Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટીચરે માર માર્યો, બાળકે ખોળામાં પડીને દમ તોડ્યો, શોકિંગ VIDEO:પરિવારનો દાવો- ડરના લીધે હાર્ટ એટેક આવ્યો, વિશાખાપટ્ટનમનો કિસ્સો

    2 days ago

    વિશાખાપટ્ટનમના વન ટાઉન વિસ્તારમાં ગુરુવારે 6 વર્ષના બાળકના હાર્ટએટેકથી મોત થયું. પરિવારજનોનો આરોપ છે કે ક્લાસમાં શિક્ષકે તેના કપડાં ઉતારવાનો પ્રયાસ કર્યો અને થપ્પડ મારી હતી. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, લિટલ ગાર્ડન્સ સ્કૂલના યુકેજીમાં ભણતો પ્રણય તેજાને જ્યારે શિક્ષકે માર્યો ત્યારે તે રડતો રડતો શિક્ષક પર જ પડી ગયો. તેને કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો. બાળકના પરિવાર અને સંબંધીઓએ હોસ્પિટલની બહાર પ્રદર્શન કર્યું. તેમનો આરોપ છે કે શિક્ષકની મારપીટના કારણે બાળકની મોત થઈ. 6 તસવીરોમાં જુઓ સંપૂર્ણ ઘટના… CCTV ફૂટેજ સામે આવ્યા બાદ મામલો બહાર આવ્યો ઘટના ત્યારે સામે આવી જ્યારે ક્લાસના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ફૂટેજમાં ટીચર બાળકને પોતાની તરફ ખેંચતી દેખાઈ રહી છે. તે તેના કપડાં ઉતારવાનો પ્રયાસ કરતી પણ દેખાઈ. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ બધું હોમવર્ક ન કરવા બદલ બાળકને નીચું બતાવવા માટે કરવામાં આવી રહ્યું હતું. બાળક રડતા રડતા ટીચરને રોકાવાનો ઈશારો કરતો દેખાઈ રહ્યો છે. જોકે ટીચર થોડીવાર રોકાય છે. બાળકને કંઈક કહે છે. ત્યારબાદ તે ગાલ પર થપ્પડ મારે છે. બાળક થોડી ક્ષણ સુધી હલ્યા વગર ઊભો રહે છે અને પછી શિક્ષકા પર બેભાન થઈને પડી જાય છે. પોલીસ બાળકની મેડિકલ હિસ્ટ્રીની તપાસ કરશે પોલીસે બાળકના મૃત્યુના કારણની તપાસ શરૂ કરી દીધી છે. અધિકારીઓ CCTV ફૂટેજ અને મૃત્યુ સાથે સંકળાયેલી પરિસ્થિતિઓની તપાસ કરી રહ્યા છે. તપાસમાં એ પણ જોવામાં આવી રહ્યું છે કે બાળકને પહેલાથી કોઈ બીમારી હતી કે નહીં. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા પછી આગળની જાણકારી સામે આવશે. પરિવારે બાળકના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઝારખંડ PSC પરીક્ષા રદ કરવાના નિર્ણય પર રોક:હાઈકોર્ટે સરકાર પાસેથી જવાબ માંગ્યો, 3 દિવસ પહેલા 22 પરીક્ષાઓ રદ કરી હતી
    Next Article
    રાજકોટમાં 3 અલગ-અલગ આપઘાતના બનાવ:ખેતમજૂરી કરતી આદિવાસી પરિણીતાનું ઝેરી દવા પીતાં મોત, બેકારીથી કંટાળી 25 વર્ષીય યુવાને પીધું ફિનાઇલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment