Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિપોર્ટ- હસીનાની વાપસી માટે ભારતે 2 શરતો મૂકી:પહેલી- બાંગ્લાદેશી સેના સુરક્ષિત રીતે લઈને જાય, બીજી- ફાંસીની સજા વિરુદ્ધ અપીલ કરવાની તક મળે

    6 hours ago

    બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસી મામલે ભારતે બે શરતો મૂકી છે. BBC બાંગ્લાની રિપોર્ટ અનુસાર, ભારતીય અધિકારીઓ ઇચ્છે છે કે બાંગ્લાદેશની સેના પોતે ભારત આવે અને હસીનાને પોતાની સાથે પરત લઈ જાય. ભારતની બીજી શરત છે કે બાંગ્લાદેશ સરકાર તેમને નિષ્પક્ષ સુનાવણીની ખાતરી આપે. એટલે કે બાંગ્લાદેશ પરત ફર્યા બાદ તેમને કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરવાની સંપૂર્ણ તક મળે. જોકે, ભારત સરકારે અત્યાર સુધી આ બંને શરતો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. હસિનાએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રિપોર્ટ અનુસાર, ભારત છેલ્લા કેટલાક મહિનાઓથી તેમની વાપસી અંગે બાંગ્લાદેશ સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે. પ્રથમ શરત- વાપસી માટે સેનાની દેખરેખ હેઠળ વ્યવસ્થા શેખ હસીના 5 ઓગસ્ટ 2024ના રોજ સૈન્ય વિમાન દ્વારા ભારત પહોંચ્યાં હતાં. ભારતીય અધિકારીના જણાવ્યા મુજબ, જો તેમને પરત લઈ જવાના હોય, તો બાંગ્લાદેશી સેનાએ જ આવું કરવું પડશે. આ માટે બાંગ્લાદેશ સૈન્ય વિમાન દિલ્હી મોકલી શકે છે અથવા પોતાની સેનાના માધ્યમથી તેમને સરહદ સુધી લાવી શકે છે. ભારત આ સમગ્ર પ્રક્રિયામાં જરૂરી વ્યવસ્થા કરવા તૈયાર છે. નિષ્ણાતોના મતે, આ પાછળ બે બાબતો સમજાય છે: સુરક્ષા: ભારત ઇચ્છે છે કે શેખ હસીનાને સુરક્ષિત રીતે બાંગ્લાદેશ લઈ જવામાં આવે. તેમની વાપસી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને. જવાબદારી: કોઈ સામાન્ય સરકારી અથવા પોલીસ પ્રક્રિયાને બદલે જો સેનાના જ જવાનો તેમને લેવા આવશે, તો તેમની સુરક્ષિત વાપસીની જવાબદારી પણ તેમની જ રહેશે. બીજી શરત- કાનૂની કાર્યવાહી પર આંતરરાષ્ટ્રીય નજર રહે બાંગ્લાદેશની એક કોર્ટ હસીનાને મૃત્યુદંડની સજા સંભળાવી ચૂકી છે. ભારત ઇચ્છે છે કે તેમને આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાની તક મળે. સાથે જ, જુલાઈ 2024માં થયેલી હિંસા સાથે જોડાયેલા આરોપો પર નવેસરથી સુનાવણી થાય. BBC બાંગ્લાએ ભારતના વિદેશ મંત્રાલયના એક અધિકારીને ટાંકીને જણાવ્યું કે ભારત ઇચ્છે છે કે આ સમગ્ર સુનાવણી પર આંતરરાષ્ટ્રીય સમુદાય અને વૈશ્વિક મીડિયાની નજર રહે. અધિકારીના જણાવ્યા મુજબ, ભારત હસીનાને નિષ્પક્ષ સુનાવણીની તક આપ્યા વિના ફાંસી આપવા માટે સોંપવા માંગતું નથી. હસીનાએ પાસપોર્ટ માટે અરજી કરી હસીનાએ 9 નવેમ્બરે નવા પાસપોર્ટ અને યાત્રા ડોક્યુમેન્ટ માટે અરજી કરી હતી. ભારત આવ્યા બાદ બાંગ્લાદેશ સરકાર સાથે તેમનો આ પ્રથમ સત્તાવાર સંપર્ક હતો. જોકે, ઢાકા તરફથી તેના પર કોઈ સકારાત્મક પ્રતિક્રિયા આવી નથી. બાંગ્લાદેશના કેટલાક નેતાઓએ ભારત પાસે હસીનાને પરત સોંપવાની માંગ ફરી કરી છે. BBC બાંગ્લાની રિપોર્ટ મુજબ, ભારત સાથે પરત ફરવા અંગે સહમતી બન્યા બાદ જ હસીનાએ ડિસેમ્બરમાં પરત ફરવાની જાહેરાત કરી હતી. ભારતના હાઈ કમિશનરે સેનાધ્યક્ષ સાથે મુલાકાત કરી અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં ભારતના હાઈ કમિશનર દિનેશ ત્રિવેદીએ 6 ઑક્ટોબરે દિલ્હીમાં સેનાપ્રમુખ જનરલ ધીરજ સેઠ સાથે મુલાકાત કરી હતી. ભારતીય સેનાએ આ મુલાકાતની માહિતી આપતાં જણાવ્યું હતું કે બંને વચ્ચે ભારત-બાંગ્લાદેશ સહયોગ અને રક્ષા સંબંધો મજબૂત કરવા અંગે ચર્ચા થઈ હતી. જોકે, BBC બાંગ્લાએ એક ભારતીય સૈન્ય અધિકારીને ટાંકીને દાવો કર્યો હતો કે આ મુલાકાતનો સંબંધ હસીનાના પરત ફરવામાં બાંગ્લાદેશની સેનાની ભૂમિકા નક્કી કરવા સાથે હતો. ભારતે અહેવાલ પર કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો 13 નવેમ્બરે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલને હસીનાના પરત ફરવા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતે બાંગ્લાદેશ પાસે સૈન્ય વિમાન મોકલવાની અને હસીનાને નિષ્પક્ષ સુનાવણીની તક આપવાની બાંહેધરી માંગી છે. આ અંગે જયસવાલે કહ્યું, 'મારી પાસે આ વિશે કહેવા માટે કંઈ નથી.' તેમજ, બાંગ્લાદેશના વડાપ્રધાનના સહાયક પ્રેસ સચિવ કે.એમ. નજમુલ હકે ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો કે કોઈ પણ દેશ હસીનાને શરણ આપવા માટે તૈયાર નથી. તેમણે બ્રિટન, UAE, સાઉદી અરેબિયા, ફિનલેન્ડ અને અમેરિકા સહિત અનેક દેશોના નામ લીધા. ડિસેમ્બરમાં હસીનાની વાપસી સરળ નહીં BBC બાંગ્લાની રિપોર્ટ મુજબ, ભારતીય અધિકારીઓને પણ ડિસેમ્બરમાં હસીનાની વાપસી મુશ્કેલ લાગી રહી છે. તેમનું માનવું છે કે બાંગ્લાદેશ સરકાર જાહેરમાં હસીનાના પ્રત્યર્પણની માંગ કરી રહી છે, પરંતુ તેમની વાપસીથી દેશની રાજકીય અને વહીવટી મુશ્કેલીઓ વધી શકે છે. રિપોર્ટમાં એક ભારતીય અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે જો હસીના નક્કી કરેલા સમય પર પરત ફરી શકતા નથી, તો ભારત કહી શકશે કે તેમણે પોતે પરત જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ બાંગ્લાદેશ તરફથી અનેક અડચણો ઊભી થઈ. હાલમાં, ભારતની આ બંને શરતો અને બાંગ્લાદેશ સાથે ચાલી રહેલી વાતચીતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ---------------
    Click here to Read More
    Previous Article
    U-19 એશિયા કપ ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 338 રનનો ટાર્ગેટ આપ્યો:ગુજરાતના કાવ્ય પટેલે 4 વિકેટ ઝડપી; આર્યવીર સેહવાગ-કેપ્ટન લક્ષ્ય ક્રિઝ પર, INDનો સ્કોર 22/0
    Next Article
    વન વિભાગે રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું:છાણી ટીપી 13માં મહિલાને બચકા ભરનાર વાનર પાંજરે પુરાયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment