Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહે માલધારીને દબોચ્યો, પગ પર આંટી મારી બેઠો, VIDEO:ઈજાગ્રસ્તે ભાસ્કરને કહ્યું- હાથ જડબામાં લીધો, અડધો કલાક છોડ્યો નહીં; 20 દિવસમાં 4 ઘટના

    1 day ago

    ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે આજે 6 જુલાઈ સવારે સિંહે માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર પર હુમલો કર્યો હતો. જેનો લાઈવ વીડિયો વાઇરલ થયો છે. પ્રાથમિક મળતી વિગતો અનુસાર, કાળુભાઈના હાથનો ભાગ સિંહે મોઢા લઈ લીધો હતો, ત્યારબાદ માલધારીએ સિંહને પંપાળતા ગળાના ભાગે પંજો માર્યો હોવાનું જાણવા મળ્યું છે. લોહીલુહાણ માલધારીને તાત્કાલિક સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાંરે વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા અને વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. ‘મારો હાથ જડબામાં જકડી લીધો, અડધી કલાક છોડ્યો નહીં’ ઈજાગ્રસ્ત કાળુભાઈ પરમારે જણાવ્યું કે, હું સવારમાં સાડા દસ વાગ્યે મારી ગાયને ઘાસચારો નાખવા માટે જતો હતો. સિંહ આમ બજારમાં બેઠો હતો, તેથી તે અચાનક મારી ઉપર હુમલો કર્યો. પહેલા મારી પીઠ ઉપર મારીને મને પાડી દીધો અને પછી મારો હાથ તેના મોઢામાં લીધો હતો. લગભગ અડધી કલાક પકડી રાખ્યો હતો. આ પ્રકારની પહેલી જ વાર ઘટના બની છે, પશુઓ અને માણસ ઉપર પણ હુમલો કરે છે. બીજા એક માણસની ઉપર પણ હુમલો કર્યો હતો પણ તે ભાગીને નીકળી ગયો હતો. સિંહે પગને આંટી મારીને ડણક મારી વીડિયોમાં જોઈ શકાય છે કે, એક સિંહ માલધારીને જમીન પર દબોચીને બેઠો છે અને આસપાસ ઉભેલા લોકો જોરજોરથી બૂમો પાડી રહ્યા છે. માલધારી પોતાનો જીવ બચાવવા માટે વલખા મારી રહ્યો છે અને સિંહને હાથ ફેરવતો પણ દેખાઈ છે.સિંહે પગને આંટી મારીને ડણક મારી હતી, લોકોએ પથ્થરના ઘા કર્યા હતા. માલધારીના શરીરના થોડાક ભાગો પર ઈજાઓ થઈ હોવાથી લોહી નીકળતું દેખાઈ છે. આસપાસના લોકો બચાવવા માટે બૂમો પાડી રહ્યાનો અવાજ સંભળાય છે. 'મારી ભેંસ છોડી તો સીધો મારી સામે સિંહ દોડ્યો' સિંહનો સામનો કરનાર હેમુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, હું સવારમાં દૂધ ભરીને આવ્યો, સાડા આઠથી નવનો ટાઈમ હતો. તે ઘરે બધા બૂમ પાડવા માંડ્યા કે ભાઈ, આપણા વાડમાં સિંહ આવ્યો છે. એટલે હું દોડીને ત્યાં ગયો. મારા ભાઈના ઘરે જઈને બારણું બંધ કર્યું. મને ઈજા પહોંચાડત પણ ત્યાં મારી ભેંસ આડી પડી ગઈ. મારી ભેંસ આડી પડી ગઈ એટલે હું ને મારા મમ્મી બન્ને બચી ગયા. વધમાં કહ્યું કે, ત્યારબાદ ત્યાંથી સિંહ સીધો ભાગ્યો, એટલે સીધો મારી બાજુમાં કાળુભાઈના ઘરે ગયોને કાળુભાઈ પર હુમલો કર્યો, એટલે ઘણીવાર સુધી માથે બેઠો રહ્યો. પછી ફોરેસ્ટના બે માણસો આવ્યા પણ કાંઈ પૂછ્યા વિના જ ચાલ્યા ગયા. ગામના માણસોએ કીધું કે ભાઈ, તમારે સિંહ આવ્યો છે આનું કાંઈ કરો, તો એ કાંઈ બોલ્યા નહિ ને સીધા જ નીકળી ગયા. એની કાંઈ જવાબદારી નથી આવતી સાહેબ? ‘બધાની સામો થતો હતો. છોડાવવાની કોશિષ બહુ કરી’ હેમુભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, 200-300 ગ્રામજનો બધા પહોંચી ગયા હતા પણ હવે એ હટવાનું નામ જ નહોતો લેતો, બધાની સામો થતો હતો. છોડાવવાની કોશિષ બહુ કરી હતી. અત્યારે કાળુ ભાઈને સારવાર માટે ભાવનગર લઈ ગયા છે. પહેલા અહીં સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, પછી એ લોકોએ કીધું કે ભાઈ આને ભાવનગર લઈ જાવ, લોહીબંધ નહોતું થાતું એટલે એને ભાવનગર લઈ ગયા છે. કાળુભાઈને ત્રણ-ચાર દીકરી અને એક બાબો છે. પરિવાર સાથે અહીં જ રહે છે. માલધારી પર સિંહનો હુમલો, લોહીલુહાણ કરી નાખ્યો આ બનાવ અંગે મળતી માહિતી મુજબ, પાલીતાણા તાલુકાના ગરજીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા માલધારી કાળુભાઈ બોઘાભાઈ પરમાર આજે(6 જુલાઈ) સવારે પોતાના ઘરે હતા, તે દરમિયાન અચાનક એક સિંહે તેના પર હુમલો કરી દીધો હતો. સિંહના હુમલાને કારણે માલધારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઈજાગ્રસ્તને સારવાર માટે પાલિતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, સાથે જ આ અંગે સ્થાનિક વન વિભાગને જાણ કરવામાં આવતાં ટીમ દોડી આવી હતી. ‘સિંહ કાળુભાઈના ઘરમાં અંદર ઘૂસી ગયો હતો’ પાલિતાણા તાલુકા પંચાયતના સભ્ય ચેતન ડાભીએ જણાવ્યું હતું કે, તો અમારી ફોરેસ્ટને વિનંતી છે કે સિંહોને અહીંયાથી સુરક્ષિત રીતે જંગલમાં ખસેડી આપો. ગામમાં સુરક્ષા ન હોવાના કારણે ફોરેસ્ટને ઘણી વખત જાણ કરી છે, પણ છતાંય ફોરેસ્ટ વિભાગ ધ્યાન દેતું નથી. તો તાત્કાલિક સિંહોને અહીંથી હટાવી લે અને આ ગામ લોકોને સુરક્ષા આપે એવી અમારી માગ છે. ‘દોઢ કલાકે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે આવી’ ગરજીયા ગામના સરપંચના પતિ સવજીભાઈએ જણાવ્યું હતું કે, આ બનાવ વિશે વનવિભાગને ફોન કર્યો અને દોઢ કલાકે વનવિભાગની ટીમ ઘટનાસ્થળે આવી. માણસને પ્રાણી મારી નાખી તો તેને કંઈ સજા નહીં. પણ પ્રાણીને માણસ મારી નાખી તો તેને સજા મળે. છેલ્લા 5 વર્ષથી ગામમાં સાવજ દેખાય છે. સાવજને તેમના હદ વિસ્તારમાં મોકલી આપવાની વિનંતી કરીએ છીએ. ગામના અંદાજિત 50 ટકા બાળકો ભયના માહોલ વચ્ચે સ્કૂલે ના ગયા હાલ ઇજાગ્રસ્તની વધુ સારવાર ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ચાલી રહી છે. ઇજાગ્રસ્ત કાળુભાઈનો સૌપ્રથમ એક્સ-રે કરવામાં આવ્યો, ત્યારબાદ વધુ સારવાર અને ગંભીર ઇજાઓની તપાસ માટે સીટી સ્કેન માટે ખસેડવામાં આવ્યા છે. એકાએક સિંહનો હુમલો થતા પાલીતાણાના મોટા ગરાજીયા ગામના અંદાજિત 50 ટકા જેટલા બાળકો ભયના માહોલ વચ્ચે સ્કૂલે ભણવા ગયા નથી. વન વિભાગની ટીમ દોડી આવી ​માલધારી પર થયેલા સિંહના હુમલાના પગલે વન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે. વન વિભાગ દ્વારા હાલ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને વિસ્તારમાં દહેશત ફેલાવનાર વન્ય પ્રાણીને પકડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, ​આ ઘટના બાદ ગરજીયા ગામ અને આસપાસના માલધારીઓમાં પોતાના પશુઓ અને પરિવારની સુરક્ષાને લઈને ભારે ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષે કહ્યું- દાન ચોરીથી દુઃખ થયું:મહાપાપ કરનારને સજા થશે; હાઈકોર્ટે CBI તપાસની માંગ કરતી અરજી ફગાવી
    Next Article
    પાલઘર પાસે ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહાર ખોરવાયો:અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિતની ટ્રેનોને વલસાડમાં ટર્મિનેટ કરાઈ, મુસાફરો અટવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment