ્તામાં ફૂટપાથ ચઢી ગઈ હતી. કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. જોકે અકસ્માતમાં કોઈ ઇજા પહોંચી નથી, પરંતુ અકસ્માત કરનાર સગીર વયનો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બનાવ અંગે હજુ સુધી કોઈ ફરિયાદ થઈ નથી, પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ પાર્થ ચૌધરીએ જણાવ્યું કે, અકસ્માત કરનારને લાયસન્સ સાથે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો છે જે આવ્યા બાદ સગીર છે કે નહીં તે જાણ થશે. બુલેટ બાઈકના ચાલકે પૂરઝડપે ટક્કર મારતા ત્રણેય નીચે પટકાયા અન્ય અકસ્માતમાં નવરંગપુરા સ્ટેડિયમ રોડ પાસે એક એક્ટિવા પર હોટલમાં કામ કરનાર વિજયસિંહ પરમાર અને શૈલેષ નામનો યુવક જઈ રહ્યા હતા. ત્યારે એક બુલેટ બાઈકના ચાલકે પૂરઝડપે ટક્કર મારતા ત્રણેય નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં શૈલેષને સામાન્ય ઇજા પહોંચી હતી, જ્યારે વિજયસિંહને મોઢાના ભાગે ગંભીર ઇજા થતા બેભાન થઈ ગયો હતો. બુલેટ બાઈકના ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. જેથી ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બી-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં રિક્ષામાં પશુ માસની તસ્કરી, VIDEO:ડ્રાઇવર સીટની નીચે અને પાછળના ભાગે માસના ટુકડા, ખંજર પણ મળ્યું; ગૌરક્ષકોએ ચાલકને ઢોર માર મારતા લોહીલુહાણ
    Next Article
    અફવા ફેલાવનાર સામે નડિયાદ પોલીસે ફરિયાદ નોંધી:આરોપીએ યુદ્ધના માહોલમાં અનાજ-પેટ્રોલિયમની અછત સર્જાવાની પોસ્ટ મૂકી ગભરાટ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment