Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહેનોએ ફ્રી મુસાફરીનો આનંદ માણ્યો:રાજકોટ મનપા દ્વારા ભાઈબીજનાં તહેવાર નિમિતે સિટિબસ સેવામાં મહિલાઓને નિઃશુલ્ક મુસાફરીની ભેંટ

    13 hours ago

    દેશભરમાં આજે ભાઈબીજના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ મહાપાલિકાનાં પદાધિકારીઓ દ્વારા આજે મનપા સંચાલિત સીટીબસો અને BRTS બસોમાં મહિલાઓ માટે તદ્દન ફ્રીમાં મુસાફરીની ભેંટ આપવામાં આવી છે. સવારથી શહેરના અલગ-અલગ રૂટો પર મોટા પ્રમાણમાં મહિલાઓએ મનપાની આ ભેંટનો આનંદ ઉઠાવ્યો હતો અને નિઃશુલ્ક મુસાફરી કરી મનપાની આ વ્યવસ્થાની ભારોભાર પ્રશંસા કરી હતી. જોકે આ તકે અમુક બહેનોએ જણાવ્યું હતું કે, મનપાએ બહેનો માટે કાયમી ફ્રી મુસાફરીનો લાભ આપવો જોઈએ. સીટી બસમાં નિઃશુલ્ક મુસાફરીનો લાભ લેનાર મહિલા શીતલબેન પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા આજે ભાઈબીજના તહેવાર નિમિત્તે બહેનોને નિઃશુલ્ક મુસાફરીનો લાભ અપાઈ રહ્યો છે, તે ખૂબ સારી બાબત છે. મનપાની આ સુવિધાથી ભાઈ પાસે જતી બહેનોને મોટી મદદ મળે છે. અને ખૂબ દૂર રહેતી બહેનો પણ ભાઈ પાસે સરળતાથી પહોંચી શકે છે. બહેનો માટે કાયમી નિઃશુલ્ક મુસાફરીની સુવિધા વધુમાં તેમણે જણાવ્યું કે,કોર્પોરેશન દ્વારા ભાઈબીજ ઉપરાંત રક્ષાબંધન અને મહિલા દિવસે પણ આ ભેંટ આપવામાં આવે છે. જેનો શહેરની મહિલાઓ મોટી સંખ્યામાં લાભ લે છે. જોકે અન્ય શહેરોની જેમ રાજકોટમાં પણ બહેનો માટે કાયમી નિઃશુલ્ક મુસાફરીની સુવિધા આપવી જોઈએ. એટલું જ નહીં રેલનગર જેવા કેટલાક રૂટ ઉપર આજે તહેવારના દિવસે બસની સંખ્યા ઓછી હોવાથી અમારે રીક્ષા ગોતવાની ફરજ પડી છે. ત્યારે આ દિશામાં પણ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગ છે. નિયતીબેને જણાવ્યું કે, મનપા દ્વારા ભાઈબીજ ઉપરાંત આજે ભાઈબીજનો તહેવાર હોવાથી મહિલાઓને ફ્રી મુસાફરી આપવામાં આવી છે. જે ખરેખર ખૂબ સારી બાબત છે. આ સુવિધાને કારણે અમે આજે ફરવા માટે નીકળ્યા છીએ. માધાપર ચોકડીથી અમે બસમાં બેઠા છીએ અને પ્રદ્યુમ્ન પાર્ક ઝુ ખાતે ફરવા માટે જઈ રહ્યા છીએ. જોકે કોર્પોરેશન દ્વારા કાયમી ધોરણે નિઃશુલ્ક મુસાફરીની છૂટ આપવી જોઈએ. સાંજ સુધીમાં 1000થી વધુ બહેનો આ સુવિધાનો લાભ લઈ શકે ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધન તેમજ ભાઈબીજ અને વિશ્વ મહિલા દિવસે પણ કોર્પોરેશન દ્વારા મહિલાઓને રાજકોટ સીટી મહાનગરપાલિકા સંચાલિત સીટી બસોમાં નિ:શુલ્ક બસ સેવાનો લાભ આપવામાં આવતો હોય છે. અને મોટા પ્રમાણમાં મહિલાઓ પણ આ દિવસોમાં સીટી બસનો ઉપયોગ કરતી હોય છે. આજે બપોર સુધીમાં વિવિધ રૂટ પર મળી અંદાજે 500 કરતા વધુ મહિલાઓ લાભ લઇ ચુકી છે અને સાંજ સુધીમાં કદાચ 1000થી વધુ બહેનો આ સુવિધાનો લાભ ઉઠાવે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટી બન્યું ગુજરાતનું 'ન્યૂયોર્ક', નાઇટ લાઇફનું ડેસ્ટિનેશન, VIDEO:આકાશે આંબતી ઇમારતો ને બિયર-બર્ગરનો જલસો, કોર્પોરેટ્સના કર્મચારીઓનું હોટ ફેવરિટ સ્પોટ
    Next Article
    ભૂંડ આડું ઉતરતાં બાઈકસવારનું ઘટનાસ્થળે મોત, CCTV:રાજુલાના માંડળ નજીક 36 વર્ષીય દુકાનદારન રોડ પર પટકાયો, માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં જીવ ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment