Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત પોલીસમાં 342 જગ્યા પર કરાર આધારિત ભરતી:15 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે, પગાર ₹60 હજારથી 1.20 લાખ સુધીનો

    23 hours ago

    ગુજરાત પોલીસના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ટ્રેનિંગ)ની કચેરી દ્વારા રાજ્યના વિવિધ પોલીસ ટ્રેનિંગ સેન્ટરોમાં ભરતી તાલીમ માટે નિવૃત્ત આર્મી, પેરામિલિટરી ફોર્સ અને નિવૃત્ત ગુજરાત પોલીસ કર્મચારીઓની કરાર આધારિત ભરતી જાહેર કરાઈ છે. કુલ 342 જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. ભરતી માટેની લાયકાત આસિસ્ટન્ટ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર માટે કોન્સ્ટેબલ/હેડ કોન્સ્ટેબલ/ASI, સિપોય, લાન્સ નાયક, નાયક, હવાલદાર અથવા સમકક્ષ રેન્કના નિવૃત્ત કર્મચારીઓ અરજી કરી શકશે. ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર માટે SI/નાયબ સુબેદાર અથવા સમકક્ષ, જ્યારે ચીફ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર માટે પોલીસ ઇન્સ્પેક્ટર/સુબેદાર/સુબેદાર મેજર અથવા સમકક્ષ રેન્કની લાયકાત જરૂરી છે. સુપરવાઇઝરી ઓફિસર માટે નિવૃત્ત SP, DySP તથા આર્મીના લેફ્ટનન્ટથી લઈને કમાન્ડન્ટ/આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સમકક્ષ રેન્કના ઉમેદવારો પાત્ર રહેશે. 15 ઓક્ટોબર અરજીની છેલ્લી તારીખ લાયક ઉમેદવારોએ નિયત ફોર્મેટમાં જરૂરી દસ્તાવેજો સાથે 15 ઓક્ટોબર, 2026 સુધી અરજી કરવાની રહેશે. ત્યારબાદ મળેલી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. અરજી DG of Police (Training), ગુજરાત રાજ્ય, 6ઠ્ઠો માળ, પોલીસ ભવન, સેક્ટર-18, ગાંધીનગર ખાતે મોકલવાની રહેશે. અરજી ઇ-મેઇલ દ્વારા પણ મોકલી શકાશે. ભરતી સંપૂર્ણપણે કરાર આધારિત અને અસ્થાયી રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગણપતિ વિસર્જનમાં સુરતમાં મુંબઈ જેવો માહોલ જામ્યો, ડ્રોન VIDEO:ભાગળ વિસ્તારમાં પોલીસ-યુવાનો વચ્ચે ઘર્ષણ, હજીરામાં વિસર્જન માટે 3 કિમી લાંબી લાઈન; વડોદરામાં ભક્તો ભાવુક થયા
    Next Article
    મન્ચુરિયન ખાઈને મોત વ્હાલું કર્યું:'માનસિક રીતે કંટાળતા મેં સુસાઈડ કર્યું', ભાવનગરથી વડોદરા આવી હોટલના ત્રીજા માળેથી કુદી ગયો, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment