Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં રોડની સાઈડમાં ઊભેલી મહિલાને ઈકોએ અડફેટે લીધી, CCTV:લુણાવાડાના મલેકપુરમાં કારે બાઈકસવારને ઉલાળ્યા, ગાડી મૂકીને ચાલક નાસી છૂટ્યો

    2 weeks ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર સર્કલ પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ઇકો કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા બાઇક સવાર બે વ્યક્તિઓ અને રસ્તા કિનારે ઉભેલી એક મહિલાને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં કુલ 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. પૂરઝડપે આવતી કાર લારી અને કેબિનમાં ઘૂસી ગઈ આ અકસ્માત 17 એપ્રિલના રોજ સવારે બન્યો હતો. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા સ્પષ્ટ જોઈ શકાય છે. ફૂટેજ અનુસાર, બેફામ ઝડપે દોડી રહેલી ઇકો કારે પ્રથમ બાઇકને જોરદાર ટક્કર મારી હતી. ત્યારબાદ કારચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં કાર રસ્તાની બાજુમાં ઉભેલી મહિલા સાથે અથડાઈ હતી અને અંતે રોડ કિનારે આવેલી લારી તેમજ કેબિનમાં ઘૂસીને અટકી હતી. સ્થાનિકોએ ઇજાગ્રસ્તો હોસ્પિટલ ખસેડ્યા અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં ત્રણેય ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોના નામ દીપક ડામોર (રહે. આકલિયા, તા. કડાણા) - બાઇક સવાર સતિષ બારીયા (રહે. બારીયાના મુવાડા) - બાઇક સવાર દિયાબેન - રસ્તા કિનારે ઉભેલી મહિલા કારચાલક ફરાર, પોલીસ તપાસ શરૂ અકસ્માત સર્જાયા બાદ કારચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ છોડીને ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે લુણાવાડા તાલુકા પોલીસે ગુનો નોંધીને ફરાર કારચાલકની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ પોલીસે બે વોન્ટેડ આરોપીઓને ઝડપ્યા:LCB અને SOGએ રાઇફલ-ઘરફોડ ચોરી અને જુગારના ગુનામાં કાર્યવાહી કરી
    Next Article
    UP Merchant Navy man went to a mall in Pennsylvania. He never came back

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment