Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલઘર પાસે ટ્રેક પર પાણી ભરાતા રેલ વ્યવહાર ખોરવાયો:અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિતની ટ્રેનોને વલસાડમાં ટર્મિનેટ કરાઈ, મુસાફરો અટવાયા

    1 day ago

    વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેના કારણે ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. જિલ્લામાં સૌથી વધુ 75 મિ.મી. વરસાદ વાપીમાં નોંધાયો છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, બીજી તરફ મહારાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી પાલઘર નજીક રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતાં મુંબઈ તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને વલસાડ સ્ટેશન પર જ ટર્મિનેટ કરવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. આણંદથી મુંબઈ જઈ રહેલા મુસાફર પ્રજ્ઞાબેન પટેલે જણાવ્યું હતું કે, આ કુદરતી પરિસ્થિતિ છે અને તેઓ રેલવે તરફથી વૈકલ્પિક વ્યવસ્થાની રાહ જોઈ રહ્યા છે. વડોદરાથી મુંબઈ જઈ રહેલા ચંદ્રેશભાઈએ જણાવ્યું કે, ટ્રેન સમયસર ચાલી રહી હતી, પરંતુ પાલઘર પાસે પાણી ભરાવાને કારણે આગળનો પ્રવાસ અટકી ગયો છે. હાલમાં વલસાડ સ્ટેશન પર મુસાફરો રેલવેની આગામી સૂચનાઓ અને વૈકલ્પિક પરિવહનની રાહ જોઈ રહ્યા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અહેવાલ મુજબ, છેલ્લા 24 કલાકમાં વાપીમાં 75 MM, ઉમરગામમાં 69 MM, વલસાડમાં 30 MM, નાનાપોંડામાં 20 MM, પારડીમાં 19 MM. અને ધરમપુરમાં 9 MM. વરસાદ નોંધાયો હતો. કપરાડા વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. સમયસરના આ વરસાદથી ડાંગર સહિતના ખરીફ પાકની વાવણીને વેગ મળ્યો છે. ખેતરોમાં પૂરતી ભેજ મળતાં ખેડૂતો વાવણી અને અન્ય કૃષિ કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. હવામાન વિભાગે આજે પણ વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. સતત વરસાદને કારણે નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક વધવાની શક્યતા છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર પણ સતત મોનિટરિંગ કરી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સિંહે માલધારીને દબોચ્યો, પગ પર આંટી મારી બેઠો, VIDEO:ઈજાગ્રસ્તે ભાસ્કરને કહ્યું- હાથ જડબામાં લીધો, અડધો કલાક છોડ્યો નહીં; 20 દિવસમાં 4 ઘટના
    Next Article
    દૂધધારા પરિક્રમાને મંજૂરી આપવા વન વિભાગને રજૂઆત:​સનાતન સંસ્કૃતિની જાગૃતિ અને પશુધનની સુખાકારી માટે 10 જુલાઈએ 36 કિલોમીટરની દૂધધારા પરિક્રમાની મંજૂરી આપવા રજૂઆત.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment