Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં કાર ચાલકનો આતંક, VIDEO:ભરચક બજારમાં બેફામ રીતે ગાડી ચલાવી 4થી 5 વાહનને અડફેટે લીધા, 3થી 4 લોકોને ફંગોળ્યા; લોકોએ કાચ તોડી રોકવાનો પ્રયાસ કર્યો

    1 day ago

    વડોદરા શહેરના એમજી રોડ પર એક કાર ચાલકે આતંક મચાવ્યો હતો. કાર ચાલકે પોતાની કાર બેફામ રીતે હંકારી હતી અને 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા જેમાં એક્ટિવાચાલક મહિલા સહિત 3થી 4 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાને પગલે સિટી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ન્યાય મંદિરથી પાણીગેટ સુધીના રોડ પર અફરાતફરી હાલ તહેવારો ચાલી રહ્યા હોવાથી બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આવા સમયે ગઈકાલેે મોડી રાત્રે શહેરના ન્યાય મંદિરથી પાણીગેટ સુધીના રોડ ઉપર એક કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવી હતી. જેને પગલે આ રોડ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. એક કાર ચાલક આડેધડ ચલાવી રહ્યો હતો. જેને કારણે વાહન ચાલકો અને ચાલતા જતા લોકોમાં ભયનો માહોલ થયો હતો. એક્ટિવા ચાલકને અડફેટે લીધો આ દરમિયાન પાણીગેટ વિસ્તારમાં સૌરાષ્ટ્ર મેડિકલ સ્ટોર પાસે પાછળથી પૂરઝડપે જતી કારનો વીડિયો કોઈ વ્યક્તિએ ઉતારી લીધો હતો. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, કેટલાક લોકો કાર ચાલકને ઉભો રાખવાનો પ્રયાસ કરે છે, પરંતુ કાર ચાલક બેફામ રીતે કાર ચલાવીને ભાગે છે અને એક એક્ટિવા ચાલકને ટક્કર પણ મારે છે અને પછી ભાગી જાય છે. જેમાં એક વ્યક્તિ ઈજાગ્રત થઈ હતી. આ ઘટના જોઈને આસપાસના લોકોમાં ખૂબ જ ગભરાટ ફેલાઈ ગયો હતો. પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો ઘટનાને પગલે સિટી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને પોલીસ દ્વારા વિસ્તારના CCTV ફૂટેજ તપાસીને કાળા કલરની કારના ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અવારનવાર કાર અકસ્માતથી લોકોમાં આક્રોશ ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં બેફામ રીતે કાર ચલાવીને કાર ચાલકો અનેકવાર અકસ્માતો કરે છે. ત્યારે ફરી એકવાર આ પ્રકારે કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવીને અકસ્માત કરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આ પ્રકારના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા માટે લોકમાંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    કલોલમાં ઓઈલ-ટાયરના ગોડાઉનમાં આગ:લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા, આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નખાયો, સર્વિસ રોડને બંધ કરાયો
    Next Article
    રાજકોટ મનપા ચૂંટણી પહેલા એક્શન મોડમાં:આવક વધારવા 5 ટાઉનશીપની કુલ 52 દુકાનોની જાહેર હરાજીનો તંત્ર દ્વારા તખ્તો ઘડાયો, મનપાની તિજોરીમાં કરોડો ઠલવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment