Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહણે માલધારીને દબોચ્યો, પગ પર આંટી મારી બેઠી, VIDEO:મોતના મુખમાંથી જીવતા આવનારે ભાસ્કરને કહ્યું- હાથ જડબામાં લીધો, અડધો કલાક છોડ્યો નહીં; 20 દિવસમાં 4 ઘટના

    1 day ago

    ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે આજે (6 જુલાઈ) સવારે સિંહણે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેનો લાઈવ વીડિયો વાઇરલ થયો છે. પ્રાથમિક મળતી વિગતો અનુસાર, કાળુભાઈના હાથનો ભાગ સિંહણે મોઢા લઈ લીધો હતો, ત્યારબાદ માલધારીએ સિંહણને પંપાળતા ગળાના ભાગે પંજો માર્યો હોવાનું જાણવા મળ્યું છે. લોહીલુહાણ માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાંરે વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા અને વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ‘મારો હાથ જડબામાં જકડી લીધો, અડધો કલાક છોડ્યો નહીં’ ઈજાગ્રસ્ત કાળુભાઈ પરમારે જણાવ્યું કે, હું સવારમાં સાડા દસ વાગ્યે મારી ગાયને ઘાસચારો નાખવા માટે જતો હતો. સિંહણ બજારમાં બેઠી હતી. તેણે અચાનક મારી ઉપર હુમલો કર્યો. પહેલા મારી પીઠ ઉપર મારીને મને પાડી દીધો અને પછી મારો હાથ તેના મોઢામાં લીધો હતો. લગભગ અડધો કલાક પકડી રાખ્યો હતો. આ પ્રકારની પહેલી જ વાર ઘટના બની છે, પશુઓ અને માણસ ઉપર પણ હુમલો કરે છે. બીજા એક માણસની ઉપર પણ હુમલો કર્યો હતો પણ તે ભાગીને નીકળી ગયો હતો. સિંહણે પગને આંટી મારીને ડણક મારી વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહણ માલધારીને જમીન પર દબોચીને બેઠી છે અને આસપાસ ઉભેલા લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા છે. માલધારી પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો છે અને સિંહણને હાથ ફેરવતો પણ દેખાઈ છે.સિંહણે પગને આંટી મારીને ડણક મારી હતી, લોકોએ પથ્થરના ઘા કર્યા હતા. માલધારીના શરીરના થોડાક ભાગો પર ઈજાઓ થઈ હોવાથી લોહી નીકળતું દેખાઈ છે. આસપાસના લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યાનો અવાજ સંભળાય છે. 'મારી ભેંસ છોડી તો સીધો મારી સામે સિંહણ દોડ્યો' સિંહણનો સામનો કરનાર હેમુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, હું સવારમાં દૂધ ભરીને આવ્યો, સાડા આઠથી નવનો ટાઈમ હતો. તે ઘરે બધા બૂમ પાડવા માંડ્યા કે ભાઈ, આપણા વાડામાં સિંહણ આવી છે. એટલે હું દોડીને ત્યાં ગયો. મારા ભાઈના ઘરે જઈને બારણું બંધ કર્યું. મને ઈજા પહોંચાડી પણ ત્યાં મારી ભેંસ આડી પડી ગઈ. મારી ભેંસ આડી પડી ગઈ એટલે હું ને મારા મમ્મી બંને બચી ગયા. વધુમાં કહ્યું કે, ત્યારબાદ ત્યાંથી સિંહણ સીધી ભાગી, એટલે સીધી મારી બાજુમાં કાળુભાઈના ઘરે ગઈ ને કાળુભાઈ પર હુમલો કર્યો, ઘણીવાર સુધી માથે બેઠી રહી. પછી ફોરેસ્ટના બે માણસો આવ્યા પણ કંઈ પૂછ્યા વિના જ ચાલ્યા ગયા. ગામના માણસોએ કીધું કે ભાઈ, તમારે સિંહણ આવી છે આનું કાંઈ કરો, તો એ કાંઈ બોલ્યા નહિ ને સીધા જ નીકળી ગયા. એમની કાંઈ જવાબદારી નથી આવતી? ‘બધાની સામો થતો, છોડાવવાનો બહુ પ્રયાસ કર્યો’ હેમુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, 200-300 ગ્રામજનો બધા પહોંચી ગયા હતા પણ હવે એ હટવાનું નામ જ નહોતી લેતી, બધાની સામે થતી હતી. છોડાવવાનો બહુ પ્રયાસ કર્યો હતો. અત્યારે કાળુ ભાઈને સારવાર માટે ભાવનગર લઈ ગયા છે. પહેલા અહીં સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, પછી એ લોકોએ કીધું કે ભાવનગર લઈ જાવ, લોહી બંધ નહોતું થતુ એટલે ભાવનગર લઈ ગયા છે. કાળુભાઈને ત્રણ-ચાર દીકરી અને એક બાબો છે. પરિવાર સાથે અહીં જ રહે છે. માલધારી પર સિંહણનો હુમલો, લોહીલુહાણ કરી નાખ્યો આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, પાલીતાણા તાલુકાના ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર આજે સવારે પોતાના ઘરે હતા, તે દરમિયાન અચાનક એક સિંહણે તેમના પર હુમલો કરી દીધો હતો. સિંહણના હુમલાને કારણે માલધારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સાથે જ આ અંગે સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવતાં ટીમ દોડી આવી હતી. ‘સિંહણ કાળુભાઈના ઘરમાં અંદર ઘૂસી ગઈ’ પાલિતાણા તાલુકા પંચાયતના સભ્ય ચેતન ડાભીએ જણાવ્યું હતું કે, અમારી ફોરેસ્ટને વિનંતી છે કે સિંહોને અહીંયાથી સુરક્ષિત રીતે જંગલમાં ખસેડી આપો. ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે, પણ છતાંય ફોરેસ્ટ વિભાગ ધ્યાન દેતું નથી. તો તાત્કાલિક સિંહોને અહીંથી હટાવી લે અને આ ગામ લોકોને સુરક્ષા આપે એવી અમારી માગ છે. ‘દોઢ કલાકે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે આવી’ ગરજીયા ગામના સરપંચના પતિ સવજીભાઈએ જણાવ્યું હતું કે, આ બનાવ વિશે વનવિભાગને ફોન કર્યો અને દોઢ કલાકે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે આવી. માણસને પ્રાણી મારી નાખી તો તેને કંઈ સજા નહીં. પણ પ્રાણીને માણસ મારી નાખે તો તેને સજા મળે. છેલ્લા 5 વર્ષથી ગામમાં સાવજ દેખાય છે. સાવજને તેમના હદ વિસ્તારમાં મોકલી આપવાની વિનંતી કરીએ છીએ. ગામના અડધો અડધ બાળકો ભયના માહોલ વચ્ચે સ્કૂલે ના ગયા હાલ ઇજાગ્રસ્તની વધુ સારવાર ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઇજાગ્રસ્ત કાળુભાઈનો સૌપ્રથમ એક્સ-રે કરવામાં આવ્યો, ત્યારબાદ વધુ સારવાર અને ગંભીર ઇજાઓની તપાસ માટે સીટી સ્કેન માટે ખસેડવામાં આવ્યા છે. એકાએક સિંહણનો હુમલો થતા પાલીતાણાના મોટા ગરાજીયા ગામના અડધોઅડધ બાળકો ભયના માહોલ વચ્ચે સ્કૂલે ભણવા ગયા નથી. વન વિભાગની ટીમ દોડી આવી ​માલધારી પર થયેલા સિંહણના હુમલાના પગલે વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે. વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને વિસ્તારમાં દહેશત ફેલાવનાર વન્ય પ્રાણીને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ​આ ઘટના બાદ ગરજીયા ગામ અને આસપાસના માલધારીઓમાં પોતાના પશુઓ અને પરિવારની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    31 જુલાઈ સુધીમાં ભરી શકાશે ઇનકમ ટેક્સ રિટર્ન:આ 4 વાતો સીનિયર સિટીઝનને ટેક્સમાં રાહત આપશે, આ ગાઈડ મદદ કરશે
    Next Article
    વાંસદા યુવા મોરચાએ 52 યુનિટ રક્ત એકત્ર કર્યું:ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ નિમિત્તે શિબિર યોજાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment