Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એર ઇન્ડિયાના પાઇલટ આલ્કોહોલ ટેસ્ટમાં ફેલ થતાં સસ્પેન્ડ:ટેકઓફ પહેલાં ઝ્યુરિખ-દિલ્હી ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા, સ્ટાફને દારૂ પીધાની શંકા હતી

    21 hours ago

    એર ઇન્ડિયાના પાઇલટને ઝ્યુરિખ-દિલ્હી ફ્લાઇટ પહેલાં આલ્કોહોલ ટેસ્ટમાં ફેલ થવા બદલ શુક્રવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફાઈનલ મેડિકલ રિપોર્ટ અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી પાઇલટનું સસ્પેન્શન ચાલુ રહેશે. આ મામલો 6 સપ્ટેમ્બરનો છે. ટેકઓફ પહેલાં ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફને પાઇલટ પાસેથી દારૂની ગંધ આવી હતી. તેમણે અધિકારીઓને તેની જાણ કરી, ત્યારબાદ પાઇલટને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ પાઇલટને ટેકઓફના થોડા સમય પહેલાં ઝ્યુરિખ એરપોર્ટ પર વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા. તેમને મુસાફરની જેમ એ જ ફ્લાઇટમાં ભારત મોકલવામાં આવ્યા હતા. સ્વિટ્ઝર્લેન્ડમાં પણ કાર્યવાહી કરવામાં આવી સ્વિસ ફેડરલ ઓફિસ ઑફ સિવિલ એવિએશન (FOCA)એ આ મામલાની પુષ્ટિ કરી છે. FOCAના જણાવ્યા મુજબ, પાઇલટ સામે સ્વિસ નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગેની જાણકારી ભારતના DGCAને આપવામાં આવી હતી. આ કારણે AI-151 ઝ્યુરિખ-દિલ્હી ફ્લાઇટ નિર્ધારિત સમયે ઓપરેટ થઈ શકી નહોતી. ભારતથી ઉડાન ભરતા પાઇલટો માટે ઉડાન પહેલાં ડ્રગ અને આલ્કોહોલ ટેસ્ટ ફરજિયાત છે. જ્યારે વિદેશથી ભારત આવતી ફ્લાઇટમાં સામાન્ય રીતે ટેસ્ટ લેન્ડિંગ બાદ કરવામાં આવે છે. ફુકેટ-દિલ્હી ફ્લાઇટના પાઇલટનો પણ ડ્રગ ટેસ્ટ પોઝિટિવ એર ઇન્ડિયામાં પાઇલટ્સ સાથે જોડાયેલા નિયમોના ઉલ્લંઘનનો આ પહેલો મામલો નથી. આ પહેલાં 4 ઑગસ્ટે ફુકેટ-દિલ્હી ફ્લાઇટના કમાન્ડર પાઇલટનો ડ્રગ ટેસ્ટ 2 વખત પોઝિટિવ આવ્યો હતો. ફુકેટ-દિલ્હી ફ્લાઇટ 300 ફૂટ નીચે આવી ગઈ હતી. વિમાનમાં 145 લોકો સવાર હતા. તેમાં 20થી વધુ મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર ઘાયલ થયા હતા. પાઇલટે જણાવ્યું હતું કે તેને ઊંઘની સમસ્યા હતી અને તે ડૉક્ટરની સલાહથી દવા લઈ રહ્યો હતો. તેણે સૂવાનો પ્રયાસ કર્યો, પરંતુ ઊંઘ આવી નહીં. ત્યાર બાદ તેણે દવા લીધી. પાઈલટ ઉડાનથી 12 કલાક પહેલાં નશો કરી શકતો નથી પાઈલટ્સ માટે દારૂ બાબતના ડીજીસીએ (DGCA)ના નિયમો ખૂબ જ કડક છે. એરક્રાફ્ટ રૂલ્સ, 1937ના નિયમ 24 હેઠળ, કોઈપણ પાઈલટ અથવા ક્રૂ મેમ્બરને ઉડાનથી 12 કલાક પહેલાં સુધી કોઈપણ પ્રકારના નશીલા પદાર્થો અથવા દારૂ પીવાની મનાઈ છે. ઉડાન દરમિયાન પણ દારૂ પીવાનું સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. એવિએશન સેક્ટરમાં પાઈલટ્સ માટે ફરજિયાત મેડિકલ ટેસ્ટ ક્લાસ 2 મેડિકલ: આ સ્ટુડન્ટ પાઈલટ લાઇસન્સ (SPL) માટે જરૂરી છે અને ફ્લાઇટ ટ્રેનિંગ શરૂ કરતાં પહેલાં ફરજિયાત છે. ક્લાસ 1 મેડિકલ: આ કમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) અને એરલાઇન પાઇલટ્સ માટે જરૂરી છે. તેમાં શારીરિક, માનસિક, દૃષ્ટિ, હિયરિંગ અને હૃદય સંબંધિત તપાસ કરવામાં આવે છે. બ્રેથ-એનાલાઇઝર ટેસ્ટ: ફ્લાઇટ પહેલાં અને લેન્ડિંગ પછી પાઇલટ્સનો બ્રેથ-એનાલાઇઝર ટેસ્ટ કરવામાં આવે છે. તેનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પાઇલટના શરીરમાં આલ્કોહોલ (દારૂ)નું સ્તર શૂન્ય હોય, કારણ કે એવિએશન ક્ષેત્રમાં તેને લઈને 'ઝીરો ટોલરન્સ'ની નીતિ અપનાવવામાં આવે છે. સાઇકો-એક્ટિવ સબ્સ્ટન્સ (ડ્રગ) ટેસ્ટ: પાઇલટ્સ માટે નશીલા પદાર્થો અથવા સાઇકો-એક્ટિવ સબ્સ્ટન્સની તપાસ પણ અનિવાર્ય છે. આ હેઠળ રેન્ડમ ડ્રગ ટેસ્ટિંગ કરવામાં આવે છે, જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે પાઇલટ કોઈપણ પ્રતિબંધિત દવા અથવા નશીલા પદાર્થની અસર નથી.
    Click here to Read More
    Previous Article
    અભિનેતા મુશ્તાક ખાનને આજે અંતિમ વિદાય:રાજપાલ યાદવે કહ્યું- નિધનના 2 કલાક પહેલાં જ જાણ થઈ હતી; સની દેઓલે પણ દુઃખ વ્યક્ત કર્યું
    Next Article
    ગણપતિ વિસર્જનમાં સુરતમાં મુંબઈ જેવો માહોલ જામ્યો, ડ્રોન VIDEO:ભાગળ વિસ્તારમાં પોલીસ-યુવાનો વચ્ચે ઘર્ષણ, હજીરામાં વિસર્જન માટે 3 કિમી લાંબી લાઈન; વડોદરામાં ભક્તો ભાવુક થયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment