Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CBI કોર્ટે ચાર આરોપીઓને 3 વર્ષની કેદ ફટકારી:ફાયર ઈન્સ્યોરન્સ ક્લેઈમ ફ્રોડના બે કેસમાં પૂર્વ સર્વેયર અને ત્રણ ખાનગી વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા

    7 hours ago

    અમદાવાદ CBI કોર્ટે 4 આરોપીઓ જતીન જોશી અને ત્રણ ખાનગી વ્યક્તિઓ મધુસૂદન ભાવસાર, ઈલા પટેલ અને વિજય કાયસ્થને છેતરપિંડીથી ફાયર ઈન્સ્યોરન્સ ક્લેઈમ મેળવવાના બે અલગ-અલગ કેસોમાં 3 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 50 હજારના દંડની સજા ફટકારી છે. CBI એ 16 જુલાઈ, 2003ના રોજ ફાયર ઈન્સ્યોરન્સ ક્લેઈમ ફ્રોડના બે કેસ નોંધ્યા હતા. બનાવટી દસ્તાવેજો રજૂ કરી વીમાના નાણાં મેળવ્યા હતા આ કેસ રોનાલ્ડ અમરજીત જેમ્સ, મેસર્સ સોનુ કોમ્યુનિકેશન્સ એન્ડ કલર ઝેરોક્ષ, વડોદરા અને જતીન જોશી સર્વેયર, વડોદરા વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપી રોનાલ્ડ અમરજીત જેમ્સે વર્ષ 2002-2003 દરમિયાન સુરત ખાતે સીનિયર ડિવિઝનલ મેનેજર તરીકે કામ કરતી વખતે, મેસર્સ સોનુ કોમ્યુનિકેશન્સ અને સર્વેયર જતીન બી. જોશી સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. આ કાવતરાનો હેતુ ખોટા અને બનાવટી દસ્તાવેજો રજૂ કરીને છેતરપિંડીથી વીમાના નાણાં મેળવવાનો હતો, જેનાથી ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડને 11.52 લાખનું નુકસાન થયું હતું. વીમા કંપનીને 20.08 લાખનું આર્થિક નુકસાન થયું બીજો કેસ રોનાલ્ડ અમરજીત જેમ્સ, મનુભાઈ દયાભાઈ પટેલ, નૈનેશ પટેલ અને જતીન જોશી વિરુદ્ધ નોંધાયો હતો. એવો આક્ષેપ હતો કે આરોપી રોનાલ્ડ અમરજીત જેમ્સે વર્ષ 2001-2002 દરમિયાન ઉપરોક્ત ખાનગી વ્યક્તિઓ સાથે મળીને મેસર્સ એમ.ડી. પટેલ એન્ડ કંપની વતી બનાવટી દસ્તાવેજોના આધારે વીમા ક્લેઈમ મેળવવાનું કાવતરું ઘડ્યું હતું. આના કારણે ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સુરતને 20.08 લાખનું આર્થિક નુકસાન થયું હતું. ચાર આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી તપાસ બાદ CBI એ 15 જૂન, 2004 અને 18 જૂન, 2004 ના રોજ આરોપીઓ વિરુદ્ધ બે અલગ-અલગ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે ઉપરોક્ત ચાર આરોપીઓને દોષિત ઠેરવી સજા ફટકારી હતી. અન્ય ત્રણ આરોપીઓ—રોનાલ્ડ અમરજીત જેમ્સ જાહેર સેવક, નિલેશ દયાભાઈ પટેલ અને ઉમેશ વિઠ્ઠલદાસ પટેલ નું ટ્રાયલ દરમિયાન અવસાન થતાં કોર્ટ દ્વારા તેમની સામેના કેસ પડતા મૂકવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વિજય તમિલનાડુના 9મા મુખ્યમંત્રી બનશે:આવતીકાલે સવારે 10 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ, TVKને 5 પક્ષોનું સમર્થન
    Next Article
    જામનગરમાં વડાપ્રધાનની સુરક્ષાનું ફૂલ-ડ્રેસ રિહર્સલ:એરફોર્સ સ્ટેશનથી લાલ બંગલા સુધીના રૂટ પર સાઈરન ગુંજી, PM મોદી રોડ-શો કરી અભિવાદન ઝીલશે, સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment