Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફવા ફેલાવનાર સામે નડિયાદ પોલીસે ફરિયાદ નોંધી:આરોપીએ યુદ્ધના માહોલમાં અનાજ-પેટ્રોલિયમની અછત સર્જાવાની પોસ્ટ મૂકી ગભરાટ ફેલાવાનો પ્રયાસ કર્યો હતો

    3 days ago

    નડિયાદ શહેરમાં સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવવા બદલ એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના બહાને અનાજ અને પેટ્રોલિયમ પેદાશોની અછત સર્જાશે તેવી ખોટી અફવા ફેલાવવામાં આવી હતી. આ ઘટના 23 માર્ચ, 2026 થી 24 માર્ચ, 2026 દરમિયાન બની હતી. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ, આરોપીએ ફેસબુકના માધ્યમથી લોકોમાં ભય અને ગભરાટનો માહોલ ઉભો થાય તેવી ખોટી વિગતો પોસ્ટ કરી હતી. તેણે દાવો કર્યો હતો કે યુદ્ધને કારણે દેશમાં રાશન અને ઈંધણની અછત સર્જાશે, જેના કારણે લોકોએ જીવનજરૂરી વસ્તુઓનો સંગ્રહ કરી લેવો જોઈએ. પોસ્ટમાં જણાવાયું હતું કે ગેસના બોટલ મળવા મુશ્કેલ બન્યા છે અને પેટ્રોલ, ડીઝલ તેમજ ખાદ્ય તેલ પણ બંધ થવાની શક્યતા છે. આરોપીએ પોતાના અનુભવ તરીકે એવું પણ લખ્યું હતું કે નડિયાદમાં ચાર પેટ્રોલ પંપ પર ફર્યા બાદ માંડ એક પંપ પરથી એક કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી પેટ્રોલ મળ્યું હતું અને અત્યારે માત્ર એક જ પેટ્રોલ પંપ ચાલુ છે. આ ઉપરાંત, તેણે લોકોને ઘરમાં રોકડ રકમ રાખવાની સલાહ આપી હતી. તેણે દાવો કર્યો હતો કે જો ઈન્ટરનેટ બંધ થઈ જશે તો બેંકના સર્વર ડાઉન થશે અને એટીએમ કે ઓનલાઈન વ્યવહારો ચાલશે નહીં, તેવા સંજોગોમાં ઘરમાં રાખેલી રોકડ જ કામ આવશે. આવી પાયાવિહોણી વાતો લખીને તેણે સામાન્ય જનતામાં ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની વિગતો મુજબ, સલુણ બજાર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. રાવજીભાઈ ઈશ્વરભાઈને સોશિયલ મીડિયા મોનિટરિંગ દરમિયાન 'રાણા જીગ્નેશભાઈ પી.' નામના આઈડી પરથી મુકવામાં આવેલી આ પોસ્ટ ધ્યાને આવી હતી. પોલીસે આ કૃત્યને જાણીજોઈને અંધાધૂંધી ફેલાવવાનો પ્રયાસ ગણી ગંભીરતા દાખવી હતી. ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં અકસ્માતના બે બનાવ:જમાલપુરમાં પૂરઝડપે સ્કોર્પિયો ફૂટપાથ પર ચઢી ગઈ, ચાલક સગીર હોવાની ચર્ચા; નવરંગપુરામાં બુલેટે એક્ટિવાને ઉડાવ્યું
    Next Article
    દિવ્યાંગ સંસ્થાના બે કર્મનિષ્ઠોનું રાજકોટમાં ભવ્ય સન્માન કરાયું.:​જૂનાગઢની સાંપ્રત સંસ્થાના અનિલ વાણવી અને પ્રફુલ પરમારને અમદાવાદની વિશાલવીન ફાઉન્ડેશન દ્વારા 'ધ એન્જલ ગાર્ડિયન એવોર્ડ' એનાયત.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment