Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલોલમાં ઓઈલ-ટાયરના ગોડાઉનમાં આગ:લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા, આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નખાયો, સર્વિસ રોડને બંધ કરાયો

    14 hours ago

    કલોલ શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલા એક ઓઈલના ગોડાઉનમાં ગત(18 માર્ચ) મધરાત્રે ભયાનક આગ ફાટી નીકળતા સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવો પડ્યો હતો. આ આગમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જોકે સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઓઈલ અને ટાયરના ગોડાઉનમાં આગ કલોલ શહેરના કર્મયોગી સોસાયટી વિસ્તારમાં આવેલા એક ઓઈલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. મધરાત્રિના સમયે જ્યારે શહેર નિદ્રાધીન હતું, ત્યારે કર્મયોગી સોસાયટીમાં આવેલા ઓઈલ અને ટાયરના ગોડાઉનમાંથી અચાનક આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. ઓઈલ અને ગ્રીસ જેવા જ્વલનશીલ પદાર્થોના કારણે આગે મિનિટોમાં જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા આ ઘટનાના પગલે આસપાસના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ્યા હતા. આગની ગંભીરતાને જોતા કલોલ ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક અન્ય કેન્દ્રોની મદદ લેવામાં આવી હતી. જેમાં કલોલ, કડી, ઇફકો, ONGC અને ગાંધીનગરથી કુલ 8 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખ્યો, સર્વિસ રોડને બંધ કરાયો આ અંગે ફાયર સૂત્રોએ કહ્યું કે,ઓઈલની આગ હોવાથી પાણીની સાથે સ્પેશિયલ ફાયર ફાઇટિંગ ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો. સાવચેતીના ભાગરૂપે બાજુમાં આવેલી હોસ્પિટલ અને સોસાયટીના મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા. આખા વિસ્તારનો પાવર સપ્લાય કાપી નાખવામાં આવ્યો હતો અને સર્વિસ રોડને પણ અવરજવર માટે બંધ કરી દેવાયો હતો. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યો આ ઘટનાની જાણ થતા જ મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસ કાફલાએ પણ કાયદો-વ્યવસ્થા જાળવવા તેમજ ભીડને નિયંત્રિત કરવા મોરચો સંભાળ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ પ્રાથમિક અહેવાલો મુજબ, આ આગમાં ગોડાઉનમાં રાખેલો કરોડો રૂપિયાનો ઓઈલ, ગ્રીસ અને ટાયરનો જથ્થો બળીને રાખ થઈ ગયો છે. કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ હોવાની આશંકા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યના વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ:અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઉડી, વિસનગરમાં દુકાનનો શેડ ધરાશાયી
    Next Article
    વડોદરામાં કાર ચાલકનો આતંક, VIDEO:ભરચક બજારમાં બેફામ રીતે ગાડી ચલાવી 4થી 5 વાહનને અડફેટે લીધા, 3થી 4 લોકોને ફંગોળ્યા; લોકોએ કાચ તોડી રોકવાનો પ્રયાસ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment