Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ભાજપનું 13 બેઠક પર વધારે ફોકસ:કોંગ્રેસની પેનલ તોડી ભાજપની જીત અને ગુમાવેલી એક બેઠક પાછી મેળવવા CM સહિતના નેતાઓ મેદાને ઉતર્યા

    12 hours ago

    રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌથી મહત્વની એવી અમદાવાદ મનપામાં તમામ 48 વોર્ડની બેઠકો ઉપર જીત મેળવવા માટે ભાજપના તનતોડ પ્રયાસ શરૂ થયા છે. અમદાવાદની 192 બેઠકોમાંથી 52 બેઠકો ઉપર ભાજપનું સૌથી વધારે ફોકસ છે. કોંગ્રેસના પ્રભુત્વ અને જ્યાં ભાજપ નબળું સાબિત થઈ શકે છે એવા 13 વોર્ડની બેઠકો પર જીત મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓ- કાર્યકર્તાઓને જીત તેમજ ડેમેજ કંટ્રોલ માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. શહેર ભાજપના નેતાઓ અને યુવા મોરચાની ટીમને આ વોર્ડમાં વધારે ધ્યાન આપીને પ્રચાર જોર શોરથી કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી આવતીકાલે સાંજે કુબેરનગરમાં રોડ શો કરી શકે સૂત્રો મુજબ કુબેરનગર વોર્ડમાં જીત મેળવવા માટે રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે સાંજે રોડ શો કરી શકે છે. ભવ્ય બાઇક રેલી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો કુબેરનગર વોર્ડમાં રામેશ્વર ચાર રસ્તાથી લઇ ભાર્ગવ રોડ સુધી ભવ્ય કેસરિયા રેલી યોજાઇ શકે છે. જેને લઈને શહેર ભાજપ દ્વારા તૈયારી કરવામાં આવી છે. કોંગ્રેસ પેનલ તોડવા અને ડેમેજ કંટ્રોલ માટે ભાજપની મથામણ 192 બેઠકોમાંથી 160થી વધુ બેઠકો જીતવાના નિર્ધાર સાથે ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પ્રભુત્વ વાળી અને જ્યાં ભાજપ નબળી હોય એવા વોર્ડ પર સર્વે કરવામાં આવ્યો હતો. કેટલાક વોર્ડમાં ભાજપના જ આંતરિક વિખવાદના કારણે ભાજપ નબળી સાબિત થઈ શકે છે. કોંગ્રેસની પેનલ તોડવા અને ડેમેજ કંટ્રોલ કરવા માટે શહેર ભાજપ દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી છે. માત્ર એક જ બેઠક ગુમાવી તેવા વિસ્તારમાં ફોકસ જ્યાં ભાજપની આખી પેનલ નથી અને માત્ર એક જ બેઠક ગુમાવી છે એવી ચાંદખેડા, ઇન્ડિયા કોલોની, અમરાઈવાડી બેઠકને જીતવા માટે ભાજપ દ્વારા વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જેના માટે ગ્રુપ મીટીંગો અને યુવા મોરચાને જવાબદારી સોંપવામાં આવી છે. જમાલપુર, દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડામાં એડીચોટીનું જોર અમદાવાદ શહેર ભાજપનું 48 વોર્ડમાંથી 13 વોર્ડ ઉપર સૌથી વધારે ધ્યાન આપી રહ્યું છે. કોંગ્રેસના પ્રભુત્વ વાળી જેટલી પણ બેઠકો છે જેમાં મુસ્લિમ વિસ્તારમાં પણ ભાજપના કોર્પોરેટરો જીત મેળવે તેના માટે રણનીતિ નક્કી કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રભુત્વ વાળી એવી જમાલપુર, દરિયાપુર, બહેરામપુરા, દાણીલીમડા તેમજ કુબેરનગર બેઠકોમાં પેનલ તોડી ભાજપના ઉમેદવારને જીતાડવા મહેનત કરવામાં આવી રહી છે. જ્યાં એક એક સીટ ભાજપે ગુમાવી છે તેને ફરીથી મેળવવા પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. કૂબેરનગર વોર્ડમાં પ્રચાર માટે CM ભુપેન્દ્ર પટેલ મેદાનમાં કોંગ્રેસનું પ્રભુત્વ ધરાવતી અને જ્યાં હિન્દી ભાષી મતદારો પણ વધુ છે જ્યાં ભાજપ જીત મેળવી શકે છે. એવી કુબેરનગરની બેઠકને જીતવા માટે શહેર ભાજપનું ફોકસ પહેલાથી જ રહ્યું છે અને આ વિસ્તારમાં જીત મેળવવા માટે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ઉતારવામાં આવ્યા છે. ગ્રુપ મીટીંગો અને યુવા મોરચાની ટીમો દ્વારા અલગ અલગ બેઠકો કરવામાં આવી રહી છે. અલગ અલગ સોસાયટીઓ અને વોર્ડમાં ખુદ ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સૌ પ્રથમ કુબેરનગર મધ્યસ્થ કાર્યાલય ખાતે મુલાકાત લઈને વોર્ડમાં જીત મેળવવા માટે માર્ગદર્શન આપ્યું હતું. ઇન્ડિયા કોલોની બોર્ડમાં સંઘવીની જાહેર સભા યોજાઈ હતી અમરાઈવાડી વોર્ડ ખાતે પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કાર્યાલયની મુલાકાત લીધી હતી અને આ વિસ્તારની પ્રજા ચારેય બેઠકો પર ભાજપના ઉમેદવારોના જીતાડે તેને લઈને માર્ગદર્શન આપ્યું હતું. ઇન્ડિયા કોલોની બોર્ડમાં પણ જીત મેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેર સભા યોજવામાં આવી હતી. દર્શક ઠાકરને આ વિસ્તારોની જવાબદારી સોંપાઈ ડેમેજ કંટ્રોલ કરવા માટે શહેર મહામંત્રીઓ અને અન્ય નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ચાંદખેડા, અમરાઈવાડી, બાપુનગર, લાંભા વોર્ડની શહેર મહામંત્રી દર્શક ઠાકરને જવાબદારી સોંપવામાં આવી છે સાથે યુવા મોરચાની ટીમ દ્વારા જોરશોરથી વિસ્તારોમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 160થી વધુ બેઠકો મેળવવા માટેનું ભાજપનું જોર શરૂ થયું છે ઇન્ડિયા કોલોની. સૈજપુર બોઘા, સરસપુર- રખિયાલ અને સરદારનગર જેવી બેઠકો ઉપર જીત મેળવવા માટે શહેર મહામંત્રી ગૌતમ કથીરીયાને પણ જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખ કેતુ પટેલ અને તેમની ટીમ દ્વારા તમામ 13 વોર્ડની બેઠકોમાં અલગ અલગ વોર્ડમાં દરરોજ પત્રિકા રાઉન્ડ અને ઉમેદવારો સાથે પ્રચારની જવાબદારી આપવામાં આવી છે. ભાજપ 48 વોર્ડમાંથી 13 સિવાયના બાકીના વોર્ડમાં મજબૂત છે અને આખી પેનલનો વિજય નિશ્ચિત માનીને ભાજપ ચાલી રહ્યું છે, ત્યારે બાકીના આ વોર્ડમાં જીત મેળવી 160થી વધુ બેઠકો મેળવવા માટેનું જોર શરૂ થયું છે. કયા કયા વોર્ડમાં ફોક્સ કુબેરનગર ઇન્ડિયાકોલોની અમરાઈવાડી ચાંદખેડા દરિયાપુર શાહપુર જમાલપુર દાણીલીમડા બહેરામપુરા બાપુનગર સરસપુર - રખિયાલ ખાડિયા સરદારનગર
    Click here to Read More
    Previous Article
    પ્રિયંકાએ કહ્યું- ગઈકાલે લોકશાહીની જીત થઈ:અમે સરકારના કાવતરાને અટકાવ્યું, રિજિજુએ કહ્યું-કોંગ્રેસ પરનો કાળો ડાઘ ક્યારેય ભૂંસાશે નહીં; દેશભરની મહિલાઓમાં રોષ
    Next Article
    ગોધરામાં જર્જરિત ઇમારતમાં મતદાન મથકો ફાળવાયા:તંત્રએ બિલ્ડિંગોને ભયજનક ગણાવી હતી;ચૂંટણી અધિકારીએ નિરીક્ષણ વગર નિર્ણય લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment