Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાપુરમાં ભાડે રહેતી યુવતીની છેડતી:દૂધ ડિલિવરી યુવકે પેન્ટ ઉતારવાની કોશિશ કરી અભદ્ર ઈશારા કર્યા

    1 day ago

    અમદાવાદના વસ્ત્રાપુરમાં વહેલી સવારે દૂધ ડિલિવરી કરવા આવતા યુવક દ્વારા યુવતી સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે. યુવતી પાસે પાણી માંગ્યું હતું ત્યારબાદ યુવતીએ તેને ના પાડતા સામે જોઈ રહ્યો હતો, ત્યારબાદ તેણે નજીક આવી અને પેન્ટ ઉતારવાની કોશિશ કરી અને અભદ્ર ઈશારા કર્યા હતા. યુવતી ગભરાઈ ગઈ હતી અને તાત્કાલિક ધોરણે બૂમાબૂમ કરી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. યુવતીની પાછળ પાછળ યુવક તેના ઘરે પહોંચ્યો મળતી માહિતી મુજબ વસ્ત્રાપુર વિસ્તારમાં 27 વર્ષીય યુવતી ફ્લેટમાં ભાડે રહે છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરનો રહેવાસી અને હાલમાં વેજલપુર વિહતનગરમાં રહેતો અનિલ નાથ નામનો યુવક ફ્લેટમાં વહેલી સવારે દૂધ આપવા માટે આવે છે. ફ્લેટમાં વહેલી સવારે દૂધ આપવા માટે અનિલ આવ્યો હતો. યુવતી જ્યારે સવારમાં નોકરીથી પરત ઘરે આવી તેની પાછળ ફ્લેટ સુધી આવ્યો હતો. પોલીસે આરોપી અનિલની ધરપકડ કરી યુવતીની સામે જોઈ રહ્યો હતો, ત્યારે યુવતી કહ્યું હતું કે કેમ સામે જોઈ રહ્યો છે. શું છે તારે એવું કહેતા અનિલે તેની પાસે પાણી મળશે એમ કહ્યું હતું. જેથી યુવતીએ ના પાડી હતી. ત્યારબાદ અનિલ તેની નજીક આવી ગયો હતો અને તેનું પેન્ટ ઉતારવાની કોશિશ કરી અને અભદ્ર વર્તન કરવા લાગ્યો હતો જેથી મહિલા ગભરાઈ ગઈ હતી. વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આરોપી અનિલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    મન્ચુરિયન ખાઈને મોત વ્હાલું કર્યું:'માનસિક રીતે કંટાળતા મેં સુસાઈડ કર્યું', ભાવનગરથી વડોદરા આવી હોટલના ત્રીજા માળેથી કુદી ગયો, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
    Next Article
    "બાળક છે રડવાનું જ, બેનને બેસવા દો":પોલીસ માતાને બહાર કાઢતી હતી ને CMએ ભાષણ અટકાવ્યું, ભાવનગરના ઓડિટોરિયમમાં હળવી ટકોરથી ભૂપેન્દ્ર પટેલે લોકોના દિલ જીત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment