Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોયલી ચેકપોસ્ટ પાસે વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું:ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વડોદરામાં 31 લાખના દારૂનો નાશ

    16 hours ago

    ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ વડોદરામાં મોટાપાયે દારૂનો નાશ કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા 31 લાખના વિદેશી દારૂના જથ્થાનો કોયલી ચેકપોસ્ટ પાસે નાશ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં જપ્ત કરાયેલી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઝોન-2 ડીસીપી મંજિતા વણઝારાની સીધી દેખરેખ હેઠળ હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં સંબંધિત પોલીસ સ્ટેશનોના એસીપી, પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. દારૂના નાશની સમગ્ર પ્રક્રિયા દરમિયાન નશામુક્ત ટીમ, ફાયર બ્રિગેડ વિભાગ તેમજ કલેક્ટર કચેરીના જવાબદાર અધિકારીઓની હાજરીમાં કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. 31.87 લાખના વિદેશી દારૂનો નાશ કરાયો DCP ઝોન 2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, વડોદરા સિટી પોલીસના ઝોન-2 વિસ્તાર હેઠળના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરવામાં આવેલ વિદેશી દારૂના મુદ્દામાલનો આજે નાશ કરવામાં આવ્યો છે. આમાં કુલ ₹31,87,888 ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ છે, જેના નાશની કામગીરી ચાલુ છે. આ કામગીરી નશાબંધી વિભાગ, ફાયર બ્રિગેડ અને કલેક્ટર કચેરી તરફથી એસ.ડી.એમ.ની રૂબરૂ ઉપસ્થિતિમાં પંચનામું કરીને હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં છરી બતાવી લૂંટ કરતી ગેંગ ઝડપાઈ:ત્રણ સાગરીતો પકડાયા, ₹75 હજારનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    મોરબીમાં ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશન બનશે:મંત્રીના પ્રયાસોથી પ્રસ્તાવિત સ્થળનું અધિકારીઓએ નિરીક્ષણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment