Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂગર્ભ ગટરનું લોટ, પાણીને લાકડા જેવું કામ, VIDEO:વોર્ડ નંબર 3માં ગટરમાં પાણી ચાલુ હોવા છતા કુંડી બનાવવાનું કામ ચાલુ!, સુપરવાઈઝરની ગેરહાજરી

    10 hours ago

    જૂનાગઢ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલી ભૂગર્ભ ગટરની કામગીરીની ગુણવત્તાને લઈ અવારનવાર સવાલો ઉઠી રહ્યા છે. થોડા દિવસ પૂર્વે ભાજપના નગરસેવક દ્વારા હલકી ગુણવત્તાના કામને લઈ સવાલ ઉઠાવ્યો હતો. ત્યારે હવે એક જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં ભૂગર્ભ ગટરમાં પાણી વહેતું હોવા છતા કોન્ટ્રાક્ટર દ્વારા કુંડી બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સમયે કોઈ સુપરવાઈઝ કે એન્જનિયર પણ હાજર ન હોવાનો દાવો કરાયો છે. ગટરમાં પાણી ચાલુ હોવા છતા કુંડી બનાવવાની કામગીરી ચાલુ! કેવડાવાડી વિસ્તારમાં મુખ્ય ગટર ચેમ્બરનું કામ ચાલી રહ્યું છે. નિયમ મુજબ કોઈપણ સિમેન્ટ કોન્ક્રિટનું કામ સૂકી જગ્યાએ થવું જોઈએ, પરંતુ અહીં તો પાણીનો પ્રવાહ ચાલુ હોવા છતાં તેની વચ્ચે જ PCC (Plain Cement Concrete) કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોના મતે, ચાલુ પાણીમાં સિમેન્ટનું જોડાણ યોગ્ય રીતે થતું નથી, જેના કારણે આ ચેમ્બર થોડા જ સમયમાં ધસી પડવાની કે લીકેજ થવાની પૂરેપૂરી શક્યતા છે. બાજુમાં પાણીની પાઈપલાઈન તૂટેલી હોવાથી સતત પાણી ભરાઈ રહ્યું છે, છતાં તેને રોકવાની દરકાર લેવામાં આવી નથી. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક તરફ પાણીનો પ્રવાહ શરૂ છે અને બીજી તરફ મજુર કામ કરી રહ્યો છે ત્યારે જાગૃત નાગરિકે કામ કરતા મજૂરને પૂછતા તેમને કહ્યું કે મને વધારે ખબર નથી શેઠને ખબર હોય બધી. ​વીડિયોમાં જાગૃત નાગરિક અને મજૂર વચ્ચેની વાતચીત ​નાગરિક: "ભાઈ, આ PCC વગર ડાયરેક્ટ ઈંટો ઠોકી દીધી તમે?" મજૂર: "ના ભાઈ, આ કપચી તો નાખી છે નીચે, તમને દેખાતી નથી?" નાગરિક: "ક્યાં દેખાય છે? આ તો બધું પાણીમાં જ છે. પાણીમાં આવું કામ કોઈ દિવસ થાય? આ ગટરનું કામ છે કે શું છે?" મજૂર: "પાણીમાં જ થાય ને સાહેબ, ગટર છે તો પાણી તો રહેવાનું જ." નાગરિક: "પણ પહેલા પાણી રોકવું તો પડે ને? આ પાણી ચાલુ છે ને તમે કામ કરો છો, આમાં સિમેન્ટ ચોંટે? કેમ આવું કામ કરો છો?" મજૂર: "આ તો અત્યારે બંધ હતું, હમણાં જ ચાલુ થયું." નાગરિક: "તમારો સુપરવાઈઝર ક્યાં છે? એન્જિનિયર ક્યાં છે કોઈ?" મજૂર: "સુપરવાઈઝર તો દોલતપરા બાજુ મશીન લઈને ગયા હશે." નાગરિક: "એટલે સુપરવાઈઝર વગર જ આ બધું કામ ચાલે છે? આ બે દી'માં બધું તૂટી જશે, કોને કહેવાનું પછી?" મજૂર: “એ તો હવે શેઠને કહેવાનું હોય, અમને શું ખબર?” ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન સુપરવાઈઝ કે એન્જિનિયરની ગેરહાજરી આ સમગ્ર કામગીરી દરમિયાન સ્થળ પર મનપાનો એક પણ જવાબદાર અધિકારી કે એન્જિનિયર હાજર નહોતો. જ્યારે જાગૃત નાગરિકોએ કામ કરતા મજૂરોને સુપરવાઈઝર વિશે પૂછ્યું, ત્યારે તેમણે ઉદ્ધત જવાબ આપ્યો હતો. અગાઉ પણ આ જ વોર્ડના કોર્પોરેટર હસમુખ મકવાણાએ વોટર વર્ક્સ શાખાના અધિકારી અલ્પેશ ચાવડા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરી એસીબી તપાસની માંગ કરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો) ​સ્થાનિકોમાં આક્રોશ અને કાયદેસરની કાર્યવાહીની ચીમકી સ્થાનિક રહેવાસીઓએ આ મામલે મનપા કમિશનરને રજૂઆત કરી છે. તેમની માંગ છે કે આ કામ તાત્કાલિક અટકાવવામાં આવે અને ટેકનિકલ તપાસ બાદ જ ફરીથી ગુણવત્તાયુક્ત કામ શરૂ કરવામાં આવે. જો જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક પગલાં નહીં લેવાય, તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ બાબતે દિવ્ય ભાસ્કરે જૂનાગઢ મહાનગરપાલિકાના વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડા સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.
    Click here to Read More
    Previous Article
    રેડ ક્રોસ સોસાયટી દ્વારા ઠંડા પાણીના પરબ મુકાયા:રાજ્યશાખાના સહયોગથી બોટાદમાં 'જલધારા પ્રોજેક્ટ' શરૂ કરાયો
    Next Article
    'રાજા મેલડીના' નામે ઈન્સ્ટાગ્રામ પર ફેમસ ભુવાની પોલ ખુલી:માતાજીનો ડર બતાવી લોકો પાસે દારૂ અને કિંમતી વસ્તુઓ મંગાવતો હતો, વિજ્ઞાન જાથા ત્રાટકતા ભુવો ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment