Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મન્ચુરિયન ખાઈને મોત વ્હાલું કર્યું:'માનસિક રીતે કંટાળતા મેં સુસાઈડ કર્યું', ભાવનગરથી વડોદરા આવી હોટલના ત્રીજા માળેથી કુદી ગયો, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

    1 day ago

    વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં આવેલી ગીતા હોટલના ત્રીજા માળેથી કુદી 25 વર્ષીય યુવકે આત્મહત્યા કરી છે. હેમલ ડાભી ભાવનગરથી 24 સપ્ટેમ્બરે સાંજના આશરે 4 વાગ્યે વડોદરા આવ્યો હતો. ત્યારબાદ તેણે ન્યાય મંદિર પાસે આવેલી ગીતા હોટલમાં રૂમ નંબર 306 ભાડે રાખ્યો હતો. રાત્રે જમવા માટે બહારથી મંચુરિયન મંગાવ્યું હતું. જમ્યા બાદ હેમલ પોતાના રૂમમાં ગયો હતો. દરમિયાન રાત્રિના આશરે 2 વાગ્યાના અરસામાં મોત વ્હાલું કર્યું હતું. હેમલ પરિવારનો એકનો એક દીકરો હતો. તેણે સુસાઇડ નોટમાં લખ્યું કે, હું માનસિક રીતે કંટાળી ગયો હોવાથી આ પગલું ભર્યું છે. ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતાં હેમલનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. બનાવની જાણ સીટી પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પરિવારને જાણ કર્યા વગર વડોદરા આવ્યો પ્રાથમિક માહિતી મુજબ હેમલ કંપનીમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતો હતો. તે પરિવારને કોઈ જાણ કર્યા વગર વડોદરા આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. મોબાઈલ ફોન સ્વીચ ઓફ મળ્યો હેમલનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ હાલતમાં મળી આવ્યો છે. પોલીસે ફોનની તપાસ હાથ ધરી છે. મોબાઈલની કોલ હિસ્ટ્રી, મેસેજ સહિતની અન્ય વિગતોના આધારે હેમલે કયા સંજોગોમાં આ અંતિમ પગલું ભર્યું તેની તપાસ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત પોલીસમાં 342 જગ્યા પર કરાર આધારિત ભરતી:15 ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે, પગાર ₹60 હજારથી 1.20 લાખ સુધીનો
    Next Article
    વસ્ત્રાપુરમાં ભાડે રહેતી યુવતીની છેડતી:દૂધ ડિલિવરી યુવકે પેન્ટ ઉતારવાની કોશિશ કરી અભદ્ર ઈશારા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment